CATEGORIES

July 2024
MTWTFSS
1234567
891011121314
15161718192021
22232425262728
293031 
July 3, 2024
bollowood in ruisea

ફરી સાંભળવા મળશે – સર પે લાલ ટોપી રુસી…

દુનિયામાં સૌથી વધુ ફિલ્મો બનાવનાર તરીકે સ્થાન મેળવનાર ભારત દેશની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણા દેશો સાથે સારા સંબંધો રહ્યા છે. રશિયાની વાત કરીએ તો ત્યાંની કમસેકમ બે પેઢી રશિયન સબટાઈટલ્સ સાથે ભારતીય – એમાંય ખાસ કરીને હિન્દી ફિલ્મો જોઈને મોટી થઈ છે. એટલે જ રાજ કપૂર, મિથુન ચક્રવર્તી, હેમામાલીની અને શાહરુખ ખાનના ફેન્સ રશિયામાં પણ છે.

થોડાં વર્ષોના વિરામ પછી – લગભગ ત્રણ દાયકા પછી – રશિયાની ફિલ્મ પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ અને સરકાર ભારતીય સિનેમા સર્જકોને અને ફિલ્મોને રશિયા તરફ આકર્ષવાના પ્રયત્નો કરી રહ્યા છે કારણકે, યુક્રેનના યુદ્ધ પછી રશિયામાં હવે હોલીવુડની ફિલ્મો બતાવતી નથી. રશિયામાં મોસ્કો ઉપરાંત સેન્ટ પિટ્સબર્ગ, Arkhangelsk, Belgorod અને Kazan સહિત 40 થી વધુ સ્થળોએ ભારતીય ફિલ્મો બતાવાય છે.

ભારતીય ફિલ્મ મેકર્સ અને સબંધિત સત્તાધીશોને પણ રશિયામાં ભારતીય ફિલ્મોના શુટિંગ દ્વારા જૂના સાંસ્કૃતિક અનુસંધાનને પુનર્જિવીત કરવાના પ્રયત્નોમાં રસ પડ્યો છે.

તાજેતરની જ કેટલીક ફિલ્મો જેવી કે સરદાર ઉધમ, પઠાણ, ટાઈગર અને જુગ જુગ જીઓ નું કેટલુંક શૂટિંગ રશિયામાં કરાયું છે. પ્રથમ ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્માની બાયોપીક રશિયામાં ફિલ્માવાય એવી પૂરેપૂરી સંભાવના છે જેનું નિર્માણ સિદ્ધાર્થ રોય કપૂર કરવાના છે.