CATEGORIES

July 2024
MTWTFSS
1234567
891011121314
15161718192021
22232425262728
293031 
July 1, 2024
Chitrakoot Award

કોને મળે છે મોરારીબાપુ પ્રેરિત ચિત્રકૂટ એવોર્ડ !!

મોરારીબાપુ પ્રેરિત ચિત્રકૂટ એવોર્ડમાં પ્રતિવર્ષ સમગ્ર ગુજરાતમાંથી 11 શિક્ષકોની પસંદગી કરી તેમની વંદના કરવામાં આવે છે. આ એવોર્ડ શરૂ થયા પહેલાં પણ રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકના પુરસ્કારો અપાતા અને હજુ અપાય છે.
એમાં સમ્માનિત થયેલા અનેક શિક્ષકો વિશે જાણું છું. ઘણાખરા આ સમ્માનને લાયક હોય છે, પણ સરકારી એવોર્ડ હોવાથી કેટલાક ‘બધી રીતે હોંશિયાર’ શિક્ષકો પણ એમાં પસંદ થાય છે એવી સર્વ સામાન્ય છાપ છે. સદનસીબે ચિત્રકૂટ એવોર્ડ વિશે હજુ સુધી એવી કાનાફૂસી સાંભળવા મળી નથી.
પ્રતિવર્ષ ચિત્રકૂટ એવોર્ડ વિતરણ પછી મોરારીબાપુ પ્રવચન આપતા હોય છે અને આ પ્રવચનો શિક્ષણ અને શિક્ષક વિષય પરના નવનીત જેવાં હોય છે.
આમ તો મોરારીબાપુ પોતે જ એક બ્રાન્ડ છે અને એમના વિશે કે એમના વક્તવ્યના સંપાદન દ્વારા અનેક માંધાતા કલમનવેશો દ્વારા ઘણું કહેવાઈ ચૂક્યું છે એટલે એનું પુનરાવર્તન કરવાને બદલે વર્ષ 2010 થી 2022 સુધીના ચિત્રકૂટ એવોર્ડ પ્રસંગના મોરારીબાપુના વક્તવ્યોનું
: ‘શિક્ષક’ શિ – શિક્ષણ/ ક્ષ – ક્ષમા / ક – કર્તવ્ય :
શિર્ષકથી સુંદર પુસ્તિકા સ્વરૂપે સંકલન કરીને યોગ્ય લોકો સુધી પહોચાડવા બદલ મહુવાના શ્રી રસિકભાઈ અમીનને હાર્દિક અભિનંદન અને શિક્ષણ સાથે પ્રત્યક્ષ પરોક્ષ રીતે સંકળાયેલ સૌને આ પુસ્તિકા અચૂક વાંચવાની ભલામણ !