CATEGORIES

January 2025
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
Wednesday, January 22   6:41:41

TV સીરીયલો: રેટિંગકે લિયે કુછ ભી કરેંગે!

12 March 2023, Sunday

લેખક : દિલીપ એન મહેતા

અવિનાશ મુખર્જી હવે ‘નાગ’ બનશે

હિન્દી સીરીયલોમાં Bizarre tracksની હવે કોઈ નવાઈ જ નથી. દર્શકોને સ્ક્રીન પર ચોંટાડી રાખવા માટે હવે જાત જાતના અને ભાત ભાતના ટ્રેક ઘુસાડવામાં આવે છે. મૂળ કથા સાથે એને કોઈ લેવા દેવા હોય કે ન હોય પણ ગમે તેમ કરીને એક સ્ક્રીપ્ટ આવા ટ્રેકના નામે લખાઈ જાય છે અને બસ, ચાલ્યું ! વચ્ચે જ મેં ‘ગોદભરાઈ’ ટ્રેક વિશેની એક પોસ્ટ મુકેલી જ. એક સીરીયલમાં કોઈ ‘ટ્રેક’ને દર્શકોનો પ્રતિસાદ મળે , એટલે બીજી સીરીયલમાં પણ એવો જ ટ્રેક જોવા મળે ! એવું પણ બને કે કોઈ ટ્રેકની આકરી ટીકા પણ થાય અને જબ્બર ટ્રોલિંગ પણ થાય, તો પણ સીરીયલ માટે તો એ ‘પબ્લીસીટી’ જ ગણાય ! માર્કેટિંગના મંત્રો જુદા હોય છે. નેગેટીવ પબ્લીસીટી પણ હવે પબ્લીસીટી સ્ટ્રેટેજીનો જ એક ભાગ ગણાય છે, બોલો ! ગઈ સિઝનમાં દીપિકા કકરે ‘માખી’ નો રોલ કરેલો, પછી એના પર માછલા ધોવાયા, પણ,એ બહાને મારા જેવા હજારોને એની ઓળખ મળી ! હહાહા!
હવે ‘સસુરાલ સીમરનકા -2’માં અવિનાશ મુખર્જી ‘નાગ’રૂપે જોવા મળશે. બસ આજ બાકી હતું ! હિન્દી ફિલ્મો અને હિન્દી ટીવી શ્રેણીઓમાં નાગણીઓની તો કોઈ નવાઈ જ નહોતી. સીરીયલની અડધી કમાણીનો હિસ્સો તો નાગીનો હતી એવું કહીએ તો પણ અતિશયોક્તિ ન ગણાય. અને હવે સ્ટોરીમાં હીરો( આરવ)ના આત્મામાં નાગ પ્રવેશ કરશે , એટલે હીરો નેગેટીવ બનશે! અવિનાશ કહે છે કે “ જો દર્શકોને આ ટ્રેક નહિ ગમે તો પછી મેકર એને બદલી કાઢશે” એકતા કપૂરની સીરીયલોને ભલે આપણે CRAP એટલે કે વાહિયાત કહીને વખોડી કાઢીએ પણ ‘નાગિન’ અને ‘કવચ’ અને ‘બ્રહ્મરાક્ષસ’ જેવી SUPARNATURALસીરીયલો જે વકરો કરે છે , એનો એક ઉજળો ઈતિહાસ છે! છેવટે તો વાત ધંધાની જ છે ને ? Just think,’નાગીન’ ની પાંચ –છ સીઝન ચાલે એ શું બતાવે છે? અને નાગીન સિવાય પણ લગભગ અડધો ડઝન જેટલી નાગિન કેન્દ્રિત શ્રેણીઓ જેવી કે અધુરી કહાની અમારી, વિષકન્યા, ઈચ્છાધારી નાગીન, વિષે લખવા બેસીએ તો એક ‘નાગીન પુરાણ’ લખાય ! આ બધી સીરીયલોમાં લીડ રોલ મેળવીને મૌની રોય , અદા ખાન , સુરભી જ્યોતિ, અનીતા હસનંદાની, નિયા શર્મા, સુરભી ચંદના, કરિશ્મા તન્ના, સાયંતની ઘોષ, જેવી ઘણી કલાકારો ટેલીવૂડની પટરાણીઓ બની ગઈ છે. આશ્ચર્યની વાત એ છે કે મૌની રોય અને નાગિન ચીનમાં ખુબ લોકપ્રિય છે. મહાભારત પરની નવી શ્રેણી રશિયા અને મોરેસિયસમાં ઘણી જ લોકપ્રિય છે. ‘ઇસ પ્યારકો ક્યા નામ દુ’UAE અને તુર્કીમાં લોકપ્રિય છે. એક હસીનાથી નું ઓડીયન્સ ૩૦ દેશોમાં ફેલાયેલું છે. બીગ બોસને પાકિસ્તાનમાં ખુબ પ્રતિસાદ મળે છે. કપિલ શર્મા શો પણ પાકિસ્તાનમાં એટલો જ લોકપ્રિય છે. ચક્રવર્તી અશોક ઇન્ડોનેશિયામાં ખુબ લોકપ્રિય છે. અરે , ‘દેવોકેદેવ મહાદેવ’ પણ ચીનમાં ઘણી લોકપ્રિય સીરીયલ છે.
દેશના મિડલ અને લોવર મિડલ ક્લાસ માટે આ બધી સીરીયલ્સનું એક અનોખું સ્થાન છે. એકતા કપૂર અને બીજા મેકર્સ ભલે મનોવિજ્ઞાન ન ભણ્યા હોય , પણ લોકોના મન મસ્તિક અને મિજાજને તેઓ બરોબર પારખી ચુક્યા છે. ‘હરી અનંત હરી કથા અનંતા’ ની જેમ આ બધી કથાઓ ચાલતી જ રહેવાની. કથા વગર કોઈને ય ચાલતું નથી !
દુનિયા લગભગ સ્ટોરીઝ પર જ જીવતી હોય એવો વહેમ પડે છે!
આવું ન હોત તો RRRએટલું ન ગાજ્યું હોત ! બસ, આવતીકાલે જ ઓસ્કરમાં ક્યાંક કોઈ કેટેગરીમાં મેદાન મારી જાય તો પછી આપણા સ્ક્રીન અને સેલ્યુલરનું ભાવિ સુર્યોજ્વલ છે.   જય મહાદેવ !