12 Feb. Vadodara: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 પહેલા જ તૃણમૂલ કોંગ્રેસની સર્વેસર્વા મમતા બેનરજીની પાર્ટીના રાજ્યસભાના સાંસદ દિનેશ ત્રિવેદીએ રાજીનામું આપીને મોટો ઝટકો આપ્યો છે.
14 માર્ચ 2012માં મમતા બેનર્જીને રેલ્વે મંત્રી તરીકે બજેટમાં રેલવે ભાડાં વધારેલા, ત્યારે દિનેશ ત્રિવેદીને વાત પસંદ નહોતી પડી.
ત્યારે તેમને હટાવવાની માગણી મમતા બેનરજીએ કરેલ .એ વખતે ૧૮ માર્ચ 2012માં એટલે આજ થી 9 વર્ષ પહેલા તેમણે કમને રાજીનામું આપ્યું હતું.
આ વાત દિનેશ ત્રિવેદી ના મનથી કદાચ ક્યારેય નીકળી ન હતી, અને આજે પશ્ચિમ બંગાળ વિધાનસભા 2021 ની ચૂંટણી પહેલા જ રાજ્ય સભાના સાંસદ દિનેશ ત્રિવેદીએ રાજીનામું આપીને તૃણમૂલ કોંગ્રેસની સર્વેસર્વા મમતા બેનરજીને જબરજસ્ત ઝટકો આપ્યો છે. આ રાજીનામા પછી હવે દિનેશ ત્રિવેદી ના ભાજપમાં જોડાવાની અટકળો તીવ્ર બની છે.
More Stories
वडोदरा के समता में धराशायी हुआ 35 साल पुराना सूर्य किरण अपार्टमेंट!
अमेरिका में उठी बगावत की लहर ; सड़कों पर गूंजा जनसैलाब
जम्मू-कश्मीर में आसमानी आफ़त: रामबन में बादल फटने से तबाही, कई गांव मलबे में समाए