CATEGORIES

February 2025
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
2425262728  
Monday, February 24   10:24:31

આજે વિશ્વ રેડિયો દિવસ

13 Feb. Vadodara: સુમધુર સંગીત અને સમાચારો સાથે અનેક પ્રકારના રોજ મનોરંજન પીરસતો રેડિયો,આપડા જીવન નો અંગ બની ગયો છે.આજનો દિવસ દુનિયા માં વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવાય છે.

એક વખત એવો હતો,કે ઘર માં રેડિયો હોવો એ એક વૈભવ મનાતો .સામાન્ય માણસ તો રેડિયો ખરીદવાની હિંમત પણ ન કરી શકતો.તે સમયે રેડિયો ની સાઈઝ મોટી હતી, અને ઘર માં ગેલેરી માં રીબીન જેવું પાતળું એન્ટેના પણ ઝૂલતું રહેતું.આજે રેડિયો સાવ સહજ થઈ ગયા છે.મોબાઈલ માં રેડિયો તો શું આખું વિશ્વ સમાઈ જય છે.રેડિયો ની જાહોજલાલી ભોગવવા વાળું વિશ્વ આજ નો દિવસ વિશ્વ રેડિયો દિવસ રૂપે મનાવે છે.

સન ઓગણીસો ની સાલ માં તાર વગર લાંબા અંતરે લંડન સુધી રેડિયો દ્વારા સફળ સંદેશ મોકલનાર હતા ,ગુલ્યેલમો માર્કોની. પછી સન 1945 ની 23 ફેબ્રુઆરી ના રોજ યુનાઇટેડ નેશન્સ રેડિયો પર પહેલીવાર પ્રસારણ થયું. 2012માં પહેલી વખત વિશ્વ રેડિયો દિવસ ઉજવાયો ,અને ત્યાર પછી બ્રોડકાસ્ટર્સ, યુનેસ્કો, દુનિયાભરના સંગઠન અને સમુદાયો સાથે મળીને વિવિધ પ્રકારના આયોજનો કરે છે, અને આ વર્ષ ની થીમ છે..”રેડિયો અને વૈવિધ્ય”.

આજે ભલે ઈન્ટરનેટ,મોબાઈલ અને ડિજિટલ થી વિશ્વ સમૃદ્ધ હોય પણ રેડિયો હજુ પણ ત્યાંજ પોતાની ગરિમા સાથે અડીખમ છે.આજે પણ આકાશવાણી,વિવિધ ભારતી જેવા રેડિયો કાર્યક્રમો ની દીવાનગી છે.