14 Apr. Vadodara: આજે સિખ સમુદાય નું વિશેષ પર્વ વૈશાખી છે,આ ઉત્સવ પાક તૈયાર થયા ની ખુશી માં મનાવાય છે, અને પંજપ્યારા ને યાદ કરાય છે.
શીખ સમુદાય આમ તો બધાજ હિન્દુ તહેવારો પૂરા ઉત્સાહ થી મનાવે છે,પરંતુ લોહડી ની જેમ વૈશાખી તેમના મુખ્ય તહેવારો માં ખાસ છે. 13 અથવા14 એપ્રિલના રોજ આ ઉત્સવ મનાવાય છે.આ સમયે ઘઉં, તિલ્હન,અને શેરડી નો પાક તૈયાર થઈ ગયો હોય છે ને ,પાક લણવા નો આ સમય છે,તેથી અનાજ ની પૂજા થાય છે.ગુરૂદ્વારા માં જઈ શીખ લોકો પ્રભુ નો આભાર માને છે.
13 એપ્રિલના દિવસે શીખ સમાજ ના દસમા ગુરુ, ગોવિંદસિંહજી એ ખાલસા પંથ ની સ્થાપના કરી હતી અને પાંચ ક એટલે કે કેશ, કંગન, કાંસકી, કિરપાન, અને કરછ એટલે પાઘડી ધારણ કરવાનો આદેશ આપ્યો હતો.કોઈ વ્યક્તિ નહિ પણ ગુરુગ્રંથ સાહેબ ને અનુસરવા કહ્યું હતું.તેમના માટે શહીદી વ્હોરી લેનાર પંજપ્યારા ને પણ આ દિવસે યાદ કરાય છે.
બૈસાખી પર્વ અન્ય રાજ્યો માં પણ જુદા જુદા નામે મનાવાય છે.જેમકે આસામ માં બિહુ,બંગાળ માં બોહાગ,કેરળ માં પરમ વિશુ,અને પુંથન્ડુ ના નામે મનાવાય છે.
More Stories
मोहाली में गिरी बहुमंजिला इमारत, 15 से ज्यादा लोगों के दबे होने की आशंका , बचाव कार्य जारी
43 साल बाद क्यों कुवैत दौरे पर गए प्रधानमंत्री मोदी?
दिल्ली चुनाव से पहले AAP को बड़ा झटका, LG ने केजरीवाल के साथ खेला खेल