CATEGORIES

November 2024
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
Friday, November 8   1:41:39

Covid-19 ના નવા વેરિયંટ ચિંતા નો વિષય

કોરોના ની બીજી લહેરથી જ્યારે સમગ્ર ભારત પરેશાન છે, એવામાં અલગ-અલગ મ્યુંટેન્ટ્સ અને નવા વેરિયન્ટ ચિંતા નો વિષય બની રહ્યા છે.
કોરોના સાથેની લડત નિરંતર ચાલુ છે. અત્યાર ની સ્થિતિ માં ઓક્સિજન અને બ્લડ પ્લાઝમા ની તાતી જરૂરિયાત ઊભી થયેલી છે. એક તરફ સતત બીજા દિવસે છેલ્લા ૨૪ કલાકમાં ૪ લાખ ને 14 હજાર નવા કેસ સામે આવ્યા છે, અને ચાર હજારથી વધુ લોકોની મોત ના સમાચાર છે .અત્યારે ૩૬ લાખ ની આસપાસ કોરોના એક્ટિવ કેસ છે. લગભગ વિશ્વના બધા દેશોએ ભારતીય લોકો માટે પ્રવેશ નિષેધ કરેલો છે, એવામાં હવે નિષ્ણાતો અનુસાર કોરોના ની બીજી લહેર જ્યારે વિકરાળ બની રહી છે, ત્યારે ઉત્તર ભારતમાં યુકે વેરિયન્ટ મહારાષ્ટ્ર કર્ણાટક ,અને ગુજરાતમાં ડબલ મ્યુટન્ટ કોરોના એ કહેર વર્તાવ્યો છે. કોરોનાવાયરસ નો અત્યંત ચેપી strain બી 1.617 અને બી.1 હાલમાં આંધ્ર પ્રદેશ ,કર્ણાટક અને તેલંગાના માં જોવા મળ્યો છે. આ સ્ટ્રેઇન વયસ્કો અને યુવાનો માં ઝડપથી ફેલાય છે. ઉત્તર ભારતમાં યુકે સ્ત્રઈન નો કહેર છે. તેથી સુપ્રીમ કોર્ટે દેશમાં આવનાર કોવીડ ની ત્રીજી લહેર માટે કેન્દ્ર ને તૈયાર રહેવાની તાકીદ કરી છે.