CATEGORIES

May 2025
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
Tuesday, May 6   3:32:47

દેશ ના સંવિધાનકર્તા ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી

14 Apr. Vadodara: આજે દેશના સંવિધાન ને આખરી ઓપ આપનારા અને સંવિધાન બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકર ની જન્મજયંતી છે.

એક સમય હતો, જ્યારે દલિત અને અછૂત વર્ગ ને સમાજ ખૂબ જ હેય દૃષ્ટિથી જોતો હતો.તે સમયે ગાંધીજીએ અસ્પૃશ્યતા દૂર કરી દરેક ને માનવ તરીકે નું સમ્માન અપાવવા બીડું ઝડપ્યું.તે જ કાળ મા દલિતો ના ઉધ્ધારક ભારત રત્ન ડૉ.બાબા સાહેબ આંબેડકર નો ૧૪ એપ્રિલ 1893 ના રોજ પછાત જ્ઞાતિ ના એક લશ્કરી સિપાહી ના ઘેર જન્મ થયો.તેઓ નાનપણ થી જ સુધારાવાદી વિચારોના હતા.તેમણે શિક્ષણ ને મહત્વ આપ્યું અને સ્નાતક થયા પછી સમાજશાસ્ત્ર,અર્થશાસ્ત્ર માં પી. એચ. ડી.થયા.તેમને વડોદરા ના મહારાજા સર સયાજીરાવ ને ત્યાં કામ કર્યું.તે વડોદરા ઘણા વર્ષો રહ્યા.

મુંબઈ ની કોર્ટે માં વકીલ તરીકે પણ કામગીરી કરી.આઝાદી પછી પંડિત નેહરુ ના આમંત્રણ પર દેશ નું બંધારણ ઘડવાનું બીડું ઝડપ્યું. તેમણે સંવિધાન માં દલિતો માટે પણ જોગવાઈઓ કરી.આઝાદ ભારતના તેઓ કાયદા પ્રધાન પણ બન્યા.તેમણે સમાજ માં દલિતો પર થતા અન્યાય ને લઈને હજારો અનુયાયીઓ સાથે બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો.

6 ડિસેમ્બર 1956 ના રોજ દિલ્હી માં તેમનું નિધન થયું.આજે તેઓ આપણી વચ્ચે નથી પણ તેમના સિધ્ધાંતો થકી અમર રહેશે.