CATEGORIES

April 2025
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
Wednesday, April 2   2:20:53

કૃતજ્ઞતા દિન : બાઈડનનો બર્થડે અને બે ટર્કીને જીવતદાન

અમેરિકામાં દર વર્ષે નવેમ્બરના ચોથા ગુરુવારે Thanks Giving Day ઉજવવામાં આવે છે. વિશ્વના અન્ય દેશોમાં પણ વરસના જુદા જુદા દિવસોએ ‘કૃતજ્ઞતા દિન’ની ઉજવણી થાય છે. પશ્ચિમ અને યુરોપના દેશોમાં આ એક મહત્વનો તહેવાર ગણાય છે.

આ તહેવારના મૂળ બાઈબલ સાથે જોડાયેલા છે.અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકને ૧૮૬૩માં આ દિવસને રાષ્ટ્રીય જાહેર રજા તરીકે ઘોષિત કરેલ. પોતાના પાપનું પ્રાયશ્ચિત અને ઈશ્વરે અર્પેલ સર્વસ્વ માટે વ્યક્તિ આ દિવસે પ્રભુ પ્રત્યે આભાર, કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.

દેશના પ્રમુખ આ દિવસને એક વિશેષ પરંપરાથી ઉજવે છે.આ તહેવારના પ્રારંભથી જ અમેરિકામાં લગભગ તહેવારોની સીઝન શરુ થઇ જાય છે અને અમેરિકન્સ ફેસ્ટીવીટી મૂડમાં આવી જાય છે.

પરંપરા મુજબ અમેરિકન પ્રમુખ આ દિવસે માંસાહાર માટે ઉપયોગી બે પ્રાણીઓને જીવતદાન બક્ષે છે.

ગઈકાલે પ્રમુખે પોતાના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે અને Thanks Giving Dayની પૂર્વ સંધ્યાએ લીબર્ટી ( LIBERTY)અને બેલ ( BELL)નામના બે ટર્કીને જીવત દાન આપ્યું.

લગભગ ૨૦ સપ્તાહની આયુષ અને ૪૨ પાઉન્ડ વજન ધરાવતા આ બે પ્રાણીઓને જીવતદાન બક્ષતી વેળા પ્રમુખે જાહેર કર્યું કે “I hereby pardon Liberty and Bell”

કોઈના મોઢાનો કોળીયો બની જનારા આ પ્રાણીઓને જીવતદાન બક્ષવાની આ ‘પ્રતીકાત્મક પ્રથા’ મને તો ગમી ગઈ છે.
આ પ્રથા એટલું તો સૂચવે છે કે નિર્દોષ પ્રાણીની હત્યાયોગ્ય નથી. પ્રાણીઓને મારીને ઉત્સવ ઉજવવા કરતા પ્રાણીઓને જીવતદાન અર્પીને તહેવાર ઉજવવો એ વધુ સારું છે. ઓ કે , but, પ્રશ્ન એમ પણ થાય કે શું બાઇડન માંસાહાર નહિ કરતા હોય ?