CATEGORIES

November 2024
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
Thursday, November 7   5:32:47

લ્યો ત્યારે ,આજે ચુંબન દિવસે એક ક્લાસિક કવિતા માણો !

13 Feb 2023, Monday

કવિનું નામ ખબર નથી.1990 આસપાસ સાબરમતી તટે ભરાતી બજાર માથી એક કવિતા સંગ્રહ મળેલો ત્યારે કિતાબના કવર પેજ નહોતા !
14 પંક્તિનું આ અદભૂત સોનેટ રચનાર કવિને આજે વંદન !

ચુંબન

સખી ચૂમી તુને અંગે પ્રસર્યો કંપ હળવે
અને ડાળી ડાળી અગણિત કળીઓ ખીલી ઉઠી
ને મુજ નયનો પ્રણય રસમા તૃપ્ત થઈને
વહાવે ગીતો કૈ નભ સકલ એ તાન ધરતું .

કદી એવું લાગે ઝરમર ઝરે સૃષ્ટિ સઘળી
પછી મમ ઉરે સુરભિત વસંતો પ્રગટતી
તદા ડાળી ડાળી નવલ પલ્લવ હસી રહયા
મધુ પદ્મેપદ્મે ભમી રહી રસપાન કરતો.

સખી, તવ ઓષ્ટ પણછ સરખો ઘાટ ધરીને
મૃદુ બાણો મીઠા મુજ ઉર વિષે પ્રસરી જઈને
હણે હૈયાની એ યુગ યુગ તણી સૂની શાંતિને
વહે આવાસોમાં પછી મધુર લય -તાન અકળ.

પ્રિયે , આ હૈયામાં સ્મરણ તવ અવિરત રહે
ડૂબીને માધુર્યે કશું તવ વિના ના લઈ શકું .