15 Feb. Vadodara: પરિવહન મંત્રીનીતિન ગડકરી અનુસાર આજથી હવે દરેક ફોર વ્હીલર વાહનો માં ફાસ્ત્તેગ લગાડવું જરૂરી કર્યું છે.
છેલ્લા ઘણા સમયથી ફોર વ્હીલર વાહનો અને અન્ય મોટા વાહનો માટે ટોલટેક્સ જમા કરાવવા માટેની નવી ઇલેક્ટ્રોનિક પદ્ધતિ ફાસ્ટ ટેગ લગાડવાની વાતો ચાલી રહી હતી. અને હવે આખરે માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બધા જ ફોર વ્હીલર વાહનો માટે ફાસ્ટેગ લગાવવું જરૂરી કરી દીધું છે.
આ એક ઇલેક્ટ્રોનિક ટોલ કનેક્શન સિસ્ટમ છે. ફોરવ્હિલર વાહનોના વિંડશિલ પર આ લગાવવામાં આવે છે .રેડિયો ફ્રિકવનસી થી ટેગ થાય છે. આ સિસ્ટમ લગાડવાથી કેશ નહીં આપવા પડે, લાંબી લાઈનો માં ઊભું રહેવું નહીં પડે.
આ ફાસ્ટ ટેગ ટોલ પ્લાઝા axis બેંક, icici બેંક, એચડીએફસી, એસબીઆઈ બેંક, સાથે સાથે paytm, એમેઝોન, google pay ,થી પણ પ્રાપ્ત થઇ શકશે. ભારત સરકારને એક વર્ષમાં આ ફાસ્ટેગ થી 48% કમાણી થઇ છે .અને અત્યાર સુધી અઢી કરોડ ફાસ્ટ ટેગ ઉપભોક્તા છે
More Stories
સુરતના સૈયદપુરાનો અનોખો મહોબ્બત મહોલ્લો
700 વર્ષ જૂની ‘ટાંગલિયા કળા’ માટે લવજીભાઈ પરમારને પદ્મશ્રી સન્માન – જાણો આ અનોખી હસ્તકલા વિશે!
જાજરમાન જામનગરી વાનગી – ઘુટો