03-01-2023, Tuesday
આજે સવારે અડધી –પડધી ઊંઘમાં રેડિયો પર ‘બોમ્બે’નું એક જાણીતું ગીત ‘હમ્માંહમ્માં’ કાને પડ્યું અને સોનાલીનો ચહેરો માનસ પટ પર આવી ગયો! યોગાનું યોગ 1st january જ એનો જન્મ દિવસ હતો.
સોનાલી ૪૮ વર્ષની વયે પહોંચી ગઈ એ જાણીને આશ્ચર્ય થાય છે!
સાલ્લી જિંદગી જાણે કોઈ exspress ટ્રેનની માફક દોડી રહી હોઈ એવું લાગે છે!
નેવુંના દસકમાં સિનેતારીકાઓનોજે કાફલો આવ્યો એમાં સોનાલીની આંખો અને અદાયગીએ મને વિશેષ આકર્ષિત કરેલો.
Beauty lies in the eyes of the beholder મુજબ મને સોનાલી ખુબ ગમતી! ૨૦૧૮માં એ કેન્સરનો ભોગ બની અને એક વીરાંગનાની જેમ કર્કરોગ સામે એ લડી અને વિજેતાપણ બની.
સોનાલીને બોલીવુડમાં ‘બ્રેક થ્રુ’ મળે એ પહેલા તો પ્રિયંકા ચોપરા અને ઐશ્વર્યાએ ધૂમ મચાવી દીધેલી. એ પછી તો બોલીવુડમાં માધુરી, જુહી, કરિશ્મા કપૂર, ઉર્મિલા માંતોડકર, તબુ, રવિના ટંડન, શિલ્પા શેટ્ટી, અને last but not the least કાજોલે પણ તરખાટ મચાવી દીધેલો!
એક એકથી ચડિયાતી આ તારિકાઓ સામે સ્પર્ધામાં ઉતરીને પણ સોનાલીએ પોતાની જગ્યા બનાવી લીધી અને કામયાબીના એક નૂતન શિખરે પહોંચી ગઈ !
બોલીવુડમાં કદમ માંડયા પછી એને લાંબો સંઘર્ષ ન કરવો પડ્યો.
નારાઝ( ૧૯૯૪)ફિલ્મમાં એના અદભુત અભિનયે એને સૌ પ્રથમ ફિલ્મફેર એવોર્ડ અપાવી દીધો!
ત્યારબાદ તો સરફરોશ, દિલજલે (૧૯૯૬)અને ડુપ્લીકેટ, મેજર સાબ જેવી ફિલ્મોએ એની લોકપ્રિયતામાં ઘણો ઉમેરો કરી દીધો. ‘જિસ દેશમે ગંગા રહેતા હૈ’ પણ મને તો ખુબ ગમેલી જ.
Stardust સામયિક દવારા આયોજિત પ્રતિભા શોધ સ્પર્ધામાં ભાગ લેતા પહેલાતો સોનાલીએ ઘણી કોમર્સિયલ્સમાં મોડેલીંગ કરેલું.
લક્સ સાબુની એડમાં ત્યારે લગભગ બધી સીને તારિકાઓ જોવા મળતી, પણ, સોનાલીને Lux New Face Of The year તરીકેનો ફિલ્મફેર એવોર્ડ મળેલો.
એને most promising newcomer( ૧૯૯૪) નામનો સ્ટારસ્ક્રીન એવોર્ડ પણ મળેલો.
’નારાજ’ ફિલ્મ માટે એને જે ફિલ્મફેર એવોર્ડ મળેલો એ એવોર્ડ SENSATIONAL DEBUT નામનો એવોર્ડ હતો. સાચે જ, એની એન્ટ્રી ઝંઝાવાતી જ હતી!
પછી તો ‘બોમ્બે’ ફિલ્મમાં એનું ‘હમ્માં-હમ્માં’ગીત જાણે કે વાવાઝોડું સાબિત થયું!
૧૯૯૪ થી ૧૯૯૬…માત્ર બે વર્ષના સમય ગાળામાં તો ઈંગ્લીશ બાબુ, અપને દમ પર, સપૂત, રક્ષક અને દેસી મેમ જેવી ઘણી ફિલ્મોમાં એ જોવા મળી અને એ બધી ફિલ્મોમાં એના અભિનયની ભરપુર પ્રશંસા થઇ. ૧૯૯૭માં માઈકલ જેક્સન નું ભારત આગમન થયું ત્યારે પરંપરાગત મરાઠી સાડીમાં શોભતી ‘સેન્સેશનલ’ સોનાલીએ જેક્સનના ભાલે તિલક કરીને એનું સ્વાગત કરેલું ! EAST & WEST ના મધુર સંગમ સમી એ ક્ષણ આજે પણ મને બરાબર યાદ છે!
સોનાલીની ‘અંગારે’ અને ‘ઝખમ’ પણ મને ખુબ ગમેલી. એક ડાન્સર તરીકે પણ સોનાલી સ્પર્શી ગયેલી. ગદ્દર,લજ્જા અને બોમ્બેમાં એનું ડાન્સ પરફોર્મન્સ અદભુત રહ્યું. સોનાલી દવારા અભિનીત ‘ આપકી સોનિયા’ નામનું એનું એક નાટક પણ ખાસ્સું ચર્ચાસ્પદ રહ્યું. ‘૨૦૨૨માં લવ યુ હમેશાં’ માં પણ એ જોવા મળી.
સોનાલીની ટેલીવિઝન કેરિયર પણ શાનદાર રહી. આ ઉપરાંત ફિલ્મફેર એવોર્ડ ફંકશનમાં એક મોડરેટર /એન્કર તરીકે પણ એ પ્રસંશા પામી.સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં પણ એ જોવા મળી, તો ‘કલ હો ના હો’માં એ કેમિયો તરીકે પણ દિલ જીતી ગઈ! મરાઠી ફિલ્મોમાં પણ એના અભિનયની ભરપુર પ્રસંશા થયેલી જ.
સોનાલીએ નિવૃત્તિ કાળને પણ સર્જકતાનો સ્પર્શ આપીને એક કિતાબ લખી છે. Modern Gurukul : My experience with parenting નામની આ કિતાબ નવી માતાઓએ અને ભવિષ્યમાં બનનારી માતાઓએ ખાસ વાંચવી જોઈએ. અરે,પિતાઓએ પણ ખાસ વાંચવી જ જોઈએ .
ચારેક વર્ષના બ્રેક બાદ હવે ફરીથી સોનાલી જયારે સ્ક્રીન પ્રવેશ કરી ચુકી છે, ત્યારે એ એના પરિવાર સંગ સુખી રહે, સ્વસ્થ રહે એવી શુભકામનાઓ! Belated Happy birthday!
દોસ્તો, આજથી ત્રણ દાયકા પહેલા મને એક વર્કશોપમાંથી જડી ગયેલું એક બેહતરીન quote હું અવાર નવાર વાંચતો હોઉં છું.
સોનાલીના જીવન અને કેરિયર વિષે આજે વાંચી રહ્યો છું, ત્યારે મને આ વિધાન ખાસ યાદ આવે છે.
We cannot put off living until we are ready. The most salient characteristic of life is its coerciveness; it is always urgent, ‘here and now,’ without any possible postponement. Life is fired at point blank.
( Ortegay Gasset)
કામયાબી આપણા હાથમાં નથી, પણ પરિશ્રમ –મથામણ તો હાથવેત છે જ. નવવર્ષની શુભ કામનાઓ!
લેખક: દિલીપ એન મહેતા
More Stories
मोहाली में गिरी बहुमंजिला इमारत, 15 से ज्यादा लोगों के दबे होने की आशंका , बचाव कार्य जारी
43 साल बाद क्यों कुवैत दौरे पर गए प्रधानमंत्री मोदी?
दिल्ली चुनाव से पहले AAP को बड़ा झटका, LG ने केजरीवाल के साथ खेला खेल