CATEGORIES

February 2025
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
2425262728  
Thursday, February 27   2:38:27

Prince Harry: અકેલે હૈ તો ક્યા ગમ હૈ!

08-05-2023, Monday

Dilip Metha

વિશ્વભરના રાજકીય પ્રતિનીધીઓની ઉપસ્થિતિમાં લંડનમાં આયોજિત ચાર્લ્સ ( તૃતીય)ની તાજપોશીના ઐતિહાસિક સમારંભમાં ભવ્ય શોભાયાત્રામાં રથની પાછળ સપરિવાર જ્યેષ્ટ પુત્ર અને વારસદાર વિલિયમ, એનો નવ વર્ષનો પુત્ર પ્રિન્સ જ્યોર્જ હતો.
રાજાનો સૌથી નાનો પુત્ર ક્યાંય નજરે નહોતો પડતો! એમના પિતાજીના આ મહાન અવસરે પ્રિન્સ હેરી વેસ્ટ મીનીસ્ટર એબીમાં એકલો જ પહોંચ્યો અને એકલો-અટૂલો જ રહ્યો! અસંતુષ્ટ એવા આ સસેક્સના ડ્યુકને એના ભાઈની ‘રો’ પછીની બીજી બે ‘રો’ છોડીને બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલી. ‘શાહી ફરજો’માંથી હેરીએ મુક્તિ લીધા પછી તેમજ પોતાના બહુ ચર્ષિત પુસ્તક ‘spare’ દવારા શાહી મહેલના રહસ્યો પ્રગટ કરવાના ફળ રૂપે મળેલી આ પ્રકારની treatment/ hospitality કે કદર ગણી શકાય. ‘Spare’ પુસ્તકમાં પોતાના પિતા અને ભાઈ સહીત પરિવારજનો પ્રત્યે ફરિયાદના સુરો છેડવામાં એમણે કશું જ બાકી ન રાખ્યા પછી આ પ્રકારની ‘આગતા સ્વાગતા’ ત્યાં અપેક્ષિત જ હશે? ગમે તેમ,પણ, તાજપોશી સમારોહમાં બનેલી આ ઘટનાની સમગ્ર વિશ્વએ સખેદ નોંધ તો લીધી જ.
લંડનના લોકોને એવી આશા હતી કે તાજપોશીના પ્રસંગ નિમિત્તે બંને ભાઈઓ વચ્ચેની કડવાશ દૂર થશે, અને ‘ઘીના ઠામમાં ઘી’ પડી જશે, પરંતુ, આવું ન બન્યું. બંને ભાઈઓ એકબીજાનું અભિવાદન કરે એવું દ્રશ્ય પણ જોવા ન મળ્યું, ત્યારે વાતાવરણમાં નિરાશાનું એક નાનકડું પણ મોજું અવશ્ય જોવા –અનુભવવા મળ્યું.
હેરીની આ શાહી અને ઐતિહાસિક સમારંભમાં એની ઉપસ્થિતિ/ અનુપસ્થિતિ વિષેની અનેક અટકળો પછી ત્રણ સપ્તાહ પહેલા જ એવી જાહેરાત થયેલી કે હેરી એકલો જ આ સમારંભમાં હાજર રહેશે, અને એવું જ બન્યું.
ખેર, જે આર મોરીન્ગર ( GHOST WRITER)દવારા લિખિત, પેગ્વિન રેન્ડમ હાઉસ દવારા પ્રકાશિત,અને આશરે પંદર જેટલી ભાષામાં ભાષાંતરિત આ કિતાબ આ વર્ષે જ જાન્યુઆરીમાં પ્રકાશિત થયેલી છે. હેરી અને એની પત્ની મેઘન વિષે ઈંગ્લીશ ટેબ્લોઈડઝમાં પુષ્કળ લખાઈ ચુક્યું છે. આજે આટલા વર્ષે પણ ત્યાં રાજા અને રજવાડાને ત્યાંની લોકશાહીમાં જીવતા નાગરિકો એટલું જ માન -સન્માન આપે છે. આ એક અનોખી ઘટના છે.
આપણે ત્યાં તો વર્ષો પહેલા તત્કાલીન સરકારે રાજા –મહારાજાઓના સાલીયાણા બંધ કરી દીધેલા. સાંસદોના પગાર વધારા સામે કોઈ બોલતું નથી એ જુદી વાત છે!