19-03-2023, Sunday
બાવીસ વર્ષે થયેલા ગર્ભપાતથી હું તૂટી ચુકી હતી.
એક નારીની સ્મરણ કથામાં શું હોય ? બસ, થોડે આંસુ –થોડે ફુલ, થોડી ખુશિયાં-થોડે ગમ!
કોઈ કવિએ તો એક જ પંક્તિમાં નારીની પૂરી કહાની કહી દીધી છે: ‘અબલા તેરી યહી કહાની,
આંચલમેં દૂધ ઔર આંખોમે પાની
’તો ઋતુ મહેતા જેવી કવિયત્રીએ તો નારીને સ્વયંનીશોધ કરતાં કરતા એક નવી ઓળખ બનાવવાની હિમાયત કરી છે.
टूटती है, बिखरती है,
खुद को समेटती है,
अपने कल से लड़ती है,
अपने आज को संवारती है,
अपने अस्तितव की तलाश में,
तू निरंतर चलती जाती है,
तू माँ है, बहन है, पत्नी है,
बुआ है, मौसी है, भाभी है,
हर एक रिश्ते को निभाती जाती है,
फिर भी संघर्ष करती है,
स्वयं के तलाश में निकल जाती है,
नारी तेरी यही कहानी है,
अब अपनी एक नयी पहचान
तुझे बनानी है।
આ વર્ષે જાન્યુઆરીની સોળ તારીખે સરોગેટ પુત્રને જન્મ આપ્યા બાદ પેરીસ જયારે એમ બોલે કે “I’m more interested in babies than billions” ત્યારે જ એક ‘નવી ઓળખ’ની એની ઝંખના જણાઈ આવે છે.
માતૃત્વની અનુભૂતિ જ કદાચ એની પૂર્ણતાની અનુભૂતિ હશે.
જાણીતા ચોપનીયાઓ (Tabloids)ને આપેલ ઘણા બધા ઇન્ટરવ્યુઝ બાદ પેરીસ હવે પોતાની સ્મરણકથાનું પ્રકાશન કરી ચુકી છે.
છેલ્લા ત્રણેક મહિનામાં મેં બે ત્રણ સ્મરણ કથાઓ વાંચી, અને હાલ એલ કે અડવાણીની ૯૮૬ પાનની દળદાર સ્મરણ કથા My country My Life વાંચી રહ્યો છું.
સંઘર્ષ , સફળતા , અસફળતા, વેદના –સંવેદના , સાહસ અને સાર્થકતાથી રસપ્રચુર સ્મરણ કથાઓ મને ગમે છે. એમાં પ્રગટ થતું આત્મનિવેદન તો ક્યાંક આત્મરતીના અણસારા મને સ્પર્શે છે. પેરીસની સ્મરણ કથા વાંચવા હું ઉત્સાહી છું.
દેશના મધ્યમપરિવારના સંતાનોને પણ જે હોટેલનું નામ યાદ છે એવી હોટેલ હિલ્ટોનના માલિકના પરિવારની આ સંતાન પેરીસ વિષે લાંબુ લખવાનો કોઈ ઉપક્રમ નથી.
ચાલીસીને વટાવી ચુકેલી પેરિસે એના વેન્ચર કેપિટલીસ્ટ પતિ કાર્ટર રીમ સાથે સરોગેટ પુત્રને જન્મ આપ્યા બાદ એમની સાથે બનેલી કેટલીક ટ્રેજેડીઝની વાત પણ શેર કરી છે. વીસ વર્ષની વયે પેરીસ એના એક રીયાલીટી શોની લોકપ્રિયતાને લીધે સિધ્ધી-પ્રસિદ્ધિનાશિખરે હતી, અને તે સમય દરમ્યાન જ એ સગર્ભા બની. પેરીસ કહે છે કે “ નવેમ્બર ૨૦૦૩માં, અમે જયારે The Simple Lifeનું શુટિંગ પૂરું કર્યું અને એના પ્રીમિયર પહેલા જ, મને ખબર પડી કે હું પ્રેગ્નન્ટ છું, ત્યારે જ હું તૂટી ગયેલી.શ્રેષ્ઠ જિંદગીનો જાણે કે અંત આવી ગયો. મારે ગર્ભપાત કરવાની ફરજ પડી, જે આજીવન એક દુ:ખદ સ્મૃતિ બની ગઈ. જેણે સ્વયં આ વેદનાનો અને આ ઘટનાનો અનુભવ હશે એ જ સમજી શકે કે આ કેવી કઠીન બાબત છે” કોવીડ જયારે એની સર્વોચ્ચ સીમાએ હતો ત્યારે જ આ યુગલે IVFની પ્રોસેસ શરુ કરી દીધેલી.
પેરિસના સ્ટોકમાં ૨૦ જેટલા ભ્રુણ છે, જે બધા જ નર છે. આ યુગલ હવે ભાવિમાં પુત્રીની આશા રાખે છે. પુત્રનું નામ એમણે ફીનીક્સ રાખેલું છે. એના મધ્ય નામમાં એમના પિતાનું નામ રાખ્યું છે. પ્રસુતિ કાલ અને પ્રસુતિ બાદ પછી પણ અ યુગલે ખુબ ગુપ્તતા જાળવેલી. પેરીસ નવું નામ અને વાળ ધારણ કરેલીને હોસ્પીટલમાં પ્રવેશેલી. ખેદ પેરિસના માત-પિતાને પણ એકાદ સપ્તાહ પછી પુત્ર જન્મના સમાચાર આપવામાં આવેલા. સરોગેટ માતા બનવા પાછળના કારણોમાં જે અજ્ઞાત ભય હતો એ અંગે પણ પેરિસે એની કિતાબમાં ખુલીને વાત કરેલી છે. જિંદગીની આવી અનેક વિધ ઘટનાઓથી સભર આ સ્મરણ કથા હોંશે હોંશે વાંચનાર એક વર્ગ છે જ , એની પ્રકાશકોને ખબર જ હોય છે. આપણા ગુજરાતી ભાષી વાચકો , વિશેષતઃ યુવાનો પણ મારી જેમ આવી સ્મરણ કથાઓ વાંચતા જ રહે છે. અમેરિકન કે વિદેશી સેલીબ્રીટીઓના જીવન –કવન પ્રત્યેના અનુરાગનું કારણ કદાચ માર્કેટિંગ સ્ટ્રેટેજી પણ હોય , બાકી આપણે ત્યાં પણ ગુજરાતી સાહીત્યકારોની સ્મરણ કથાઓ સમયાંતરે પ્રકાશિત થતી જ રહે છે. અત્યારે કવિ –નિબંધકાર શ્રી અનીલ જોશીની સ્મરણકથા પણ વેચાઈ રહી છે. વર્ષા અડાલજાની સ્મરણકથા પણ વેચાઈ -વંચાય રહી છે. અલબત્ત, એ વાચકોની સંખ્યા ખુબ ઓછી હોવાની. તારક મહેતાની એકસન રિપ્લે મને ખુબ ગમેલી છે. ગુણવંત શાહની ‘જાત ભણીની જાત્રા’, વિનોદ ભટ્ટની ‘એવા રે એવા’ કે પછી મોરારજી દેસાઈનું “ મારું જીવન વૃતાંત’ પણ મને આજે પણ ગમે છે.મહાન ચિત્રકાર વાનગોગ ની ગુજરાતીમાં જીવન કથા ઉપલબ્ધ છે. અનુપમ ખેરની લાઈફ જર્ની પણ હવે હાથવગી છે. પેરીસ હિલ્ટન જેવી સેલીબ્રીટીઝ ને આપણે સ્ક્રીનના માધ્યમથી જ પરિચિત હોઈએ છીએ. મનુષ્ય તરીકેની એમની જિંદગીને વાંચવામાં સમજવામાં એક અનેરો આનંદ આવે છે. શશી દેશપાંડે , ઈન્દ્રા નુઈ, દીપ્તિ નવલ જેવી પ્રતિભાવંત ભારતીય મહિલાઓની સ્મરણ કથા કે જીવન કથા મને આકર્ષે છે. સમયાન્તરે વાંચતો રહું છું. કોઈની શૈલી, કોઈના પ્રસંગો તો કોઈનું સમગ્ર જીવન કંઇક એવું આપી જય છે જે આપણી સ્મરણકથાનો એક ભાગ બની જાય છે. બધી જ સ્મરણ કથાઓ કંઈ પ્રેરણાદાયક જ હોય એવું નથી. હું તો સહેતુ બહુ વાંચતો જ નથી , પરંતુ વાંચતા વાંચતા કંઈક એવું જડી જાય ત્યારે બત્રીસે કોઠે દીવા પ્રગટતા હોય એવું લાગે ! બસ, એ જ ક્ષણનો સાક્ષાત્કાર ! ક્યારેક કશું ન પામ્યા નો પણ આનંદ હોય છે ! હહાહા ! કાંતિ ભટ્ટ એટલું જ કહેતા “ બસ, વાંચતા રહ
More Stories
मोहाली में गिरी बहुमंजिला इमारत, 15 से ज्यादा लोगों के दबे होने की आशंका , बचाव कार्य जारी
43 साल बाद क्यों कुवैत दौरे पर गए प्रधानमंत्री मोदी?
दिल्ली चुनाव से पहले AAP को बड़ा झटका, LG ने केजरीवाल के साथ खेला खेल