CATEGORIES

December 2024
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
Sunday, December 22   6:49:53

ફરી એકવાર પાટીલોત્સવ: મહિલાઓની મહેંદીમાં ચંદ્ર સાથે હવે ચંદ્રકાંત !

19-03-2023, Sunday

સુરતની કેટલીક ઉત્સાહી અને જવાંદિલ માનુનીઓના હાથની મહેંદીમાં દ્રશ્યમાન ચંદ્રકાંત પાટીલ આજકાલ ચર્ચામાં છે.
ચંદ્રકાંત પાટીલનો ચંદ્ર હજુ ચૌદ કળાએ છે , અને મેં અગાઉ ઘોષણા કરેલી એ મુજબ જો ૨૦૨૪માં કેન્દ્રમાં પુનઃ ભાજપા પ્રસ્થાપિત થશે તો પછી તરત જ ગુજરાતના નાથ તરીકે ચંદ્રકાંત પાટીલ સોળે કળાએ ખીલશે. BEST OF LUCK, C K PATIL!
રાજ્યમાં અવાર નવાર ઉજવાતા પાટીલોત્સવ વિષે હું અગાઉ લખી ચુક્યો છું, એટલે વિશેષ તો શું લખવાનું?
ટીવી ધારાવાહિકના રામ,લક્ષ્મણ, જાનકીના કિરદાર ભજવનાર કલાકારોના ચરણો પર જ્યાં જલાભિષેક થતો હોય, મૂર્તિ પૂજક દેશમાં અમિતાભ બચ્ચન પણ પ્રતિમા રૂપે જ્યાં પ્રસ્થાપિત હોય ત્યાં મનના મહાનાયકને કોઈ મહેંદીમાં ચીતરાવે એમાં શી નવાઈ !
એક યુગ એ પણ હતો જયારે દેશમાં ‘India is Indira’ નો મંત્ર ગુંઝી રહ્યો હતો. પાકિસ્તાન સામેના વિજય બાદ તો શ્રીમતી ગાંધી લગભગ શક્તિસ્વરૂપા રૂપે પૂજાતા હતા , અને અટલબિહારી વાજપાઇ જેવા પ્રબુધ્ધ નેતાએ પણ એમને ‘દુર્ગા સ્વરૂપા’ કહીને કંઈ કેટલાની નારાજગી વહોરી લીધેલી.
‘ગધ્ધાપચીશી’માં કોણ ક્યારે આપણા હૃદયમાં સ્થાન ગ્રહણ કરી લે એની હૃદયને પણ ખબર નથી પડતી! ઇસમેં દિલકા ભી કોઈ કસુર નહિ હોતા!
આપણને મૂર્તિ વિના નથી ચાલતું. નાસ્તીકોનો પણ કોઈ ‘હીરો’ હોય છે!
ઘણા નાસ્તિકો અવાર નવાર બુધ્ધ, મહાવીર, અને લેનિન, થી લઈને ચાઇનીઝ મૂર્તિઓના નામ જપતા રહે છે, અને નાસ્તીક્તાની વકીલાત કરતા રહે છે.
આવા લોકોને નાસ્તિકતાનો વળગાડ હોય છે. મૂર્તિ પૂજનને obsession ગણવાવાળા લોકોને અજાણતા જ ‘નાસ્તિકતા’નો વળગાડ લાગી જાય છે. That’s also an obsession!
સોળ વર્ષની બાલી ઉમરે બાલીસ હોવું એ કદાચ PHYSICAL PHENOMENON પણ છે. કેટલાકની આ વય આજીવન લંબાય એ જુદી વાત છે! બાકી, કિશોર વયે રાજેશ ખન્ના અને રિશી કપૂરની ફિલ્મો જોયા બાદ અમે પણ બેલબોટમ ઉપર બંને બાજુ કટ વાળો શર્ટ ધારણ કરેલો.
રાજેશ ખન્ના બ્રાંડ હેરસ્ટાઈલ ધારણ કરીને એક વેકેશનમાં હું જયારે ઘરે પહોંચેલો ત્યારે બાપુજી એટલું જ બોલેલા “ અલ્યા , આ શું કર્યું ?”
બસ, મારા માટે આ એક વાક્ય પુરતું હતું. તરત જ અમારા ગામના વાળંદ નાનજીભાઈ પાસે જઈને ટૂંકા વાળ કરાવી દીધા !
અમારી પેઢીએ કાકાનું સુપર સ્ટારડમ પણ જોયું છે. કાકાની કાર પર લીપ્સ્ટીક થી કે ક્યારેક રક્ત બિંદુથી પ્રેમ પ્રતીકો દોરીને I love you લખનારી અસંખ્ય મહિલાઓ ત્યારે પણ હતી, અને આજે ચંદ્રકાંત પાટીલને મહેંદીમાં મુકનાર એ મહિલાઓની કદાચ ત્રીજી પેઢી છે.
પેઢીઓ બદલાય છે, PASSIONS તો એની એ જ રહે છે.
માણસને કોઈને ચાહ્યા વિના નથી ચાલતું. હકીકત તો એ છે કે કોઈને ચાહીને માણસ પોતે ચહાવા ઈચ્છતો હોય છે.
કોઈની ‘ગૂડબુક’ માં નામ જોવા માટેની ફિરાકમાં ફરતો માણસ ક્યારેક સ્વપ્ન ભંગ થાય ત્યારે એની દશા અને દિશા બદલાય જાય છે, પણ થોડાક જ સમયમાં મનુષ્યનું હૃદય ફરી ક્યાંક કોઈને શરણે પહોંચી જાય છે. ‘દિલ તો પાગલ હૈ’ એની બધાને ખબર છે , પણ છતાં ‘હૃદયભંગ’ની હૃદયને ટેવ પડી જાય છે. આપણા હૃદયની અને જીવનની કદાચ આજ નિયતિ છે.
આપણે મનુષ્યત્વમાં ઈશ્વરત્વ, દિવ્યત્વ શોધીએ, એ તો સારું જ છે, પરંતુ મનુષ્ય આખરે તો મનુષ્ય છે , એ વાત કેમ ભૂલી જઈએ છીએ ? અસ્તુ.