CATEGORIES

February 2025
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
2425262728  
Sunday, February 23   1:58:29

સૌથી વિશેષ શક્તિશાળી ભારતીયો (૨૦૨૩)

06-04-2023, Thursday

લેખક: દિલીપ એન મહેતા

ઇન્ડિયન એક્સપ્રેસ દવારા પ્રતિવર્ષ પ્રકાશિત Most Powerful Indiansની યાદી વિષે હું બહુ જ સંક્ષિપ્તમાં અહીં વાત કરતો હોઉં છું. એનું એક કારણ એ કે આ યાદીમાં સમાવિષ્ટ દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિઓની યાદીના ક્રમાંકમાં પરિવર્તન થતું રહે છે.ઇન્ડિયન એક્સપ્રેસના નિર્ણાયકોએ નિશ્ચિત કરેલા માપદંડો મુજબ જે તે વ્યક્તિની રેન્ક બદલાતી રહે છે, પરંતુ મહદ્દઅંશે વ્યક્તિઓતો એના એ જ હોય છે.

બદલાતી રહે છે, પરંતુ મહદ્દઅંશે વ્યક્તિઓતો એના એ જ હોય છે.


હા, આ વર્ષે મને આ યાદીમાં થોડાક નવા નામો જોવા મળ્યા. દેશના સૌથી શક્તિશાળી લોકોમાં રાજકારણીઓ, કેન્દ્રિય મંત્રીશ્રીઓ, ઉદ્યોગપતિઓ, સીનેમાં વિશ્વની હસ્તીઓનો સવિશેષ સમાવેશ જોવા મળે છે. બાકીના એકાદ ડઝન પાવરફુલ લોકોમાં સરકારના વિવિધ મંત્રાલયો સંભાળતા બ્યુરોક્રેટ્સના નામો હોય છે.


દેશના ન્યાયતંત્રના કેટલાક પાવરફુલ વ્યક્તિઓ પણ આ યાદીમાં જોવા મળે છે, જેમ કે ચીફ જસ્ટીસ ડી વાય ચંદ્રચુડ આ યાદીમાં ચોથા ક્રમે જોવા મળે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ અ વર્ષે દસમાં ક્રમે છે.


૧૫માં ક્રમાંકે રાહુલ ગાંધી છે. ૧૩૬ દિવસની એમની ભારત જોડો યાત્રાની એમની પાર્ટી પર અને દેશના માનસ પર ઘણી સારી અસર પડી છે.આ યાદી સમયે કદાચ એમને જે ન્યાયિક સજા મળી એ ઘટના નહોતી બની.

એન્ફોર્સમેન્ટ ડીરેક્ટર (ED) સંજય કુમાર મિશ્ર ( ૬૨) આ યાદીમાં ૧૮માં ક્રમાંકે છે. હવે તો દેશના નાગરિકો આ અધિકારીને સુપેરે પિછાણે છે!
બાવન વર્ષીય અશ્વિની વૈષ્ણવ હાલ કેન્દ્રીય રેલ્વે અને ટેલીકોમ્યુનીકેશન વિભાગના મંત્રી છે. દેશના ૧૨૦૦ થી વધારે રેલ્વે સ્ટેશનોનો જીર્ણોદ્ધાર અને વંદે ભારત યોજના સહીત અને પડકાર જનક બાબતોને આ મંત્રીએ અદભુત રીતે ન્યાય આપ્યો છે. દેશમાં 5G ના પ્રારંભ બાબતે પણ એમની મહેનતની સૌએ નોંધ લીધેલી છે. ઓગષ્ટ ૨૦૨૪ સુધીમાં ૭૫ જેટલી વંદે ભારત સેવા કરવાનો એમનો મનોરથ છે. માર્ચ ૨૦૨૪ સુધીમાં તેઓ રેલવેને ફાળવેલ ૨.૬ લાખ કરોડનું બજેટ નિભાવશે.


રીઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ ૨૧ માં ક્રમે છે. જમ્મુ –કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અનેક પડકારો સાથે કાશ્મીર વેલીમાં વિકાસના કામો કરી રહ્યા છે, એની સાદર નોંધ લેવામાં આવી છે. કાશ્મીરમાં હવે મુક્ત અને યોગ્ય ચુંટણી યોજવાનું મહાન કાર્ય પણ એમના શિરે છે. તેઓ ૨૪ માં ક્રમાંકે છે.


ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ૨૩મ ક્રમાંકે છે. આરોગ્ય મંત્રી મનસુખભાઈ ૨૭ માં ક્રમાંકે છે. સોનિયા ગાંધી ૩૦ માં સ્થાને છે. ઉદય કોટક ૩૧ અને ગૌતમ અદાણી ૩૩ માં ક્રમાંકે છે. સ્મૃતિ ઈરાની ૩૭ અને દેવેન્દ્ર ફડન્વીશ ૩૯ માં સ્થાને છે. ચંદ્રકાંત પાટીલ ૪૬ માં ક્રમાંકે છે. નીતા અંબાણી ૪૮ માં ક્રમે છે. અને હા , ૩૪ વર્ષના યુવાન જય શાહ ૪૭ માં ક્રમે છે.


શાહરૂખ ખાન ૫૦ માં સ્થાને છે. અને એના પછી તરત જ ૫૧માં ક્રમે આપણા ભુપેન્દ્ર પટેલ આવે છે.


ઉર્દુ શાયરીઓના શોખીન સોલીસીટર જનરલ ઓફ ઇન્ડિયા તુષારભાઈ મહેતા ૫૪ માં ક્રમાંકે આવે છે. તુષાર ભાઈ સાથે મારે પણ થોડીક શાયરીઓની આપલે થયેલી એ યાદ આવ્યું. સુપ્રીમ કોર્ટના જજ બીવી નાગરત્ના મેડમ ૫૬ માં ક્રમે છે. પ્રિયંકા ગાંધી ૬૫માં સ્થાને છે. અઝીમ પ્રેમજી ૬૯માં સ્થાને છે.


અમદાવાદના જાણીતા આર્કીટેક અને ઉદ્યોગપતિ બિમલ પટેલ હવે તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઉભરતું નામ છે. મુંબઈ પોર્ટ અને એની સાથે જ સોમનાથ મંદિરના મહા પ્રકલ્પ સાથે પુણેરીવર ફ્રન્ટ નો પ્રોજેક્ટ પણ એ સંભાળે છે. સાબરમતી આશ્રમના પુનઃ નિર્માણમાં પણ એમની જ કંપની હાલ કાર્યરત છે. ૫૮ વર્ષીય રાજીવ ચંદ્રશેખર ઈલેક્ટ્રોનિક અને ઇન્ફર્મેશન ટેકનોલજીનો હવાલો સંભાળે છે. રાજીવે એની ઓફિસમાં એક ડીજીટલ કલોક રાખેલી છે જે એવું દર્શાવે છે કે એની જે વર્તમાન ટર્મ છે એના કેટલા દિવસો બાકી છે. એનાથી એને ખબર પડે કે એને જે ટાર્ગેટ હાંસલ કરવાનું છે એ કઈ રીતે આ સમય દરમ્યાન સિદ્ધ થઇ શકે.


પ્રિન્સીપાલ સેક્રેટરી પી કે મિશ્રા ૭૩માં સ્થાને છે. ગુજરાતના ભૂકંપ સમયે એમણે જે કાર્ય દક્ષતા બતાવી એ જ વર્ષથી તેઓ મોદી સાહેબની મીઠી નજરમાં હતા. શશી થુરુર કદાચ નવા છે. એમને કોઈ રેન્ક નથી મળી , પરંતુ એનું સ્થાન આ યાદીમાં ૭૮ માં ક્રમે છે. અમિતાભ બચ્ચન છેક ૮૭માં ક્રમાંકે છે અને એની રેન્કપણ નથી લખી .


બસ , છેલ્લે , દીપિકા પદુકોણે( new) ૯૭, આલિયા ભટ્ટ ૯૯, રણવીર સિંઘ(new) ૧૦૦ માં ક્રમાંકે છે. આલિયા ની રેન્ક ૨૨.૯૭ છે. ક્રિકેટર રોહિત શર્મા ૮૩માં સ્થાને છે અને એની રેન્ક 22.69 છે.


આ યાદીમાં ખેલ જગતની હસ્તીઓ બહુ જ ઓછી છે. મને તો રોહિત શર્માનું જ નામ દેખાયું. દેશની પ્રથમ ૧૦૦ શક્તિશાળી વ્યક્તિઓમાં મહિલાઓ માંડ અડધો ડઝન જોવા મળી છે. આવું કેમ હશે ?

આ યાદીમાં મને જે મને ખુબ રસપ્રદ લાગે છે,એ બાબત એ જ કે તેઓનો નિત્યક્રમ , શોખ , વિશેષતા. એ બધું વાંચવાની મજા પડે છે. એ વિષય પર એક બીજી પોસ્ટ લખવી પડે તેમ છે. બાકી , અહી લિંકઆપું છું . રસ પડે તો જોઈ લેવી .