CATEGORIES

February 2025
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
2425262728  
Sunday, February 23   9:06:43

મ્યાનમારમાં પ્રદર્શનકારીઓએ કર્ફ્યું ની પરવા ન કરતા સૌથી વધુ લોકો જે પોલીસે ગિરફ્તાર કર્યા

10 Feb. Myanmar: મ્યાનમારમાં સત્તાપલટા પછી આજે દસમા દિવસે પણ સેનાનો કહેર લોકો પર ચાલુ રહ્યો. આજે પ્રદર્શનકારીઓએ કર્ફ્યું ની પરવા ન કરતા સૌથી વધુ લોકો જે પોલીસે ગિરફ્તાર કર્યા છે.

1 ફેબ્રુઆરી ૨૦૨૧ ના દિવસે મ્યાનમારની સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ ચી ની સાથે દેશના બધા જ ઉચ્ચસ્તરીય નેતાઓને ગિરફ્તાર કરી, મ્યાનમારની સેનાના સર્વોચ્ચ અધિકારી હ્યાંગે સત્તા પલટો કરી, દેશમાં સેના નું રાજ્ય સ્થાપિત કર્યું હતું. ત્યારથી દેશના લોકોમાં ભારે રોષ છે. તેઓ નિયમિત રૂપે સેનાની સત્તાનો વિરોધ કરી રહ્યા છે. આજ મ્યાનમારમાં કરફયૂ તોડીને લોકો રસ્તા પર ઉતરી પડયા. સરકાર ના આંદોલનને કચડવા પ્રયત્ન કરતા પોલીસે દંગા નિયંત્રણ હથિયારોનો ઉપયોગ કરી, લોકો ને કાબુ કરવા ની કોશિશ કરી હતી .અને રબરની ગોળીઓથી ફાયરિંગ કર્યું હતું .આ દરમિયાન કેટલાય લોકો ઘાયલ થયા હતા ,અને સો વધુ પ્રદર્શનકારીઓને ગિરફ્તાર કરવામાં આવ્યા છે. મ્યાનમારના બીજા મોટા શહેર માંડલે ના મેયર યૂ યેવિન ને પણ ગિરફતાર કરવામાં આવ્યા છે. યંગુન શહેરમાં પણ કર્ફ્યું નું ઉલ્લંઘન કરતાં પ્રદર્શનકારિયો માં સખત રોષ હતો.