21 Feb Tuesday 2023
મોર્ડન મમ્મીનો ભારે ત્રાસ છે
રહેવાનુ રાખ્યું છે અહિયાં ગુજરાતમાં ને લેવાતા ઇંગ્લિશમાં શ્વાસ છે
મોર્ડન મમ્મીનો ભારે ત્રાસ છે
વેકઅપ,ક્વીક,ફાસ્ટ ચલો ઝટ્ટ કરો બ્રશ એન્ડ ઈટ ધીસ પોટેટો ચિપ્સ
ઑલરેડી ઑનલાઇન ક્લાસ ઈઝ સ્ટાર્ટ કેમ ભૂલી જાય રોજ મારી ટિપ્સ ?
દાદીમા બોલ્યા કે ધીમે જરાક્,ત્યાં તો મમ્મી ક્યે નોટિ,બદમાશ છે
મોર્ડન મમ્મીનો ભારે ત્રાસ છે
સાયન્સ કે મેથ્સમાં કે ઇંગ્લિશ કે ગમ્મે ત્યાં માર્કસ એક ઓછો ના ચાલે
મોર્ડન મમ્મીઓ તો જીનીયસ બનાવવાના સપનામાં રાત દિવસ મ્હાલે
લેફ્ટ રાઇટ લેવાતા બાળકને’ય લાગે કે ચોવીસ કલ્લાક એના ક્લાસ છે
મોર્ડન મમ્મીનો ભારે ત્રાસ છે
નાનકડું પંખી પણ પોતાની પાંખોથી રાખે છે ઉડવાની આશા
બાળકને’ય થાય કેમ બોલી શકાય નહીં દાદા ને દાદીની ભાષા ?
મા કરતાં મામીની બોલબાલા હોય એવા પીંજરામાં આખ્ખું આકાશ છે
મોર્ડન મમ્મીનો ભારે ત્રાસ છે
કૃષ્ણ દવે
તા-૯-૨-૨૦૨૧
( જલ્દી જલ્દી મિલ્ક ડ્રીંક કરી લે નો ત્રાસ છે)
More Stories
बारिश होने पर इस फूल की पंखुड़ियां हो जाती हैं Transparent
ટ્વિન્કલ ખન્ના : હજુ તો ઘણું બધું શીખવાનું છે.
Gold Silver Price Hike: सोने-चांदी की कीमतों में उछाल, सोना पहली बार 80 हजार के पार