CATEGORIES

June 29, 2024
gujarati feature

ઈષ્ટદેવની મેરેજ એનીવર્સરીના વણજોયા મુહૂર્તે આહીર સમાજની સામૂહિક લગ્નની પ્રથા

ડિજિટલ યુગમાં દ્વાપર યુગની પરંપરા સાચવતા હોય એમ સાંતલપુર અને કચ્છ રણના છેવાડાના ચોરાડ, વાગડ અને ખડીર પંથકમાં આહીર સમાજના 48 ગામોમાં વર્ષોની પરંપરા મુજબ ગઈકાલે મંગળવારે વૈશાખ સુદ તેરસના દિવસે એક જ દિવસે એક સાથે કૃષ્ણકુળની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા રીત રિવાજો મુજબ 600 થી વધુ લગ્નોના ઢોલ ઢબુક્યા હતા.

આ વિસ્તારમાં વસતા #આહીર સમાજના ઇષ્ટદેવ શ્રી કૃષ્ણના વૈશાખ સુદ તેરસના દિવસે દ્વારકામાં રુક્મિણી સાથે સાત્વિક લગ્ન યોજાયા હતા. તે જ પરંપરા મુજબ આહિર સમાજ દ્વારા કૃષ્ણ ભગવાનના લગ્ન જે દિવસે, જે પહેરવેશમાં અને માહોલમા થયા હતા એજ દિવસે એજ સાત્વિકતા અને ભાતીગળ સંસ્કૃતિ સાથે લગ્ન કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ છે.

આ પણ વાંચો –  તાજેતરમાં પૂર્ણ થયેલા કાન્સ ફેસ્ટિવલમાં અભિનેત્રી કાની કુસૃતીએ આકર્ષણ જમાવ્યું

જેટલી જૂની આ લગ્નની પરંપરા છે તેથી વિશેષ આ લગ્નની અનોખી રીત રસમો છે.જેમાં સાંજે 5:00 વાગે ગામની તમામ જાન ગામના ગોંદરે એકથી થાય છે અને ત્યાંથી સાથે જ પરણવા માટે પ્રસ્થાન કરે છે. સાંજે સાસરે પહોંચી, રોકાણ કરી રાત્રે લગ્નના ચાર ફેરા ફરી વહેલી સવારે કન્યાની વિદાય થાય છે.