બ્રિટીશ ડીઝાઈનરે 93વર્ષ ની વયે લીધો અંતિમ શ્વાસ
14-04-2023, Friday
ફેશન આઇકન ડેમ મેરી કવાંટ નું ૯૩ વર્ષની વયે નિધન થયું છે.
ડેમ મેરી કવાંટ , 60 ના દસક માં એક ડ્રેસ સેટિંગ ડીઝાઈનર હતી અને મીની સ્કર્ટ અને હોટ પેન્ટ જેવા ડ્રેસ ના આવિષ્કાર માટે વિશ્વ વિખ્યાત હતી. એમના દેહ વિલયથી જાણે કે યુગ નો અંત આવ્યો છે.
લંડનમાં જન્મેલી ડેમ મેરી કવાંટ ફેશનની દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત શખ્સીયતોમાની એક હતી .
૧૯૫૦માં ડેમ મેરીએ ગોલ્ડસ્મિથ કોલેજમાં થી illustrationનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ એણે ફેશન ડીઝાઈનીંગ તરફ એની કારકિર્દીને વળાંક આપ્યો. 1955 માં મેરીએ લંડનમાં કિંગ રોડ પર પોતાની શોપ ખોલી.
સામાન્ય રીતે દુનિયાની સુવિખ્યાત ફેશન ડીઝાઈનો પેરીસના મહાન ફેશન આઇકોન દવારા બનીને પછી દુનિયાના દેશોમાં લોકપ્રિય બનતી હોય છે, પરંતુ મેરી કવાન્તાં એ ડીઝાઈન કરેલ મીની સ્કર્ટ અને હોટપેન્ટ લંડનની શેરી માંથી સર્જિત ફેશન ડીઝાઇન હતી જે ફેશન વર્લ્ડમાં અમર બની ગઈ !
બાર્બરા મેરી ક્વેન્ટનો જન્મ ૧૧ ફેબ્રુઆરી,૧૯૩૦ના રોજ લંડનમાં થયો હતો . એમના મત પિતા વેલ્સમાં શિક્ષક હતા . મેરી ફેશન ડીઝાઇનનું શિક્ષણ મેળવવા અને આર્ટ માં ડીગ્રી મેળવવા ઈચ્છતી હતી. ત્યાં એનો પ્લન્કેટગ્રીન સાથે મુલાકાત થઇ અને પછી૧૯૫૭માં બંને પરણી ગયા .
મેરીને જે કાપડનો પીસ જોતો હતો એ એને બઝાર માંથી ન મળ્યો , એટલે એણે લક્ઝરી ડીપાર્ટમેન્ટ ના રીટેલસ્ટોર માંથી ફેબ્રિક ખરીદીને એના બેડ રૂમમાં જ સીવ્યો . બસ, એ બાટીક પછી ‘હીટ’ સાબિત થયો. મેરીએ પછી જાઝ પાર્ટીઓમાં અને બહાર ફરવા જતી વેળા એ પહેરવાનું શરુ કર્યું.
એક દસકમાં એ પછી તો મેરી ગ્લોબલ બ્રાંડ બની ગઈ ! એને લાયસન્સ પણ મળી ગયું અને પછી એની બ્રાંડના નામે અનેક ફેશનેબલ આઈટમ્સ ધડાધડ વેચાવા લાગી ! થોડાક વર્ષોમાં એનું એક્ષ્પોર્ટ માર્કેટ ૨૦ મિલિયનનો આંક વટાવી ગયું . આવી અસાધારણ ઉપલબ્ધી બદલ એને બ્રિટીશ સરકારે officer of the order of the British Empire નો ઈલ્કાબ પણ આપ્યો . મેરીને વિશ્વ વ્યાપી અનેક ઉચ્ચ સન્માન મળ્યા. મેરી કવાંટ ના નામના બાટીક સ્ટોર પછી તો અમેરિકાના મેટ્રો માં ઉભા થાવ લાગ્યા ! પુરુષો માટેના અને સ્ત્રીઓ માટેના મેક અપ , લીન્ગરીઝ , શુઝ , ફર્સ અને ઘણું બધું એના નામે વેચાવા લાગ્યું !
1970માં તો મેરી કવાંટ બ્રાન્ડની બેડ શીટસ, સ્ટેશનરી, પેઈન્ટ , હાઉસ વેર્સ,અને મેરી કવાંટ ના નામના ઢીંગલા –ઢીંગલીઓ પણ માર્કેટમાં દેખાવા લાગી ! DAISY લોગો બનાવીને મેરીએ બસ બ્રાન્ડને એનકેશ કરવામાં પાછું વાળીને ન જોયું.
2009માં રોયલ મેઈલ દવારા મેરી કવાંટની પોસ્ટલ ટીકીટ બહાર પાડવામાં આવી અને અ રીતે એ સન્માનિત થઇ. 2015માં એને DAME ( રાણી/ બેગમ)નું બિરુદ મળ્યું.
પરંતુ, શું મેરી ક્વાંતે જ મીની સ્કર્ટ ની શોધ કરેલી ? મીની સ્કર્ટ ની શોધનો દાવો તો ફ્રેંચ ડીઝાઈનર આન્દ્રે કોરેજીઝ દ્વારા પણ કરવામાં આવેલો અને એ વાત પણ એટલી જ સાચી છે કે સાઠના દસકના પ્રારંભમાં જ એમણે ટૂંકા સ્કર્ટ સીવવાની શરૂઆત કરી દીધેલી, તેમ છતાં ફેશન ઈતિહાસ કાર વેલેરી સ્ટીલ ના સંશોધન મુજબ ૧૯૫૫ માં બીજા વિશ્વ યુધ્ધપછી જેવા બઝારો ખુલવા લાગ્યા કે મેરી કવાંટ અને એના સાથીઓએ મીની સ્કર્ટ બનાવવાની શરૂઆત કરી દીધેલી. એના કસ્ટમર ની માંગ મુજબ તે ખુબ જ ટૂંકા સ્કર્ટ સીવવા લાગેલી. ૧૯૫૫ થી ૧૯૬૦ના આ ગાળામાં આ બંને ડિઝાઈનરો ની મીની સ્કર્ટ સીવવાની શરુઆતમાં માંડ એકાદ બે વર્ષ આગળ પાછળ નો તફાવત જોવા મળે છે , પરંતુ મીની સ્કર્ટ ની મધર તો મેરી જ ગણાય છે.
અમદાવાદ ના કોલેજ કાળ દરમ્યાન હું આમ તો વોલીબોલ જ રમ્યો , પરંતુ , હોકીની મહિલા ખેલાડીઓ જોડે મારી મૈત્રી હતી અને એ સમયે આ હોકી ખેલતી છોકરીઓ મીની સ્કર્ટ જ પહેરતી. કોલેજમાં પણ કોઈ કોઈ વાર કેટલીક છોકરીઓ જયારે મીની સ્કર્ટ પહેરીને આવતી ત્યારે એ ચર્ચાસ્પદ ઘટના બની રહેતી. સાનિયા જેવી ઇન્ટર નેશનલ ખેલાડીને પણ મીની સ્કર્ટ બાબતે એમના ધાર્મિક વડાઓની નારાજગી વહોરવાનો વારો આવેલો. આપણા દેશમાં મીની સ્કર્ટ બાબતે હર હંમેશ બબાલ જોવા મળી છે. કોઈ જગ્યાએ મીની સ્કર્ટ પ્રતિબંધિત કરવામાં આવ્યા તો પુરુષોએ મીની સ્કર્ટ પહેરીને એનો વિરોધ દર્શાવ્યો છે. ૨૦૧૪માં એક મહિલાની જાહેરમાં મજાક ઉડાવવા બદલ ઝીમ્બાવેના હરારે શહેરમાં મીની સ્કર્ટ પહેરીને મહિલાઓએ માર્ચ પાસ્ટ કરીને પ્રોટેસ્ટ દર્શાવેલો. કેટલીક વાર કોઈ સ્કુલોમાં પણ મીની સ્કર્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવેલો છે. યુગાન્ડા –ઇન્ડોનેશિયા જેવા ઘણા દેશોમાં મીની સ્કર્ટ પર પ્રતિબંધ લાદવામાં આવેલ છે. ગમે તેમ , પણ મેરીને આજે સમગ્ર વિશ્વ માંથી શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. મીની સ્કર્ટની આ માતાને શ્રધ્ધા સુમન !
More Stories
World Peace and Understanding Day 2024: वैश्विक तनाव के बीच जानें क्या महत्व रखता है यह दिन
डॉक्टर मुझे पता है तुम हो।
संगीत के सात सुर,भारतीय वेदों की देन