CATEGORIES

October 2024
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
Thursday, October 31   5:31:33

LEISURE: …..અને ફરી એક વાર બિકીની!

11 March 2023, Saturday

લેખક : દિલીપ એન મહેતા

માલદીવ્ઝમાં વેકેશન માણી રહેલી ૨૩ વર્ષીય શાન્યાકપૂરની INSTAGRAM તસ્વીરોએ ફરી એક વાર મને ‘ફ્લેશબેક’માં ધકેલી દીધો છે!
સીનેતારિકા શર્મિલા ટાગોરની બીકીની ધારણ કરેલી તસ્વીરને આજે ચાર ચાર દાયકાઓ પસાર થઇ ગયા છે, અને છતાં પણ આપણું ભારતીય માનસ મહિલાઓના સ્વીમ શૂટ અંગે કેમ હજુ રૂઢીચુસ્ત ( ORTHODOX)લાગે છે.
શર્મિલાએ જયારે ફિલ્મ ફેર મેગેઝીનના કવરપેજ માટે બીકીની પસંદ કરેલી, ત્યારે શું બનેલું ?
એક પોર્ટલને મુલાકાત આપતી વેળા શર્મિલાએ કહેલું કે “મારી જિંદગી અને પસંદગી હંમેશા બિન પરંપરગત (unconventional)રહી છે.જેમકે ૧૯૬૬માં મેં મેં ફિલ્મફેર સાથે કરેલું બીકીની શુટ. શર્મીલાનું કહેવું છે કે લોકો હજુ પણ એ મને ભૂલવા દેતા નથી. હે ભગવાન ! ત્યારે આપણો સમાજ કેટલો રૂઢીચુસ્ત હતો! ખબર નહિ મેં આવું શૂટ કેમ કર્યું હતું!
બસ, લગ્ન પહેલા જ મેં એ કરેલું. મને યાદ છે કે મેં જયારેફોટોગ્રાફરને ટુ-પીસ બીકીની બતાવી ત્યારે એણે મને પૂછેલું કે ‘ તમે આ માટે ચોક્કસ છો ?’ કેટલાક શોટસ લેતી વખતે એણે મને બોડી કવર કરવાની પણ સુચના આપી. મારા કરતા પણ એને વધુ ચિંતા હતી, મને એવું કરવામાં કોઈ વાંધો નહોતો. જયારે લોકો એ કવર પર સ્ટ્રોંગ પ્રતિભાવ આપવા લાગ્યા ત્યારે હું જરાક આશ્ચર્ય પામી ગઈ. હું મનોમન ગૂંચવાઈ ગઈ કે લોકોને એ શા માટે ન ગમ્યું. મને એવું લાગેલું કે હું સરસ દેખાતી હતી. કોઈકે એવું પણ કહ્યું કે મેં જાણી-જોઇને (deliberately)લોકોનું ધ્યાન આકર્ષિત કરવા આવું કરેલું. કોઈકે એને ચાલાકી યુક્ત વિચિત્રતા કહી. કદાચ , મારામાં એક પ્રદર્શનકાર છુપાયેલો હતો , કારણકે હું યુવાન હતી અને કંઈક અલગ કરવા માંગતી હતી”.
મને પણ એક પ્રસંગ યાદ આવે છે.1976 માં જુનાગઢ ભણવા જવાનું થયું , અને થોડાક જ વખતમાં અમે શ્રી રામ ટેકરી ( મહંત રામ લખનદાસજીનો આશ્રમ)ના વિદ્યાર્થી ગૃહમાં રહેતા હતા, ત્યાં મિત્રો શ્રી ભીખુભાઈ પામ્ભર અને નાથાભાઈ મોરી, પરેશ જોશીના નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાવાનું બન્યું. ખાખી ચડ્ડી જિંદગીનો એક હિસ્સો બની ગઈ.
સંઘની જે ચડ્ડી હતી તે ગોઠણ સુધીની હતી, પરંતુ મેં ઘરમાં પહેરવા માટે ખાખી કાપડ લઈને જરાક ટૂંકી એટલે કે ગોઠણથી સહેજ ઉંચી ચડ્ડી સિવડાવેલી. એ ચડ્ડી ઘરમાં પહેરવા માટે જ રાખેલી. વેકેશનમાં ઘરે એક વાર મેં ધારણ કરી, ત્યારે મારા પિતાજી તો કશું ન બોલ્યા પણ મારી બા એ કહ્યું ,”બેટા, આ સારી નથી લાગતી, કાઢી નાખ અને લેંઘો પહેરી લે. કોઈ જોવે તો ખરાબ લાગે” બાની આજ્ઞા માનીને મેં એ ચડ્ડીને ટ્રંકમાં મૂકી દીધેલી !
કટ ટુ- 2005માં પત્ની અને પાંચ-છ વર્ષના પુત્ર દ્રુપદ સાથે પોંડીચેરી જવાનું બન્યું, ત્યારે વડોદરાથી જ પત્ની માટે એક ટીશર્ટ અને શોર્ટ લઇ લીધેલા. કન્યા કુમારીના દરિયા કિનારે એ ધારણ કરતી વખતે પત્નીનું મન સંકોચાતું હતું , પરંતુ મેં આગ્રહ કરીને પહેરવા કહ્યું , અને સાતસો રૂપિયાની કિંમતના કોડાક કેમેરાથી મેં તસ્વીરો લીધી! Orthodoxy સામે કદાચ મારો એ પ્રથમ silent protest હતો !!!!!
૨૦૧૮ -૨૦૧૯માં ઓસ્ટ્રેલીયા અને થાઇલેન્ડની લાંબી યાત્રા બાદ મારા sub conscious માનસમાં પડેલી કેટલાક પૂર્વગ્રહો દૂર થઇ ગયા હોય એવું લાગે છે. આ એક પ્રલંબ પ્રક્રિયા છે, પણ,હવે મારે, તમારે , સૌએ દૃષ્ટિ બદલવી પડશે. સાલ્લું, 21મી સદી પણ શ્યામા કપૂરની જેમ ૨૩ વર્ષની જુવાન જોધ થઇ ગઈ ! આપણે વસ્ત્રને એક વસ્ત્ર તરીકે જોવાની દ્રષ્ટિ ક્યારે પ્રાપ્ત કરીશું?
પ્રત્યેક યુવા પેઢી બિન પરંપરાગત જ હોવાની. રૂઢીચુસ્ત બનવાનું નવી પેઢીને બિલકુલ ફાવે તેમ નથી. ઘરમાં ટૂંકી ચડી ધારણ કરેલી પુત્રીઓ /પૌત્રીઓને નિહાળીને આજે પણ ઘણા વડીલોના ભ્રમ્મર ખેંચાઈ જાય છે, પરંતુ તેઓ ઝમાના આગળ લાચાર હોય એવું લાગે છે! છોકરાઓ જીમના ફોટા અપલોડ કરે તો કોઈને વાંધો નથી,પરંતુ, બીકીની ભૂલી જાઓ, અરે, ટૂંકી ચડીવાળા ફોટાઓ જો ભૂલે ચુકે પણ સોશિયલ મીડિયા પર જુએ તો એ છોકરીનું આવી બન્યું ! ચાલીસ ચાલીસ વર્ષ બાદ પણ હજુ આપણે પુત્ર અને પુત્રી માટે બે કાટલાં રાખીએ છીએ.
પરંતુ, શાન્યા કપૂરની જેમ હવે છોકરીઓ કોઈને ગાંઠે તેમ નથી. પરિવર્તનનો પવન બરાબરનો ફૂંકાયો છે.પરંપરાના નામે કે સંસ્કૃતિના નામે મહિલાઓની સ્વતંત્રતા પર કોઈ તરાપ મારે એ હવે શક્ય નથી જ.
તાલીબાનો સામે પણ જો મહિલાઓ ‘પ્રોટેસ્ટ’ કરી શકતી હોય તો પછી દેશ અને દુનિયાની નારીશક્તિને કોણ રોકી શકવાનું ?
એક ને એક દિવસ તો રૂઢી ચુસ્ત સમાજે મહિલાઓ સામે ઝૂકવું જ પડશે. અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે દેશ અને દુનિયાની મહિલોએ જે રીતે હજારો માથા વધેરી દીધા છે, એના પરિણામ હવે ધીરે ધીરે સપાટી પર આવી રહ્યા છે.
પાકિસ્તાન કે ઈરાન જેવા દેશોની મહિલાઓ દ્વારા જોવા મળતો Skin show જોઇને કવિ અજ્ઞેયજીની કાવ્ય પંક્તિ યાદ આવે કે
“મેરા વિદ્રોહ ગલત હો શકતા હૈ , લેકિન મેરી પીડા સચ્ચી હૈ”