04-01-2023, Wednesday
From modest Amby to Flashy Lamborghini : ડ્રાઇવિંગ સીટ પર યંગ ઈન્ડિયા
હવે એક વાત પાકકી છે કે યંગ ઈન્ડિયાની ગાડી ચોથા ગિયરમાં દોડી રહી છે! કેમ ? કઈ રીતે ?
તો એનો ઉત્તર એ છે કે ચાર કરોડની ગાડીનું જે રીતે જંગી વેચાણ જોવા મળ્યું છે , એ દર્શાવે છે કે દેશનું યુવાધન હવે ‘સ્પીડ’ના નશામાં છે!
આજકાલ દેશના મહાનગરોમાં તમને ઘણી બધી હુરાકેન(Huracan Lamborghini) જોવા મળે તો નવાઈ પામવા જેવુ નથી.
325 કિલો મીટર ( પ્રતિ કલાક) ની સ્પીડ ધરાવતી જર્મન વોક્સ વેગનની હુરાકેન( STO)ના ગ્લોબલ લોન્ચ સાથે જ, Sleek & sexy દેખાતી આ કારે આ વર્ષે ભારતમાં એના વેચાણનો નવો વિક્રમ સ્થાપી દીધો છે!
છેલ્લા બે વર્ષ દરમ્યાન એટલેકે કોવિડ કાળમાં જ દેશમાં અત્યાર સુધીમાં 300 જેટલી કાર વેચાઈ ચૂકી છે!
બે વર્ષમાં એવું તે શું બન્યું કે લોકોની ખરીદીનીટેવ/ શોખ/સ્ટાઈલમાં આવો બદલાવ આવી ગયો?
આપણને નવાઈ લાગે , પરંતુ ,લીંબોર્ગિનીનું દેશમાં આગમન થયું પછી પહેલી એકસો કાર વેચાતા સાત વર્ષ લાગેલા.
હા , લેમ્બોર્ગિનીના નામ વાળા એક ગીતે 2019માં તરખાટ મચાવેલો.
દેશમાં જ્યાં અને ત્યાં યોજાતી વિવિધ પાર્ટીઓમાં આ ગીત વાગવા લાગ્યું.
એ ગીતનું નામ જ ‘લેમ્બોર્ગિની ગીત ‘ હતું.
મીત બ્રધર્સ અને નેહા કક્કરના સ્વરમાં ગવાયેલા આ ગીતના શબ્દો અને સ્વરાંકને એક પ્રકારનો હિસ્ટેરિયા સર્જી દીધો !
“ મેરી કરોડોકી લીંબોર્ગિની , તું ઉસકો ભી ફેઇલ કર દેતી હો” એક દીવાનો , એની એક ગર્લ ફ્રેંડને ઉદેશીને આ ગીત ગાય છે!
પંજાબી ગીતના શબ્દો કઇંક આવા છે.
/ Lamborghini chalaayi jaane oh/ sanu vi jhoota de deyo/ kithe kalle-kalle jaayi jaane oh /sanu vi jhoota de deyo
મહિલા વિરુદ્ધ કારની જાણેકે સ્પર્ધા શરૂ થઈ અને એમાં છેવટે મહિલા જીતી ગઈ !
‘ જય મમ્મી દી’ નામની આ ફિલ્મ ક્યારે આવી અને ક્યારે એના પાટિયા ઉતરી ગયા એની કોઈને ખબર જ ના પડી , પરંતુ , આ ગીતે એવી તો જમાવટ કરીકે બસ, દેશના બચ્ચા બચ્ચાને આ લીંબોર્ગિની કારનો પરિચય થઈ ગયો!
દેશના ટોપ બ્રેકેટ સંગીત જલસાઓમાં આ ગીતની ટ્યુન પર લોકો નાચવા લાગ્યા!
શોભા ડે એની અંગ્રેજી જબાનમાં લખે છે કે “ Hot wheels could not compete with the hot babes giddily grooving to the hit”
WFH યુગલોએ દેખાડો કરવાનું જાણે નક્કી કરી લીધું હોય એમ મોંઘી દાટ કારો ખરીદવાનું શરૂ કર્યું.
કેટલીક ભારે કિંમતી કારોનો વેઇટિંગ પિરિયડ તો સાત –આઠ મહિનાઓ નો રહ્યો , તેમ છતાં , કોવિડની સામે વેરની વસૂલાત કરતાં હોય એવી ભાવના સાથે મહાનગરોના મલદારો આવી કારો ખરીદવાની લાઇનમાં લાગી ગયા! બસ, બધાને એમ જ લાગ્યું કે ‘કોવિડકયામત’ પેલા જીવી જ લઈએ , આગળ જે થાય તે!
આ વર્ષે કાર રજીસ્ટ્રેશન 47% ને આંબી ગયું! કાર ડિલરોનું માનીએ તો યુવા હૈયાઓએ સ્પીડને તો મહત્વ આપ્યું જ પરંતુ ફેમિલી સાથે સમય ગાળવાની વાતને પણ એટલી જ મહત્વની ગણી . એની સાથે જ રોડ ટ્રીપનું મહત્વ પણ એટલું જ વધી ગયું.
પબ્લિક ટ્રાન્સપોર્ટ ઘટી ગયો કારણકે હેલ્થ અને હાયજિનના મુદ્દાઓ સામે આવ્યા.
ખેર, ભારત ક્યારે ‘ લેન્ડ ઓફ લેમ્બોર્ગિની’ બન્યો ?
બે વર્ષના ટૂંકા સમયમાં જ દેશના ધોરી માર્ગો પર મોંઘી કારો દોડવા લાગી! હજુ તો થોડા વર્ષો પહેલા એમ્બેસેડર ( એમ્બી) નું રાજ હતું. પછી ફિયાટ આવી. ક્યાંક ક્યાંક હિંદુસ્તાની લેન્ડમાસ્ટર જોવા મળતી.
શોભા ડે જણાવે છે કે “ ખુદ મારી પાસે પણ એ વખતે ફિયાટ જ હતી”
શોભા ડે જયારે રણવીરની ફિલ્મ ‘83’ જોઈ રહી હતી ત્યારે એના મનમાં આ બધા વિચારોનો વંટોળ સર્જાયો.
આવું કેમ ? કારણકે ફિલ્મના એક દ્રશ્યમાં કેપ્ટન કહે છે કે “ જો આપણી ટિમ ઘરે વર્લ્ડ કપ લાવશે તો દરેક ખેલાડીને રૂપિયા 25000 નું ઈનામ આપવામાં આવશે”.
ક્રિપ્ટો કરન્સીમાં કરોડો બનાવવાના સ્વપ્ન જોતી લબર મૂછિયા પેઢીને તો આ સાંભળીને જરૂર હસવું આવતું હશે!
1983 પછીના ટેસ્ટ મેચોમાં પણ એક ખેલાડીને રોજના 200 રૂપિયા એલાઉન્સ પેટે મળતા અને એક મેચ દીઠ રૂપિયા 1500 મેચ ફી !
આ પેઢીને કદાચ એ સાંભળીને જબરો આઘાત પણ લાગે!
આજે મહેન્દ્રસિંહ ધોનીની નેટવર્થ લગભગ 10મિલિયન ડોલર છે, તો વિરાટ કોહલીની અંદાજિત નેટવર્થ 105 મિલિયન ડોલર ગણાય છે.
ધોની 40 વર્ષનો છે , અને વિરાટ કોહલી માત્ર 33 વર્ષનો !
વેલ્થ –સંપતિ એ એક સાપેક્ષ ટર્મ છે , પરંતુ , યંગ ઈન્ડિયાએ આ ટર્મને એની રીતે પારિભાષિત કરવાનો એક રસ્તો એ શોધી કાઢ્યો છે કે “સંપતિ એટ્લે આવી મોંઘી કારો “!
પ્રત્યેક નવી પેઢી એનું નવું સ્ટૅટસ સિમ્બોલ લઈને પેદા થાય છે.
અત્યારે 4 કરોડથી લઈને 10 કરોડની કારોમાં બેસવું એ એ જરાક વધારે પડતું લાગે , પણ , નવાઈની વાત એ છે કે IT IS TOTALLY COOL !
La Dolce Vita- અત્યારે એ ટર્મમાં વપરાય છે કે મોજ શોખ સંગીતથી ભરેલી જિંદગી.
લાગે છે કે આધુનિક ભારતમાં આ પણ એક યુગ ( La Dolce Vita)નું આગમન થઈ ચૂક્યું છે. એક ભારતમાં અનેક ભારત વસી રહ્યા છે!
આ બધું જાણીને ઋષિ ચાર્વાક યાદ આવી જાય છે ‘यदा जीवेत सुखं जीवेत, ऋणं कृत्वा, घृतं पिबेत्’ (जब तक जीओ सुख से जीओ, उधार लो और घी पीयो।)
નવી પેઢીને સંપૂર્ણ સુખવાદ-total hedonism માફક આવવા લાગ્યો છે.
લેખક: દિલીપ એન મહેતા
More Stories
अहमदाबाद में 25-26 जनवरी को Coldplay का कॉन्सर्ट, टिकट मिनटों में बिके, लेकिन नहीं की पार्किंग की व्यवस्था
Vadodara Corporation की बड़ी अपडेट, 2300 पदों पर शुरू भर्ती प्रक्रिया
M. S. University के विवादास्पद VC का इस्तीफ़ा, हाईकोर्ट में सुनवाई के पहले ही लिया फैसला