17-04-2023, Monday

બ્લુમબર્ગ (BLOOMBERG)ના રીપોર્ટ મુજબ એમેઝોનના જેફ બેઝોસ હવે એની નવી નૌકા (super yacht) માં ઉનાળુ વેકેશન ગાળવાની તૈયારીમાં છે.
સ્પેનના સમુદ્રી કિનારે માલોર્કા નજીક અત્યારે તો એની ૧૨૭ મીટર લાંબી કોરુ (Koru)નામની નૈયા પાંગરેલી છે. અહીં બે ચાર દિવસ એનું દરિયાઈ પરીક્ષણ થવાનું છે. ત્રણ માસ્ટ ધરાવતી આ વિશાળ નૌકા ની કિંમત આશરે પાંચસો મિલિયન ડોલર થવા જાય છે.
સમુદ્ર પર વહેતી થનારી આ વિશ્વની સૌથી વિશાળ અને મહાનતમ નૌકાઓમાંની એક નૌકા છે. નેધરલેન્ડની એક કંપની OCEANCO દવારા નિર્મિત આ વિશાળકાય નૌકા ( યાટ) હાલ એક ટેકનીકલ ઘોંચ પરોણામાં બરાબર ફસાઈ ગઈ ! એની સાઈઝ અત્યારે બધા માટે શિર દર્દ બની ગઈ છે! એના ધ્વજ સ્થંભો એટલા ઊંચા બનાવવામાં આવ્યા કે હવે જો નૌકાને સમુદ્રમાં તરતી મુકવી હોય તો રોટરડેમ સિટીમાં આવેલ ડી હેફ (De Hef )નામનો પુલ તોડવો પડે તેમ છે.
શરૂઆતમાં તો શહેરના સત્તાવાળાઓએ આ પુલનો મધ્ય ભાગ તોડી પાડવાની મંજુરી આપેલી , પરંતુ પછી નાગરિકો દ્વારા પ્રચંડ વિરોધ જોવા મળતા આ ઐતિહાસિક અને સ્ટીલના પુલને તોડવા માટે ઓથોરિટીએ હાથ ઊંચા કરી દીધા છે.
હવે કંપનીએ ધ્વજ સ્તંભો વગર જ નૌકાને સમુદ્રમાં લઇ જવાનું નક્કી કર્યું છે.
આ નૌકાની તસ્વીર હજુ રીલીઝ નથી થઇ પરંતુ એના જેવી જ એક વિશાળ કાય yatchtની તસ્વીર મીડિયામાં ફરે છે. એ તસ્વીર બ્લેકપર્લ નામની આ જ કંપની એ બનાવેલી એક વિશાળ નૌકા જેવી હોવાની ધારણા છે. કહેવાય છે કે લગભગ તાજ મહલની સાઈઝ ની આ નૌકા હશે .
આપણા દેશમાં જ નહીં , દુનિયામાં ઘણી જગ્યાએ આવા ટેકનીકલ ઘોંચ પરોણા જોવા મળે જ છે ! હાહાહા!
More Stories
अमेरिका से मिले 21 मिलियन डॉलर पर विवाद, ट्रंप ने फिर लगाए भारत पर झूठे आरोप
સુરતના સૈયદપુરાનો અનોખો મહોબ્બત મહોલ્લો
’शायद भारत में किसी और की सरकार बनाना चाहते थे’, अमेरिकी फंडिंग पर ट्रंप का बड़ा बयान