CATEGORIES

April 2025
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
Saturday, April 19   10:10:02
6

પંજાબમાં મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસે રચ્યો ઇતિહાસ,લહેરાયો પંજો

પંજાબમાં મહાનગરપાલિકા, નગરપાલિકા ,ની ચૂંટણી ની મતગણના શરૂ થઈ ગઈ છે .અને જેમ-જેમ પરિણામો આવતા જાય છે તેમ તેમ ચિત્ર સ્પષ્ટ થતું જાય છે .પંજાબ સ્થાનીય સ્વરાજ માં કોંગ્રેસે ઇતિહાસ રચ્યો છે. અને ભારતીય જનતા પાર્ટી અને અકાલીદળના સૂપડા સાફ કરી કોંગ્રેસ સૌથી આગળ છે.કોંગ્રેસ નિરંતર આગળ વધી રહી જીત મેળવી રહી છે.

કિસાન આંદોલન થતા ભારતીય જનતા પાર્ટી ની રાષ્ટ્રીય સરકાર પ્રત્યે લોકોએ પોતાનો રોષ મતદાન કરીને દર્શાવ્યો છે. બાઠીંડા નગર નિગમમાં કોંગ્રેસે 53 વર્ષે ઇતિહાસ સર્જી ,બેઠક મેળવી છે. 53 વર્ષ સુધી આ બેઠક પર શિરોમણી અકાલી દળ નો કબ્જો હતો.

સાત નગર નિગમ માંથી પાંચ પાલિકાઓ ઉપર કોંગ્રેસે પોતાનો કબ્જો જમાવ્યો છે. પઠાણકોટ માં 30 નંબર વોર્ડમાં ભાજપા ને 9 સીટો મળી છે. સમગ્ર પંજાબમાં 117 સ્થાનીય સ્વરાજ્યની ચૂંટણી માં 9000 ઉમેદવારોના નસીબ દાવ પર લાગેલા છે. આ ચૂંટણી માં પંજાબના રાજપુત નગર નિગમની ૨૭ બેઠકો કોંગ્રેસ જીતી છે. આમ કોંગ્રેસે પંજાબ મા ઇતિહાસ રચ્યો છે.