CATEGORIES

April 2025
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
Wednesday, April 2   7:23:46

રૂથ સાથેની સહભાગિતા માટે હું એનો શુક્રગુઝાર છું. –જે જે વાલ્યા

18-03-2023, Saturday

લેખક: દિલીપ એન મહેતા

ભારતીય ફેશન સમ્રાટ જે જે વાલ્યા કોઈ પરિચયના મહોતાજ નથી.
હોલીવુડ કોસ્ચ્યુમ ડીઝાઈનર રૂથ કાર્ટરને ફિલ્મ #Black #Panther: #Wakanda #forever માટે બેસ્ટ કોસ્ચ્યુમ ડીઝાઈનર તરીકે ઓસ્કર મળવાથી વાલ્યા ખુબ ખુશ છે. અશ્વેત મહિલા તરીકે બબ્બેવાર ઓસ્કર જીતીને રુથે એક ઈતિહાસ સર્જ્યો છે. ૨૦૧૯માં ‘બ્લેક પેન્થર’ ફિલ્મ માટે બેસ્ટ કોસ્ચ્યુમ ડીઝાઈનરનો ઓસ્કર મેળવનાર તે પ્રથમ અશ્વેત મહિલા હતી. અને આ વર્ષે ફરી એકવાર બ્લેક પેન્થર ( ભાગ :૨)ની બેસ્ટ કોસ્ચ્યુમ ડીઝાઈન તરીકેનો ઓસ્કર મળ્યો છે.


આ વર્ષના એના ‘ઓસ્કર વિજય’માં જે જે વાલ્યા સાથેની એની સહભાગિતાને લીધે ભારતીય ફેશન ઉદ્યોગ પણ અપાર આનંદની લાગણી અનુભવે છે.


વાલ્યા કહે છે કે “ ક્વીન વાકંડા રોલની ડ્રેસ ડીઝાઈન માટે મેં રૂથ સાથે સહભાગિતા કરી હતી. અમારા બંનેની ભાગીદારી વાળી આ બીજી ફિલ્મ હતી. આ અગાઉ એડી મરફીની ફિલ્મ Coming to America હતી. બ્લેક પેન્થર માં રાણી વાંકડાના કેરેક્ટરની ડ્રેસ ડીઝાઈન માટે ખુબ જહેમત ઉઠાવેલી, અને એનું પરિણામ પણ અદભુત આવ્યું. હું રૂથનો ઋણી છું કે મને એની સાથે કામ કરવાની તક મળી. આ એવોર્ડ મળવાથી મને ખુબ ખુશી થઇ છે. આ એક સુવર્ણ અવસર છે. મેં હજુ સુધી રૂથ સાથે વાત નથી કરી, કારણકે એ ત્યાં બધાની સાથે આનંદ કરે અને ઉજવણી કરે એવું હું ઈચ્છું છું, પરંતુ હું એના પુત્ર સાથે લાંબી વાત કરવા માંગું છું.”


વાલ્યા કહે છે કે રૂથ એક જબ્બરજસ્ત કાળજી વાળી,ચીવટ વાળી મહિલા છે, અને ફિલ્મમાં એને શું જોઈએ છે , એ અંગે બિલકુલ સ્પષ્ટ હોય છે. જે જે કહે છે કે “ She thinks holistically as a costume designer. એણે માત્ર એક ફિલ્મ માટે ૨,૧૦૦ કોસ્ચુમ્સ તૈયાર કરેલા હતા.
અમે જયારે રાણીના ચરિત્રની કોસ્ચ્યુમ ડીઝાઈન માટે ચર્ચા શરુ કરેલી ત્યારે મને યાદ છે કે એ ફિલ્મમાં એનું કેરેક્ટર ખુબ મહત્વનું હતું.એના ગારમેન્ટસ સાચે જ રાણીની સત્તાના પ્રતિબિંબ હતા. એટલે રાણીના કિરદારને Larger than life ટ્રીટમેન્ટ ખુબ જરૂરી હતી. રુથે અને મેં આ માટે કેટલાય કોલ્સ કર્યા. એણે મને એના પહેલા સ્કેચીઝ અને મૂડબોર્ડઝ મોકલ્યા. અને અમે તમામ બાબતોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવાની શરૂઆત કરી.અને રાણીના દેખાવને પરિપૂર્ણ કરવા માટે ફેબ્રિક, સજાવટ, અલંકાર –આભુષણ વગેરેની ચર્ચા કરી.એ માટે મારે દિલ્હી થી લોસ એન્જેલસ બહુ આવ-જા – કરવી પડી.


રાણીના કોસ્ચ્યુમ તૈયાર કરવા માટે ખુબ પરિશ્રમ કરવો પડયો. પરંતુ હવે લાગે છે કે એ બધું સાર્થક થયું.”
દોસ્તો, આ લખું છું ત્યારે આજથી લગભગ ચાલીસ વર્ષો પહેલા આપણા ઓસ્કર વિજેતા ભાનુબેનને ‘ગાંધી’ ફિલ્મ માટે કોસ્ચ્યુમ તૈયાર કરતા કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે. એ સમયે તો ટાંચા સાધનો હતા, ટેકનોલજી હજુ માંડ પા પા પગલી ભરતી હતી.
ફેશન ડીઝાઈન અંગે મારા જેવા અજાણ્યા લોકો માટે ઘણી બધી ગેર સમજણ પ્રવર્તતી હોય છે, પણ , આ ક્ષેત્ર ઘણું પડકાર જનક હોય છે. જે જે વાલ્યા આજે તો એક બ્રાંડ બની ચૂકયા છે , પણ એ કક્ષાએ પહોંચતા એમને કેટલી સીડીઓ ચડવી પડી એ વિષે ફેશન ડીઝાઈનીંગમાં જવા માંગતા યુવક –યુવતીઓએ જાણવું જોઈએ. અભિનંદન વાલ્યા !