CATEGORIES

February 2025
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
2425262728  
Sunday, February 23   10:16:40

ચૌરી ચોરા ઘટના ને થયા સો વર્ષ

03 Feb. Vadodara: ભારત દેશની આઝાદી માં ચૌરી ચૌરા સંઘર્ષ નું વિશેષ મહત્વ છે. આ ઘટના પછી અંગ્રેજોએ 200થી વધુ સ્વતંત્રતા સેનાનીઓ ની ધરપકડ કરી હતી ,અને 19 ને ફાંસી આપવામાં આવી હતી. હાલ ઉત્તરપ્રદેશના ગોરખપુર માં આ ઘટનાની યાદમાં વિશેષ સ્મારક બનાવવામાં આવ્યું છે.

ભારત દેશની આઝાદીની લડતમાં હજારો સ્વયંસેવકો, સેનાનીઓ ,અને ભગતસિંહ જેવા વીરબંકાઓએ પોતાનું બલિદાન કર્યું .ભારત દેશની આઝાદીની લડતને ચૌરીચૌરા કાંડે નવો વળાંક આપેલો.

4 ફેબ્રુઆરી ૧૯૨૨ ના દિવસે ગાંધીજીના અસહકાર આંદોલન નો દેશભરમાં પડઘો પડયો હતો. તેની અસર ઉત્તર પ્રદેશના ચૌરીચૌરા ગામે પણ થઈ હતી. આ વિરોધ મોંઘી થયેલી ખાવા-પીવાની વસ્તુઓ અને બેફામ વેચાતા દારૂ ને લઈને કરવામાં આવ્યો હતો. ૧૯૧૯માં જલિયાવાલા હત્યાકાંડ ની જેમજ ચૌરીચૌરા માં પોલીસે લોકો ઉપર બેફામ ફાયરિંગ કરી વિરોધને રોકવાનો પ્રયત્ન કર્યો ,પણ લોકોની ભીડે ભેગા થઈને પોલીસોને તેમનાજ પોલીસ સ્ટેશનમાં પૂરીને પોલીસ સ્ટેશન સળગાવી દીધું હતું. આ ઘટનામાં ૨૨ પોલીસ અને ત્રણ અન્ય નાગરિકો ના મૃત્યુ થયા હતા. ગાંધીજીને આ વાતની ખબર પડતાં તેમણે અસહકાર આંદોલન રોકી દીધું હતું ,અને ઉપવાસ પર ઉતરી ગયા હતા. અંગ્રેજોએ માર્શલ લૉ લાગુ કરીને ચૌરીચૌરા અને આસપાસના વિસ્તારોમાંથી ૨૦૦ થી વધુ લોકોને ગિરફ્તાર કર્યા, અને ૧૯ સ્વતંત્રતા સેનાની અને ફાંસી ની સજા આપી હતી.

અંગ્રેજોએ તો ૧૯૨૩માં જ મૃત પોલીસ કર્મીઓનું સ્મારક બનાવ્યું હતું, પણ ભારત સરકારે ૧૯૯૩માં ઉત્તર પ્રદેશના ગોરખપુર માં સ્મારક બનાવ્યું ,જેને ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રી યોગીએ ફરી નિર્મિત કર્યું છે.જે જનમાનસ માટે ખુલ્લું મુકાયું છે.