CATEGORIES

February 2025
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
2425262728  
Sunday, February 23   9:25:26

સુખનો સૂચકાંક અને એન્ટીડીપ્રેસન્ટ ટેબલેટ્સ: લીપ્સ્ટીક લગાવવાથી આત્માનો ઉદ્ધાર થતો હોય તો !

23-03-2023, Thursday

લેખક: દિલીપ એન મહેતા

આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ કે સુખ દિવસે પ્રકાશિત સુખના સૂચકાંક વાંચીને ભારતને સતત ભાંડતા રહેતા આપણા જ કેટલાક પરદેશીઓ મનમાં મલકાઈ ઉઠે છે!
દુનિયાના ૧૩૬ દેશોમાં સુખીદેશ તરીકે ભારતનું સ્થાન ૧૨૫માં ક્રમાંકે જોઇને એ રાજીનારેડ થઇ જાય છે! આ પ્રકારની માનસિકતાને મનોવિજ્ઞાનમાં શું કહેવાય એની મને ખબર નથી, પરંતુ, આવા પ્રકારના માનસ પ્રત્યે મને હવે કરુણાનો ભાવ જાગે છે!
સિક્કાની બીજી પણ એક બાજુ એ છે, કે સુખી દેશોની સૂચિમાં પ્રથમ પાંચ સ્થાન પ્રાપ્ત કરનારા રાષ્ટ્રો Antidepressant consumptionમાં પણ અગ્રેસર છે!
‘ઓર્ગેનાઈઝેશન ફોર ઇકોનોમિક કોર્પોરેશન એન્ડ ડેવલપમેન્ટ’ દવારા
પ્રકાશિત ડેટા મુજબ ૨૦૦૦ થી ૨૦૨૦ દરમ્યાન આ સ્કેન્ડીનેવિયન દેશો જેવા કે આઇસ લેન્ડ,સ્વીડન,નોર્વેના લોકોના ડીપ્રેશનમાં બે થી અઢી ટકાની વૃધ્ધિ થઇ છે. આ દેશોના નાગરિકો ડીપ્રેશનમાંથી મુક્ત થવા માટે સૌથી વધુ પ્રમાણમાં વિવિધ પ્રકારની ગોળીઓ –દવાઓ –થેરાપીઓનો આશરો લે છે.
Antidepressant consumptionલેનારા રાષ્ટ્રોમાં પ્રથમ આઈસલેન્ડ (Iceland)આવે છે, ત્યારબાદ ક્રમાનુસાર સ્વીડન, નોર્વે, આવે છે , અને ત્યારબાદ ફિનલેન્ડ અને ડેન્માર્ક આઠમાં અને નવમાં ક્રમાંકે આવે છે.
આ વિરોધાભાસે સુખી દેશોની સૂચી તૈયાર કરનારા અને એ અંગેના માપદંડો ઘડનાર અભ્યાસુઓને વૈશ્વિક ટીકા –ટિપ્પણના દાયરામાં મૂકી દીધા છે!
સુખી દેશોની યાદીમાં પોતાના દેશનું નામ જોઇને ખુશી થવાને બદલે સ્વયં ફિનલેન્ડના લોકો પણ આશ્ચર્ય અનુભવે છે!
ફિનલેન્ડની પ્રજા એક મહત્વની બાબત પ્રત્યે અંગુલી નિર્દેશ કરતા કહે છે કે સુખના સૂચકઆંક માટેના માપદંડોમાં ઉચ્ચત્તમ વર્ગમાં વિકસિત એકલતાની ગણતરી કેમ નથી કરવામાં આવી ? વળી,તેઓ એવું પણ મને છે કે ભૌતિક સુખાકારી/સંપતિ /સગવડોથી clinical depression ક્યાં માટે છે ? .
૧૩૬ દેશોના ખુશીના ક્રમાંકમાં ભારતને મળેલ ૧૨૫માં ક્રમાંક અંગે ચાલતી ડીબેટની ‘હાઈલાઈટસ’ એ જ કે આ રીપોર્ટની સર્વસામાન્ય સમજણનો ફન્ડામેન્ટલફલો શું હોઈ શકે ?
પોતાના નાગરિકોમાં સુખાકારી માટે પ્રત્યેક રાષ્ટ્રે ઉભી કરેલી પરિસ્થિતિ( condition) વિષે એ લોકો રેન્કિંગ આપતા હોય એવું બને, કારણકે સુખ /ખુશી એ કોઈ મેઝરમેન્ટ કે રેન્કની બહાર સર્જાતી એક વ્યક્તિગત, ભ્રામક અને અસ્પષ્ટ (ineffable) મનોસ્થિતિ છે.

                           વર્ષો પહેલા સુખ વિષયક એક નિબંધમાં પ્રિય બક્ષી બાબુએ લખેલું એક શિર્ષક જ આ વાત સમજવા માટે કાફી છે: ‘સુખ : લીપસ્ટીક  લગાવવાથી  આત્માનો ઉદ્ધાર થતો હોય તો’. 
                            શરીર , મન અને આત્મા દવારા અનુભાવતું સુખ અવ્યાખ્યેય બની રહે છે. આપણા એક કવિએ તો બીડીના ઠુંઠામાં રાજી થવાની વાત લખી છે.હર એક ફિક્ર કો ધુએમેં ઉડાવવા ની વાત કોણ નથી જાણતું?
               વર્ષો પહેલા અમારા લગ્ન પ્રસંગે હોલેન્ડ ( નેધરલેંડ)થી આવેલી મારી એક સહેલી મારે ત્યાં ગામડામાં લગભગ ૧૫ દિવસ રોકાયેલી. 
                      ભારતીય ગ્રામ સંસ્કૃતિના નીજી દર્શન બાદ  વીસ –બાવીસ વર્ષીય એ યુરોપિયન યુવતી ગામ છોડતી વેળા એટલું જ બોલેલી કે “ કાશ આ દેશમાં હું જન્મી હોત તો કેવું સારું!”  

આવું બોલતી વખતે એની આંખમાં અશ્રુધારા હતી.
ભાષાની –સંસ્કૃતિની દીવાલો ઓળંગીને એણે અમારા પરિવાર જોડે, ગ્રામવાસી મહિલાઓ, બાળકો જોડે જે મોજ કરી એ કદાચ એના જીવનનો, અને અમારો પણ ગોલ્ડન પીરીયડ હતો.
વિદાય વેળા મારા તરફથી મેં એને એક મેમેન્ટો વિષે પૂછ્યું ત્યારે એણે કહ્યું કે “ તારી માતાએ જે ગોદડું સીવ્યું છે, એ મારે જોઈએ છે. એના પર બેસીને હું રોજ પ્રાર્થના કરીશ”
ભારતીય સંસ્કૃતિની સુગંધને પારખનારી આ નારીને સ્મૃતિ વંદના સહ શુભ દિવસની શુભ કામનાઓ !

જાહેર ચેતવણી : ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.