15 Feb. Vadodara: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા સમગ્ર ભારતીય જનતા પાર્ટી માં ફફડાટ છે.
સ્થાનીય સ્વરાજ એટલે કે મહાનગરપાલિકાઓની ચૂંટણીના પ્રચારાર્થે તમામ દિગ્ગજ નેતાઓ જુદાજુદા શહેરોમાં ઉતરી ગયા છે. કાલે ૧૪ ફેબ્રુઆરીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરામા ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા, અને સભાને સંબોધી હતી.તેઓ સભા દરમ્યાન જ્યારે લવ જેહાદ પર બોલતા હતા ,ત્યારે જ ચક્કર આવતા પડી ગયા હતા. તેમને નિરંતર ચૂંટણી માટે ની દોડાદોડી અને થાક ના કારણે બીપી લો થતા પડી ગયા હોવાની પ્રાથમિક માહિતી હતી ,પણ રિપોર્ટ કરાવતા તેમનો RcPcr રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને યૂ. એન. મહેતા હોસ્પિટલ માં દાખલ કરવામા આવ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ની સાથે સાથે કચ્છના સાંસદ વિનોદ ચાવડા,અને ભીખુભાઈ દલસાનીયા નો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.આ રિપોર્ટ પછી,મુખ્યમંત્રી ના સ્ટાફ, નેતાઓ અને ઉમેદવારોમાં ફફડાટ વ્યાપી ગયો છે .
અહીં ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ રાજ્યકક્ષાના બે મંત્રીઓ, રાજકોટના મેયર ,અને અમદાવાદના મેયર ની સાથે સાથે ધારાસભ્યો સહિત ૨૦ નેતાઓ કોરોના પોઝિટીવ થઇ ચુક્યા છે.
. કોરોના નામનો રોગ જાણે સાવ નાબુદ થઈ ગયો હોય એમ આવી બધી સભાઓ થાય છે, સોશિયલ ડિસ્ટન્સ ની ઐસી તેસી થાય છે,અને માસ્ક તો ભુલાઈ જ ગયું છે.અત્યારે ઉમેદવારો વિવિધ વિસ્તારોમાં ફેરણી કરીને જન સંપર્ક કરી રહ્યા છે, ત્યારે તેઓ પણ કોઈ જ જાતની કોરોના નિયમોની દરકાર કરતા નથી. આવા વખતે કોરોનાના ગમે તેટલા વેક્સિન લેવાય પણ કાબુ મા કેમ આવશે તે પ્રાણપ્રશ્ન છે.
More Stories
એક હતો બગલો ……..
ફિલ્મ શ્રી ૪૨૦ નું એક સુંદર ગીત છે, રમૈય્યા વસ્તાવૈયા…
મહાવિદ્યાલયોમાં હવે પ્રેમશિક્ષણ શરુ કરવા સરકારની ભલામણ