28-12-2022, Wednesday
શાયરીનું બીજું નામ ગાલિબ છે. ગાલિબે મોટાભાગની શાયરીઓ તો ફારસીમાં લખી, અને ઉર્દુમાં તો માત્ર એક જ દિવાન આપ્યો , પરંતુ આ એક દીવાને એને ઉર્દુ સાહિત્યના ઊંચા શિખર પર બેસાડી દીધાં!
૧૮૫૭ના બળવા સમયે એ દિલ્હીમાં હતા એટલે એ તબાહી નજરો નજર જોઈ. જુવાન જોધ પુત્રોનું મૃત્યુ એને અસહ્ય પીડા પહોંચાડી ગયું. આર્થીક સંકટ પણ ઘણું પરંતુ એની સામે પણ એ ખુબ ઝઝૂમ્યા પણ ઝુક્યા જ નહિ. સ્વમાન પૂર્વક જીવવાની આજીવન હઠ, એટલે જીંદગીમાં ક્યારેય કોઈ સમાધાન ન કર્યું , બસ , એ જ એનો અંદાજે –બયાં !
હૈયે અને હોઠે વસી ગયેલ એમના થોડાક શેરમાં આ શેર મને ખુબ ગમ્યો છે. જાણીતા બધા ગાયકોએ આ ગજલ ગાયેલી જ છે.
આહકો ચાહિયે ઇક ઉમ્રઅસર હોને તક,
કૌન જીતા હૈ તેરી જુલ્ફ કે સર હોને તક.
શાયર કહે છે કે મારી આહ ( ભાવના) ની તારા પર અસર થાય ત્યાં સુધીમાં તો એક ઉંમર પૂરી થઇ જશે. ‘જુલ્ફ કા સર હોના’ એક મુહાવરો છે, અને ગાલિબે આ શેરમાં એનો અદભુત પ્રયોગ કર્યો છે. જુલ્ફ એટલે વાંકડિયા વાળ અને ગેસુ એટલે સીધા વાળ. વાંકડિયા વાળ સીધા બને એટલે ‘જુલ્ફ કા સર’ હોના.
હવે વાંકડિયા વાળને સીધા થતા તો બહુ સમય લાગે, અને તો પણ કદાચ સીધા ન પણ થાય! (જો કે અત્યારે તો હવે ૨૦ મીનીટમાં વાળને સીધા કરી શકાય છે! હાહાહા!)
ટૂંકમાં શાયર એ કહેવા માંગે છે કે મારી ભાવના-FEELINGS તારા સુધી પહોંચે ત્યાં સુધીમાં આખે આખું આયખું પૂરું થઇ જાય અને એટલું લાંબુ હું કેમ જીવી શકું ? આખી ગઝલ બેમિસાલ છે. કવિને જન્મ દિવસે વંદન !
हैं और भी दुनिया में सुखनवर बहुत अच्छे
पर कहते हैं कि गालिब का है अंदाज-ए-बयां और !
લેખક દિલીપ મેહતા
More Stories
એક હતો બગલો ……..
ફિલ્મ શ્રી ૪૨૦ નું એક સુંદર ગીત છે, રમૈય્યા વસ્તાવૈયા…
મહાવિદ્યાલયોમાં હવે પ્રેમશિક્ષણ શરુ કરવા સરકારની ભલામણ