17 Feb. Vadodara: ભારત દેશની આઝાદી પછી પહેલી વખત કોઈ મહિલાને ફાંસી આપવા માં આવશે . એ મહિલાનું નામ છે શબનમ. જેણે પોતાના પ્રેમી સાથે મળીને પરિવારના ૭ પરિજનોને કુહાડીથી મારી નાખ્યા હતા.
ઉત્તર પ્રદેશ ના મથુરાના એકમાત્ર મહિલા ફાંસી ઘરમાં અમરોહા નિવાસી શબનમને ફાંસી આપવામાં આવશે. મેરઠના પવન જલ્લાદ ફાંસી આપશે . એના માટે બિહાર ના બક્સર થી રસ્સી લાવવામાં આવશે. ૨૦૦૮ની સાલમાં ૧૪મી એપ્રિલે રાત્રે પિતા, ભાઈ, બહેનો, સહિત પરિવારના સાત લોકોને જમવામાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધા પછી, તેઓ બેહોશ બની જતા, બધાને શબનમ અને એના પ્રેમી સલીમે કુહાડીથી રહેંસી નાખ્યા હતા. દસ મહિનાના ભત્રીજા ને પણ છોડ્યો ન હતો. 14 જુલાઈ 2010ના રોજ તેઓ દોષી સાબિત થયા હતા.રાષ્ટ્રપતિએ પણ દયા ની અરજી ખારીજ કરી હતી. અને હવે 13 વર્ષ પછી ફાંસી અપાશે.
આ મહિલા ફાંસિઘર 150 વર્ષ પહેલા મથુરાના મહિલા જેલમાં બનાવવામાં આવ્યું હતું.જેમાં આઝાદી પછી પહેલી વખત ફાંસી અપાશે.
More Stories
Mostbet Güncel Giriş”
Pinup Kazino Rəsmi Saytı
تنزيل 1xbet => جميع إصدارات 1xbet V 1116560 تطبيقات المراهنات + مكافأة مجانية”