CATEGORIES

December 2024
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
Monday, December 23   4:16:04

વડોદરા કોર્પોરેશન ની ચૂંટણીમાં 280 ઉમેદવારો વચ્ચે જંગ

12 Feb. Vadodara: ૨૧મી ફેબ્રુઆરીના દિવસે યોજવા મા આવેલ વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ હવે ૭૬ બેઠકો માટે 280 ઉમેદવારો મેદાનમાં છે.

ગુજરાત પ્રોવિંશિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ૧૯૪૯ ની કલમ 10 અનુસાર તારીખ 4 ઓગસ્ટ ૨૦૦૫ બાદ બે થી વધુ જીવંત બાળકો ધરાવતા ઉમેદવાર ની ચૂંટણી માટેની ઉમેદવારી ગેરલયાક મનાશે. એક વર્ષ નો ગાળાની સમય મર્યાદા વધારી 4 august 2006 કરવામાં આવી હતી .અહીં આ વાતનો ઉલ્લેખ એટલા માટે જરૂરી બન્યો છે ,કારણકે વોર્ડ નંબર 13 નામ અપક્ષ ઉમેદવાર યશવંત રાવતના ત્રીજા પુત્ર નો જન્મ નવેમ્બર ૨૦૦૬માં થયો હોવાથી તેઓ ફોર્મ ભરવા માટે ગેરલાયક હતા ,પરંતુ વોર્ડ નંબર 13 ના ચૂંટણી અધિકારીએ તેમનું ફોર્મ અપક્ષ ઉમેદવાર રૂપે મંજુર કરી દીધું હતું. અહીં એ ઉલ્લેખનીય છે કે આ જ ચૂંટણી અધિકારી દિપ્તીબેન રાઠોડે ત્રણ સંતાનો મુદ્દે ભાજપના બળવાખોર ઉમેદવારે દિપક શ્રીવાસ્તવનું ફોર્મ ગેરલાયક ઠેરવ્યું હતું. કૉર્પોરેશનની ચૂંટણી ના આ કેસમાં અંતે યશવંત રાવત નું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે.આ કોર્પોરેશન ની ચુંટણીની તવારીખ નો આવો પહેલો બનાવ છે.

21 ફેબ્રુઆરી ના દિવસે આયોજિત વડોદરા કોર્પોરેશનની ચૂંટણીનું ચિત્ર ૧૪ ફોર્મ પાછા ખેંચાયા પછી હવે સ્પષ્ટ થઈ ગયુ છે. વડોદરા કોર્પોરેશનની ૭૬ બેઠકો માટે હવે 280 ઉમેદવાર મેદાનમાં છે . વોર્ડ નંબર 12 માં સહુથી વધુ ૨૬ ઉમેદવાર ,અને વોર્ડ નંબર 15 સહુથી ઓછા ૮ ઉમેદવારો ચૂંટણી લડશે. નવા સીમાંકનો અનુસાર હવે વડોદરામાં કોર્પોરેશન ના 19 વોર્ડ છે.આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપાના 76 -76 ઉમેદવારો એટલે કે આ બે પાર્ટીના જ ફુલ ૧૫૨ ઉમેદવાર મેદાનમાં છે, જ્યારે બાકી ૭૮ઉમેદવાર બસપા, આપ, અને અપક્ષ,સહિત કુલ 10 પક્ષના ઉમેદવાર છે. ચૂંટણી પંચે કમળ,હાથ સહિત 30 પ્રતીકો વિવિધ પક્ષો ને ફાળવ્યા છે.આ વખતની કોર્પોરેશનની ચૂંટણીમાં સૌથી વધુ ૪૧ ફોર્મ વોર્ડ નંબર એકમાં ભરાયા જ્યારે સૌથી ઓછા 22 ઉમેદવારી ફોર્મ વોર્ડ નંબર 18 માંથી ભરાયા હતા.

વડોદરા જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત, અને 3 નગરપાલિકાની આગામી ૨૮ મી તારીખે યોજાનારી ચૂંટણીમાં ૩૪ બેઠકો ઉપર ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. અહીં એ ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લા પંચાયતમાં ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોનું વર્ચસ્વ છે.તેમના સિક્કા પડે છે કહીએ, તો અતિશયોક્તિ નહિ કહેવાય.

વડોદરા મહાનગરપાલિકાની આ વખતની ચૂંટણીમાં 2015 ની ચૂંટણી ના મુકાબલે 53 ઉમેદવારો ઓછા છે. 2010માં તો 288 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.