CATEGORIES

November 2024
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
Sunday, November 24   5:13:52

પ્રસિદ્ધ લેખક ધીરુ ભાઈ પરીખ ની ચિર વિદાય

હજુ બે દિવસ પહેલા એટલે કે 9 મે 2021 ના રોજ કુમાર અને કવિલોક સામયિક ના તંત્રી પ્રસિદ્ધ લેખક,વિદ્વાન ધીરુભાઈ પરીખ નું નિધન થયું છે.
ચિનુ મોદી થી લઈને ખલીલ ધનતેજવી,સહિત અનેક સાહિત્યકારો એ આ દુનિયા થી ચિર વિદાઈ લઈને સાહિત્ય જગતમાં ને સુનું કરી નાખ્યું છે.વડોદરાના ડૉ.રશીદ મીર એ આજે મૃત્યુ ની સોડ તાણી.
હજુ પરમદિવસે એટલે કે 9 મે 2021 ના રોજ જાણીતા સામયિકો” કુમાર “અને દ્વિમાસિક ગુજરાતી કાવ્ય સામયિક “કવિલોક “ના તંત્રી પ્રોફેસર ધીરુભાઈ પરીખ પણ સાહિત્ય જગત સુનું કરી ગયા. વિદેશી પુસ્તકોના અનુવાદક તરીકે તેમની ખાસ ઓળખ હતી.
સાહિત્ય જગતના વિદ્વાન , જ્ઞાતા,કવિ,વાર્તાકાર, પ્રોફેસર ધીરુભાઈ પરીખ ન જન્મ ૩૧ ઓગસ્ટ ૧૯૩૧ના રોજ વિરમગામમાં થયો. ૧૯૫૫થી ૧૯૬૯ સુધી અમદાવાદ સી. યુ. શાહ કોલેજમાં પ્રોફેસર તરીકે કારકિર્દી નિભાવ્યા બાદ વઢવાણ મહિલા આર્ટસ કોલેજના આચાર્ય તરીકે કાર્ય કર્યું .તેમણે ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા તરીકે નિવૃત્તિ લીધી. ત્યાં પણ તેઓ બુધસભા નું સંચાલન કરતા.
તેમના બે વાર્તાસંગ્રહ, એક નાટ્ય કૃતિ, વિવેચન ૧૮ પુસ્તકો, સંપાદકના 22, અને સંસ્કૃત, અંગ્રેજી અનુવાદ ના બે પુસ્તકો પ્રકાશિત થઇ ચૂકયા છે . કુમાર ચંદ્રક, જયંત પાઠક ચંદ્રક, પ્રેમચંદ સુવર્ણચંદ્રક ,રણજિતરામ સુવર્ણચંદ્રક ,સહિત અનેક પુરસ્કારોથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.અહી એ ઉલ્લેખનીય છે કે રવિશંકર રાવલે 1924માં કુમાર સામયિક ની સ્થાપના કરી ત્યારથી તેઓ તેમાં તંત્રી તરીકે કાર્યરત હતા.
આજે તેમના નિધન થી સાહિત્ય જગતમાં મોટી ખોટ પડી છે.