19 Mar. Haryana: પ્રસિદ્ધ રેસલર ગીતા ફોગાટ અને બબીતા ફોગટ ની પિતરાઈ બહેન રિતિકા ફોગાટ નેશનલ ચેમ્પિયનશિપમાં એક પોઈન્ટ થી હારી જવાના કારણે આત્મહત્યા કરી લીધી છે.
દેશના કુશ્તી માટે ના નામવીર રેસલર રહી ચૂકેલા અને કોચ મહાવીરસિંહ ફોગાટ ની બંને પુત્રીઓ ગીતા ફોગાટ અને બબીતા ફોગાટે રેસલિંગ ચેમ્પિયનશિપ માં વિશ્વમાં નામ કર્યું છે. આજ પરિવારની, ગીતા અને બબીતા ની પિતરાઈ બહેન રિતિકા ફોગાટ પણ મહાવીરસિંહ ફોગાટની વિદ્યાર્થીની છે. ભારતની આ ૧૭ વર્ષની આશાસ્પદ કુસ્તીબાજ ૧૨ થી ૧૪ માર્ચ દરમિયાન રાજસ્થાનના ભરતપુરમાં યોજાયેલી રાજ્યકક્ષાની એક કુસ્તી ટુર્નામેન્ટના ફાઇનલમાં એક પોઈન્ટ માટે હારી જતા ચેમ્પિયન બની શકી ન હતી.આ પરાજય સ્વીકારી ન શકનારી રિતિકા ફોગાટ, ડિપ્રેશનમાં સરી ગઈ હતી ,અને તેણે હરિયાણાના ચરખી દાદરી નજીકના બસિયા ગામ ના ઘર માં પંખા પર ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
મામા મહાવીરસિંહ ફોગાટ પણ તેની મેચ જોવા હાજર હતા,તેમની હાજરી માં તે આ હાર થી હતાશ થઈ ગઈ હતી. ફોગાટ પરિવારની બે બહેનો ની જેમ જ રિતિકાનું પણ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના કમાવાનું સ્વપ્ન હતું. રિતિકા હરિયાણા ના બસિયા ગામમાં આવેલ મહાવીરસિંહ સ્પોર્ટસ એકેડેમીમાં તાલીમ લેતી હતી, અને મામાને ઘેર જ પાંચ વર્ષથી રહેતી હતી. રિતિકા ની આત્મહત્યા થી રમત જગત માં ગમગીની છે.
More Stories
દુનિયાની પહેલી એવી એક ઘડિયાળ જેમાં 48 મિનિટનો કલાક અને 30 કલાકનો દિવસ છે:
સુનહરી યાદેં : અબ કે હમ બિછડે તો કભી તસ્વીરોમેં મિલે
એક પ્રયાસ જંગલને જૂનું કરવાનો..