05-01-2023, Thursday
આજે દીપિકાનો જન્મ દિવસ !
૨૦૨૨માં ‘બેશરમ રંગ’ના અનેક રંગમાં દીપિકા પણ ખરડાઈ ગઈ!વિવાદ એ દીપિકા માટે કોઈ નવાઈ નથી !
બરાબર ૧૧ વર્ષ પહેલા, ૨૦૧૧માં રોહન સિપ્પીના ‘દમ મારો દમ’માં દીપિકાએ ‘દમ મારો દમ’આઈટમ નંબર ગાઈને તરખાટ મચાવી દીધેલો, પરંતુ ગીતે વિવાદ સર્જ્યો અને એ વિવાદ કોર્ટ કચેરી સુધી પહોંચી ગયેલો.
૨૦૦૮ માં ‘બચના એ હસીનો’ ના શુટિંગ દરમ્યાન દીપિકાને રણબીર જોડે પ્રીત થઇ અને એ પ્રીતના પ્રતિક તરીકે એણે ગળાની નજીક ટેટુ પણ ચીતરાવી દીધેલું. એમના ‘લા-અફેર’ વિષે એણે ખુલ્લા મને ચર્ચા કરી.એક વર્ષ બાદ રણબીર સાથે ‘પ્રેમભંગ’ની કહાનીમાં પણ દીપિકાએ ખુલ્લે આમ જે કહેવાનું હતું તે કહ્યું.
રણબીરે પણ પોતે વિશ્વાસઘાત કરેલો એવું જાહેરમાં કબુલ્યું. અને પછી સજ્જન વ્યક્તિઓની માફક બંનેએ ‘યે જવાની હૈ દિવાની’માં સાથે કામ પણ કર્યું.
ત્યાર બાદ દીપિકાએ થોડો સમય મૌન જાળવ્યું પણ પછી તરત જ એણે રણવીર સાથેની ડેટિંગ વિષે ખુલ્લીને વાત કરી.
ડીપ્રેશનના સ્ટેજમાં જયારે તે હતી ત્યારે પણ લોકોએ એને ‘મેલોડ્રામા’ કહીને ઉતારી પાડેલી, પરંતુ મક્કમ મનોબળ ધરાવતી દીપિકાએ ડીપ્રેશન સામે પણ જીત મેળવી.
ફેમિનિઝમ વિષે પણ એખુલ્લીને બોલે છે, અને કહે છે કે “”New feminism isn’t about being aggressive; it’s about reaching the top yet being soft. It’s about being you – feminine, strong and full of will power” ૨૦૨૦માં JNUમાં છાત્રો પર પોલીસ ત્રાટકી ત્યારે પણ એણે એનો વિરોધ દર્શાવ્યો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ એની ફિલ્મ ‘છપાક’ ન જોવાનો આગ્રહ રાખ્યો પણ છતાં એ ન ઝુકી .
સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી અને કોકણી ભાષી દીપિકાને જન્મ દિવસની ખુબ ખુબ શુભ કામનાઓ!
બેડમિન્ટનની નેશનલપ્લેયર થી લઈને ‘લીરીલ ગર્લ’ મોડેલ સુધીના દીપિકાના અનેક માઈલસ્ટોન્સથી હવે બધા પરિચિત છે.
૧૫ -૧૬ વર્ષની કારકિર્દીમાં દીપિકાએ જે કીર્તિમાન સ્થાપિત કર્યા છે, એ અજોડ છે. એક કોલમિસ્ટ, ફેશન ડીઝાઇનર, કાન ફિલ્મ ફેસ્ટીવલની જ્યુરી મેમ્બર, એક NGOની પ્રસ્થાપક, ફિલ્મ પ્રોડ્યુસર, મેરેથોન પ્રમોટર, અને એક અદભુત કલાકાર અને ઓલમ્પિક ગોલ્ડ શોધની એક સભ્ય , હોલીવુડ ફિલ્મ ની અદાકારા, એના એક એક રંગ પર અલગ પોસ્ટ લખવી પડે તેમ છે.
ટાઇમ મેગેઝીને પણ એને વિશ્વની પ્રભાવક વ્યક્તિમાં સ્થાન આપીને સન્માન કર્યું છે.
એકવાર એક અખબારે દીપિકાના વિભાજીત સ્તન( cleavage )અંગે કટાક્ષપૂર્ણ લખ્યું, ત્યારે સામાન્ય રીતે સૌમ્ય અને શાંત જણાતી દીપિકાએ એ અખબારનો બરાબરનો ઉધડો લીધો, અને કહ્યું ““YES! I am a Woman. I have breasts AND cleavage! You got a problem!!??.”
૮૦ જેટલા વિવિધ એવોર્ડઝથી સન્માનિત દીપિકાનું જીવન કોઈપણ ભારતીય યુવતીઓ અને યુવાનો માટે એક મિશાલ બની શકે તેમ છે.
૧૬ વર્ષની એની ફિલ્મી સફરમાં એણે જે કીરદારો કર્યા એમાં ‘ઓમ શાંતિ ઓમ’ થી લઈને બાજીરાવ મસ્તાની, પીકુ, છપાક, કોકટેલ અને યે જવાની હૈ દીવાની જેવી ફિલ્મો હંમેશા યાદ રહેશે. Happy birthday!
લેખક: દિલીપ એન મહેતા
More Stories
केंद्र सरकार का बड़ा फैसला, खत्म हुई ‘No Detention Policy’, जानें क्या हुए बदलाव
पेरिस ओलंपिक में इतिहास रचने वाली शूटर मनु भाकर को ‘खेल रत्न’ की लिस्ट से क्यों किया गया बाहर?
प्रभास की ‘Salaar 2’ होगी अब तक की सबसे बेहतरीन फिल्मों में से एक: Prashanth Neel