19 Mar. Gujarat: ગુજરાતના પ્રમુખ અખબારોમાં વર્ષોથી પોતાનું નામ ગજવનાર ગુજરાત સમાચાર વડોદરા આવૃત્તિ એ આજે ૩૪ વર્ષ પૂરા કરીને ૩૫મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.
ગુજરાત માં સૌથી વધુ વંચાનાર મુખપત્રો માં ગુજરાત સમાચાર નું આગવું સ્થાન છે. અખબાર નું મુખ્ય કાર્યાલય તો અમદાવાદ માં છે, પરંતુ રાજ્યના અન્ય પ્રમુખ શહેરો થી પણ આ અખબારની આવૃત્તિઓ પ્રસિદ્ધ થાય છે. જેમાં વડોદરા શહેરનું પણ સ્થાન છે . 19 માર્ચ 1987ના દિવસે વડોદરાથી પૂર્ણપણે ગુજરાત સમાચાર ની આવૃત્તિ છપાવવાની શરૂઆત થઈ. તે દિવસને આજે ૩૪ વર્ષ પુરા થયા છે, અને ૩૫મા વર્ષમાં પદાર્પણ કર્યું છે. વડોદરા શહેર-જિલ્લા ની સાથે ભરુચ, દાહોદ ,પંચમહાલ ,મહીસાગર, છોટાઉદેપુર, અને નર્મદા જિલ્લામાં પણ આ અખબાર ના વાંચકો વિપુલ પ્રમાણમાં છે.
બ્રિટિશ શાસનકાળમાં વર્ષ 1932માં મૂળ માલિકો પાસેથી આ અખબાર શાંતિલાલ શાહે ખરીદ્યું હતું. એસી વર્ષથી વધુ લાંબા આ સફરમાં ગુજરાત સમાચાર, ગુજરાત રાજ્યના ઘરે ઘરે પહોંચ્યું અને વિસ્તરતું ગયું . ગુજરાતના પ્રમુખ દૈનિક અખબારોમાં ગુજરાત સમાચાર નું આગવું સ્થાન છે. ભારતીય પાઠક સર્વેક્ષણ (આઈઆરએસ) થયેલા સર્વેના 2017 ના આંકડા અનુસાર 11.78 મિલિયન પાઠકો ગુજરાત સમાચાર વાંચે છે. ક્ષેત્રીય ભાષામાં ગુજરાત સમાચાર નું સ્થાન આઠમું, અને ભારતીય ભાષાઓમાં ગુજરાત સમાચારનું સ્થાન સોળમું છે. આમ આ મુખપત્ર ગુજરાત સિવાય સમગ્ર ભારત અને વિશ્વ ના ગુજરાતીઓ નું પ્રિય અખબાર છે.
More Stories
ટ્વિન્કલ ખન્ના : હજુ તો ઘણું બધું શીખવાનું છે.
Indian coffee in spot light
જામનગરમાં ‘સ્વર્ગારોહણ’, પર્યાવરણમિત્ર લાકડાના અગ્નિસંસ્કાર માટે નવી ભઠ્ઠી