બે થી ૧૮ વર્ષના બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ માટે ભારત બાયોટેક કંપની ને મળી સરકારની મંજૂરી
કોરોના ને કાબુ કરવાના ઉદ્દેશથી ભારતની ભારત બાયોટેક કંપની ને બે થી 18 વર્ષ ઉમરના બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે સરકારે મંજૂરી આપી છે.
કોરોના જ્યારે બેકાબુ બન્યો છે, અને બીજા ચરણમાં કોરોના ના ૨.૩૩ કરોડ કેસ થઈ ચૂક્યા છે, અને મૃત્યુઆંક 2.53 લાખ સુધી પહોંચ્યો છે ,તેવામાં કોરોના ની ત્રીજી લહેર ની આશંકા યથાવત છે .અને ત્રીજી લહેરમાં બાળકો પર ખતરો વધારે થઈ શકે છે તે જોતાં હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપની એ સરકાર પાસે બે થી ૧૮ વર્ષના બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ માટેની મંજૂરી માગી હતી .સરકારની CDSCOની સમિતિએ આ મંજૂરી આપી દીધી છે ,પણ આ ટ્રાયલ શરૂ કર્યા પહેલા બીજા ચરણમાં સુરક્ષા સંબંધિત સમગ્ર ડેટા, કંપની એ CDSCO ને આપવાના રહેશે. આ કંપનીએ ભારત ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR) સાથે મળીને વેક્સિન બનાવી છે .દિલ્હી અને પટનાના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં ,નાગપુર સ્થિત મેડિટ્રીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ,સહિત દેશના વિભિન્ન કેન્દ્રો પર લગભગ 525 વોલેન્ટિયર આ ક્લિનિકલ ટ્રાયલ લેવામાં આવશે.
More Stories
हमेशा खुश कैसे रहें और तनाव को दूर कैसे करें
सलमान खान की ‘सिकंदर’ ने पहले दिन मचाया धमाल, जानिए बॉक्स ऑफिस कलेक्शन और एक्सपर्ट ओपिनियन
कौन हैं ऑटो ड्राइवर के बेटे विग्नेश पुथुर, जिन्होंने IPL में मचाया धमाल?