20-03-2023,Monday
નીના હરિદાસ. The writer is former editor- in- chief ‘Marie Claire’ & A fashion consultant) ભાવાનુવાદ: દિલીપ મહેતા, વડોદરા
ભારત અને ભારતવાસીઓની એ ‘ક્ષણ’ હતી. એસ.એસ રાજા મૌલીની ફિલ્મ RRRના ગીત ‘નાત્તું-નાત્તું’ માટે જયારે એમ એમ કીરવાની અને ચન્દ્રબોઝે ‘બેસ્ટ ઓરીજીનલ સોંગ’ માટે ટ્રોફી હાથમાં લીધી ત્યારે એ ‘સોનેરી ક્ષણ’ બની !
ભારત અને ભારતીયો મહાન સંગીત સર્જી શકે છે, એની એ એક વધુ સાબિતી હતી. અને એ પણ સબુત કે, સભાનતા વિના આપણે એવી રીતે ડાન્સ કરી શકીએ છીએ, જાણે કે આપણને કોઈ જોતું જ નથી!
અને સૌથી અગત્યની બાબત એ કે આપણે એવી મનોરંજક ફિલ્મો બનાવીએ છીએ જેમાં લોજીકની એન્ટ્રી માટે કોઈ ચાન્સ જ નથી!
લોસ એન્જેલસના એ ડોલ્બી થીયેટરમાં બેઠેલા ફિલ્મજગત સમક્ષ ગીતનો પરિચય આપતા દીપિકાએ ગીતની સરસ વાખ્યા આપી. નાટુ-નાટુ એ એક Banger છે, એક એવું ગીત જે લાઉડ છે, અને એમાં એનરજેટીક બીટ્સ પણ છે, જે તમને ડાન્સ કરવા મજબુર કરી દે છે.
દીપિકાએ એની ખુબ ટૂંકી-પાતળી સ્પીચ આપીને આજના ભારતનો આત્મવિશ્વાસ છલકાવી દીધો.
અમેરિકન સ્વર ઉચ્ચારણ કે પછી હોલીવુડની ટીપીકલ શૈલીથી પ્રભાવિત થયા વિના બિલકુલ પોતીકી અને સ્વાભાવિક શૈલીમાં એણે સ્પીચ આપી.
Yes, દીપિકાએ લુઈસ વીટોન ( Louis Vuitton) બ્લેક વેલવેટ બોલ ગાઉન ધારણ કર્યો હતો. એના મેચિંગમાં એણે ગળામાં ઝળહળતો ‘કાર્ટીઅર’નો નેકલેસ પણ ધારણ કર્યો હતો.
અને ,ના, બિલકુલ ના, એણે પોતાના દેહ પર કાંજીવરમની સાડી નહોતી પહેરી, અને પોતાને ‘ભારતીય વારસદાર’ તરીકે પ્રસ્થાપિત કરવા માટે ફેસ તથા બોડી પાર્ટ્સ કવર કરવા માટે ટેમ્પલ જ્વેલરી પણ ન પહેરી.
જો કે આપણા કથિત સંસ્કૃતિવાહકો તો એવું જ માનતા આવ્યા છે કે ભારતીયવારસાની અભિવ્યક્તિ ભારતીય વસ્ત્રોથી જ થઇ શકે.
અંગ્રેજીમાં બોલે તો Dipika stood tall , confident , and proud in her off shoulder gown. ખુલ્લા ગાઉનમાં દીપિકા ગૌરવ અને આત્મવિશ્વાસથી છલકાતી હતી.
આપણામાંના જે લોકોએ ટીવી પર આ દ્રશ્ય જોયું હતું, એ લોકોએ ખરેખર આ ક્ષણને માણી.
આજના વૈશ્વિક ભારતીયોએ ઇન્ટરનેશનલ સ્ટેજ પર લાવીને મુકેલ આ એક મિજાજ , એક સ્પીરીટ છે. એક ભારતીય તરીકે આપણે જે છીએ , જેવા છીએ એનું આ ‘દેશાભિમાન’ છે.
હા, એ સાચું છે કે આપણી ઘણી ફિલ્મો પલાયનવાદ આધારિત છે, અથવા એવી ફિલ્મો છે જેમાં એક વૃક્ષની ફરતે દોડતું પ્રેમી યુગલ જોવા મળે, જેમાં પ્રેમ અને રોમાન્સ પણ હોય. હા, જેમાં ઘણાબધા ખલનાયકોને પછાડીને હીરો વિજેતા બનતો હોય કે પછી ક્યારેક તો સિંહ, વાઘ જેવા વન્ય પ્રાણીઓ સામે ટક્કર લઈને વિજેતા બનતો હોય. પરંતુ , ચાલો આપણે આ બધી હરકતો બદલ માફી માંગી લઈએ.
એક વાત નક્કી છે કે આપણી ફિલ્મો આનંદ અને સુખ ફેલાવે છે, અને એની તાકાત , એની ઉર્જા બહુ ચેપી છે:નાટુ-નાટુના ગુંજારવ સાથે ડોલ્બીનું ઓડીયન્સ અધ્ધરતાલ થઇ ગયેલું!
આપણી ફિલ્મોના આનંદ અને સુખના આ મૂળ કોન્સેપ્ટની આપણી કથિત intellectual પ્રજાતિ,બૌધ્ધિકોના અડ્ડાઓ, કહેવાતા સમીક્ષકો, વિવેચકો મજાક ઉડાવતા આવ્યા છે.
ઓસ્કરથી વંચિત રહેવા બદલ, આપણી નિષ્ફળતાનું કારણ એમને એ જ લાગ્યું કેWe are not raw, gritty and enough.
આપણા કાચા માલમાં દમ નથી , આપણે તીક્ષ્ણ ..ધારદાર નથી,આપણામાં કંઇક ખૂટે છે. આપણી પાસે જે કંઈ છે, તે અપૂરતું છે.
RRRમાં આમાંનું કશું નથી. અરે ગીતમાં પણ એવું કંઈ વિશેષ નથી. બસ, બે ચાર ચક્કર –ભમ્મર વાળી કોરિયોગ્રાફી અને ગીત પૂરું !
આ ફિલ્મ એક ચાપલુસી વગરનું , અણી શુધ્ધ, ભારતીય મનોરંજન છે, જેમાં કલ્પનાના રંગોથી સુશોભિત અવાસ્તવિકતા છે , અને છતાં એ ગૌરવશાળી છે.
રાજા મૌલીની આ ફિલ્મ આવા પ્રકારની પ્રથમ ભારતીય ફિલ્મ નથી , પરંતુ હોલીવુડે એની સેન્ટ્રલ થીમ માટે સરાહેલી, પોંખેલી , વધાવેલી,બિરદાવેલી પ્રથમ ફિલ્મ તો છે. હોલીવુડને પહેલી વહેલી વાર, અલબત્ત , મોડે મોડે પણ એ વાતનું ભાન થયું કે ફિલ્મ મેકિંગ એ સાચે જ મજા ( FUN)અને મનોરંજન માટે છે, અને એની કોઈ સીમા નથી હોતી.
બસ, દીપિકાએ બ્લેક ગાઉન પહેરીને આવું જ કંઈ કર્યું , અને પછીથી ‘વેનિટી ફેઈર’ પાર્ટીમાં ઇન્ડિયન –અમેરિકન ડીઝાઇનર નઈમખાન દવારા ડીઝાઈન કરેલો પિંક-ફલફ્ફી ફેધર ડ્રેસ પણ ધારણ કર્યો.
દીપિકાએ એ વાત પર ભાર મુકવાનો પ્રયત્ન કર્યો કે ભારતીય તરીકે અમે પણ ગ્લોબલ પ્લેસના એક ભાગ છીએ. વૈશ્વિકતાનો અમે પણ એક અંશ છીએ. (ગ્રામ્ય ભાષામાં કહીએ તો “ જે જ્યાં શોભતું હોય એ જ શોભે”) અને હા , કોઈ છેવાડાના લટકણીયા (fringes)અંશ નહીં, કોઈ સુશોભન રૂપે પણ નહીં, પરંતુ, અમે બુમા બુમ કર્યા વિના , છાપરે ચડીને બુમ પડ્યા વગર કે, આ કિસ્સામાં છ વારની ફેબ્રિક ધારણ કર્યા વગર પણ અમારા વારસા, વિરાસતની મહત્તા સાબિત કરી શકીએ તેમ છે.
આપણે સાડી સુધી જ કેમ સીમિત રહીએ છીએ ? આપણે સલવાર –કમીઝ , ચણીયા –ચોળી, કાઠીયાવાડી ચોરણો કે પછી નવ-વારી, મેખલા –ચાદોર વગેરે પહેરીને વિશ્વમંચ પર કેમ ન જઈએ ?આપણે ભારતીયો માટે આ બધા વસ્ત્રો આપણી સંસ્કૃતિ, આપણા વારસા અને વિરાસતનો એક આંતરિક ભાગ છે.
આપણા પરંપરાગત પોશાક આપણી ઓળખ છે. આપણે કોણ છીએ એની જ અભિવ્યક્તિ છે , અને આપણે સૌ એને સગૌરવ ધારણ કરીએ છીએ. ફેશન ઘણી બધી પરંપરાઓ અને સંસ્કૃતિઓથી જ પ્રેરિત હોય છે, અને જીજ્ઞાસા અને સમાવેશકતા સમયની સાથે સાથે જ વૃધ્ધિ પામે છે.
મદ્રાસ ચેક્સ ( સાઉથ ઇન્ડિયાની લુંગી) એ ઘણા બધા ભારતીય ફેબ્રિક, પ્રિન્ટ્સ માંની એક ફેબ્રિક છે જેણે ગ્લોબલ ફેશનને પ્રભાવિત કરેલું. રાલ્ફ લોરેન ( Ralf Lauren)ના મદ્રાસ કલેક્શનમાં સ્થાન પામ્યા બાદ એને વૈશ્વિક ઓળખ મળેલી છે. એ પછીથીહર્મિસ (Hermes) સહીત દુનિયાના ફેશનના માન્ધતાઓ એ ૨૦૧૯માં એને રિસોર્ટ કલેક્શન તરીકે ખ્યાતી અપાવી છે.હવે મારા જેવા ઘણા સીનીયર સિટીઝન્સ લુંગી ત્યજીને શોર્ટસ કે પછી સ્પોર્ટસ વેર તરફ વળ્યા છે. હિન્દી ફિલ્મોમાં ‘નાઈટ ગાઉન’ જોઇને આજથી ચાલીસ વર્ષ પહેલા ભદ્રલોકમાં ઘણા નાઈટ ગાઉન પહેરતા. મહિલાઓમાં આજકાલ ફરી એક વાર ગાઉન ઉભરી રહ્યો છે.
ઇન્ડિયન કોટન, ઇન્ડિયન જ્વેલરી, સિલ્ક, વણાટકામ, એમ્બ્રોડરી, હસ્તકલા એ દુનિયાને ભારતનો એક ટુકડો આપ્યો છે, અને આપણા આ મહાન વારસાએ આપણા દેશને વિશ્વ ફલક પર એક ઓળખ આપી છે.
દીપિકાના ગાઉનની સાથે નેશનાલીઝમને જોડનારા કેટલાક સંસ્કૃતિના કથિત મશાલચીઓ એકાદ વાર ગુગલ કે યુ ટ્યુબમાં જરાક ઊંડા ઉતરીને ભારતના સાંસ્કૃતિક પ્રભાવ વિષે જાણે તો સારું.
ગર્વિષ્ઠ બનો, ગૌરવશાળી બનો, આત્મ વિશ્વાસુ બનો, દુનિયા આપણે જેવા છે એના માટે હંસગાન ગાશે.
More Stories
मोहाली में गिरी बहुमंजिला इमारत, 15 से ज्यादा लोगों के दबे होने की आशंका , बचाव कार्य जारी
43 साल बाद क्यों कुवैत दौरे पर गए प्रधानमंत्री मोदी?
दिल्ली चुनाव से पहले AAP को बड़ा झटका, LG ने केजरीवाल के साथ खेला खेल