તાજેતરમાં પૂર્ણ થયેલા કાન્સ ફેસ્ટિવલમાં અભિનેત્રી કાની કુસૃતીએ આકર્ષણ જમાવ્યું હતું, એ ખૂબ સુંદર દેખાતી હતી એટલા માટે નહીં પરંતુ એણે હાથમાં રાખેલ તરબૂચ જેવાં કલચને કારણે એ ચર્ચામાં રહી.
કુસૃતિએ કાન્સ ફેસ્ટિવલમાં તેની ફિલ્મ All we imagine as light ના સ્ક્રીનિંગ દરમિયાન તરબૂચના ક્લચ સાથે પોઝ આપ્યો હતો. પાયલ કાપડિયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે ફેસ્ટિવલમાં બીજો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર ગ્રાન્ડ પ્રિકસ પણ જીત્યો.
કુસૃતીના આ પગલાંને ગાઝા પર ઈઝરાયેલના સતત હુમલા વચ્ચે પેલેસ્ટાઈનીઓ સાથે એકતાની અભિવ્યક્તિ તરીકે જોવામાં આવ્યું, કારણ કે તરબૂચને લાંબા સમયથી તેમના સંઘર્ષનું પ્રતીક માનવામાં આવે છે.
ઈઝરાયેલમાં પેલેસ્ટિનિયન ધ્વજ લહેરાવવા પર કાયદેસર રીતે પ્રતિબંધ નથી, તેમ છતાં સત્તાવાળાઓ વારંવાર ક્રેકડાઉન કરે છે અને દાવો કરે છે કે ધ્વજ “શાંતિને ખલેલ પહોંચાડી શકે છે”.
આ પણ વાંચો – ફરી સાંભળવા મળશે – સર પે લાલ ટોપી રુસી…
એના ઉકેલ તરીકે તરબૂચની પસંદગી કરવામાં આવી છે કારણકે, તરબૂચને જ્યારે કાપવામાં આવે છે ત્યારે તે પેલેસ્ટિનિયન ધ્વજના રંગો દર્શાવે છે – લાલ, લીલો, કાળો અને સફેદ. આ તેને પેલેસ્ટિનિયન ઓળખનું પ્રતીક બનાવે છે.
પેલેસ્ટાઈનમાં પશ્ચિમ કાંઠાથી ગાઝા સુધી
તરબૂચની વ્યાપકપણે ખેતી કરવામાં આવે છે અને પેલેસ્ટિનિયન ભોજનમાં તે મુખ્ય રીતે જોવા મળે છે.
More Stories
ટ્વિન્કલ ખન્ના : હજુ તો ઘણું બધું શીખવાનું છે.
Indian coffee in spot light
હવે પાણીની બોટલ લો ત્યારે જરા જોઈ લેજો કે તમે શું પીવો છો?