CATEGORIES

December 2024
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
Monday, December 23   5:07:42

કેન્દ્ર સરકાર નો મહત્વ નો નિર્ણય,CBSC 10th બોર્ડની પરીક્ષા રદ,12th board ની પરીક્ષા સ્થગિત

14 Apr. Vadodara: આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ ની પરીક્ષા મુદ્દે મળેલી બેઠક માં 10 બોર્ડની પરીક્ષા રદ કરવાનો અને 12th બોર્ડની પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જે રીતે કૂદકે ને ભૂસકે કોરોના ના કેસ વધુ થયા છે,અને મૃત્યુ આંક વધી રહ્યો છે, એવામાં 10th અને 12th બોર્ડની પરીક્ષાઓને લઈને દિલ્હી ના મુખ્યમંત્રી કેજરીવાલ,પંજાબ ના મુખ્યમંત્રી અમારિન્દ્ર સિંહ ,કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી,રાહુલ ગાંધીએ પરીક્ષાઓ રદ્દ કરવાની માગ કરી હતી .આ મુદ્દે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ ની બેઠક મળી હતી જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે, આ વર્ષે 10th બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી છે ,અને બાળકોને પ્રમોટ કરવામાં આવશે .આ સાથે 12th બોર્ડની પરીક્ષા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. આ સાથે રાજ્યો ના બોર્ડ ની પરીક્ષા પણ રદ્દ કરવાની માંગ ઉઠી છે.