CATEGORIES

April 2025
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
Wednesday, April 16   1:31:27
colorful caps

હવે પાણીની બોટલ લો ત્યારે જરા જોઈ લેજો કે તમે શું પીવો છો?

બજારમાંથી પાણીની બોટલ ખરીદીને પીવો ત્યારે ખબર છે તમે કયા પ્રકારનું પાણી પીવો છો ? એટલે શુદ્ધ કે અશુદ્ધની original કે duplicate ની વાત નથી, પરંતુ બજારમાં મળતી પાણીની બોટલનું ઢાંકણ એ પાણીની ઓળખ આપતું હોય છે.

સામાન્ય રીતે આપણે કોઈ સ્ટાન્ડર્ડ કંપનીનું પાણી લઈને પી લેતા હોઈએ છીએ એનાં ઢાંકણ તરફ ભાગ્યે જ આપણી નજર જાય છે. આવો, આજે જોઈએ પાણીની બોટલનાં ઢાંકણા કેવી રીતે પાણીની ઓળખ આપે છે?

આ પણ વાંચો- જામનગરમાં ‘સ્વર્ગારોહણ’, પર્યાવરણમિત્ર લાકડાના અગ્નિસંસ્કાર માટે નવી ભઠ્ઠી

જે બોટલનું ઢાંકણું બ્લુ કલરનું હોય એ Natural water છે. સફેદ ઢાંકણાવાળી બોટલમાં processed water હોય છે. ગ્રીન કલરના ઢાંકણાવાળી બોટલમાં infused with natural flavour પાણી હોય છે. કાળા કલરના ઢાંકણાવાળી બોટલમાં આલ્કલાઇન કે પ્રીમિયમ વોટર હોય છે. લાલ ઢાંકણાવાળી બોટલમાં sparkling અથવા તો કાર્બોનેટેડ પાણી ભરાય છે. પીળા ઢાંકણાવાળી બોટલમાં ફ્લેવર્ડ અથવા તો વિટામિન ઉમેરેલું પાણી વેચાતું હોય છે, અને આ સિવાયના કોઈપણ કલરનું ઢાંકણું ફ્લેવર્ડ વોટરનો નિર્દેશ કરે છે.