CATEGORIES

December 2024
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
Wednesday, December 4   7:21:17
mene mandu nahi dekha

મૈને માંડૂ નહી દેખા : એક ચમત્કૃતિ!

અંગ્રેજી અને ગુજરાતી સાહિત્યની સમાંતરે હિન્દી સાહિત્યની પણ મારી વાંચન યાત્રા ચાલતી રહે છે. કોઈની પણ આત્મકથા કે સ્મરણકથા મને સ્પર્શે છે. એમાં નિહિત સત્યના અંશો ક્યારેક દિવસો સુધી વિચારતા કરી મુકે છે!
સુખદ્દ કે વિષાદમય કે પછી રોમાંચક સ્મૃતિઓને અને સંવેદનોને વારંવાર વાંચવાનું મન થાય છે!
થોડા દિવસો પહેલા જ એક હિન્દી ભાષી સહેલીએ મને ફોનથી કહ્યું “ દિલીપભાઈ , ‘મૈને માંડૂ નહી દેખા’ જરૂર પઢના”
એ પછી તો એની સાથે આ કિતાબ અંગે અને એના લેખક વિષે એમણે લાંબીવાતો કરી. બસ, ફોન મુકીને મેં તરત જ એમેઝોન પર આ કિતાબનો ઓર્ડર કર્યો, અને ગઈકાલે જ કિતાબના ત્રણ પ્રકરણ પુરા કર્યા ત્યારે યોગાનુંયોગ દિવ્ય ભાસ્કરની રવિવારની ‘રસરંગ’ પૂર્તિમાં અજયસિંહ ચૌહાણનો આ જ કિતાબ પરનો સુંદર લેખ વાંચ્યો !
હું ‘રસરંગ’ નિયમિત અને રસપૂર્વક વાંચતો હોઉં છું પરંતુ અજયસિંહની કોલમ પર ગઈકાલે જ સૌ પ્રથમ વાર મારું ધ્યાન ગયું અને એકીશ્વાશે હું એમનો આ લેખ વાંચી ગયો! લેખ વાંચ્યા બાદ મેં ફેસબુક પર એનું પેજ પણ શોધ્યું અને થોડીક પોસ્ટ્સ પણ વાંચી ગયો!
અજયસિંહ ચૌહાણને ખુબ ખુબ અભિનંદન !
આ પુસ્તક એના રચનાકારની સચ્ચાઈ અને સત્યકથાને લીધે તો હૃદયસ્પર્શી બન્યું જ છે , પરંતુ , પુસ્તકની રચના રીતી મને ખુબ ગમી ગઈ !
પોતાની આત્મકથા કે સ્મરણકથા –આ રીતે એક કોલાજ સ્વરૂપે પણ લખી શકાય એ મેં પહેલી વાર જોયું !
સ્વદેશ દીપક હિન્દી સાહિત્ય જગતના એક પ્રતિષ્ઠિત અને પ્રશાસીંત સાહિત્યકાર છે. દીપકે નવલકથા , વાર્તા અને કવિતા લખી પરંતુ એમના બે નાટકો ‘કોર્ટ માર્શલ’ અને કાલ કોઠરી’ દવારા એ ઘણા જ લોકપ્રિય થયા. આ બંને નાટકો પણ મને ખુબ ગમેલા જ.
વર્ષ 2004માં સંગીત નાટક એકેડેમી દવારા સન્માનિત આ સાહિત્યકાર અને અંબાલાની એક કોલેજના અંગ્રેજી વિષયના પ્રોફેસર સ્વદેશ દીપકના જીવનમાં જે ટર્નીંગ પોઈન્ટ્સ આવેલા છે , એની આ પુસ્તકમાં મુખ્ય કથા છે.
અજય લખે છે : “વાત બને છે વર્ષ ૧૯૯૧ના અગિયારમાં મહીનામાં. સ્વદેશને કોલકાતામાં એમના નાટક ‘કોર્ટ માર્શલ’ ના શો પછી એક સુંદર સ્ત્રી મળે છે. નાટકના વખાણ કર્યાપછી એ પૂછે છે ,” મૈને માંડૂ નહી દેખા “ સ્વદેશ કહે છે કે “ Then go and see Mandu”
સામેથી જવાબ મળે છે ,” But , I want to see Mandu with you”આટલું સાંભળતા જ દીપકના મગજનો બાટલો ફાટે છે અને તે પેલી સ્ત્રીનું અપમાન કરે છે. આમ તો વાત અહીં પૂરી થઇ જવી જોઈતી હતી , પરંતુ લેખક સ્વદેશ માટે ‘મૈને માંડૂ નહીં દેખા એ કાલકોઠરી બની જાય છે. એ સ્ત્રી સાથેની બીજી મુલાકાતમાં એ જ એ એના દેહ અનેવ્યક્તિત્વના સૌન્દર્યમાં કેદ થઇ જાય છે. હવે એમના માટે એ મહિલા એક માયાવીની છે. સ્વદેશ માટે એ બની જાય છે The seductress of illusion”.
સ્વદેશ દીપકને ત્યારબાદ સતત એવું લાગવા માંડે છે કે એ મહિલાએ એના પર કોઈ કામણ કર્યા છે કે પછી કોઈ કાળો જાદુ ! બસ, એ મનોરોગી બની જાય છે અને ત્રણ ત્રણ વાર આત્મ હત્યાનો પ્રયાસ કરે છે.
કોલેજ જવાનું , ભણવવાનું લગભગ બંધ થઇ જાય છે.
દિવસ રાત એ સિગારેટ ફૂંકીને સમય પસાર કરતો રહે છે. સાત સાત વર્ષ એમના બસ આમ જ વીતે છે!
એક સક્ષમ સાહિત્યકારના આ બધા વર્ષો સિગારેટના ધુમાડામાં જ ઓગળી જાય છે!
છેવટે બાય પોલર ડીસ ઓર્ડરના આ દર્દીને ચંડીગઢની એક હોસ્પીટલમાં મનોરોગ વિભાગમાં દાખલ કરવામાં આવે છે. ત્યાં એને છ માસ સુધી ઇલેક્ટ્રિક શોક સહીત વિવિધ સારવાર આપવામાં આવે છે અને ત્યારબાદ નિયમ મુજબ છ માસ પૂર્ણ થતા એને સારવાર માંથી મુક્તિ મળે છે.
દીપક સ્વદેશ હવે ઘરે આવે છે. ધીમે ધીમે હવે એ સ્થિર થાય છે. એના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. એની સર્જકતા પુનઃ જાગૃત –જીવંત થાય છે અને તે નાટક લખે છે ‘ સબસે ઉદાસ કવિતા’!
૨૦૦૩માં એ આ પુસ્તક( મૈને માંડૂ નહીં દેખા ) લખે છે . આ પુસ્તક પબ્લીશ થયાને આજે બે દાયકા થઇ ચુક્યા છે, પરંતુ , કોને ખબર આ વર્ષે આ પુસ્તક એની નવી આવૃત્તિ બાદ વિશેષ લોકપ્રિય અને ચર્ચાસ્પદ બન્યું છે.
આ પુસ્તકમાં એ કેવળ પોતાના વિષાદમય દિવસોની જ કથા નથી કહેતા પરંતુ હિન્દી સાહિત્યના દિગ્ગજ સાહિત્યકારો રાજેન્દ્ર યાદવ કે પછી નિર્મલ વર્મા, અરુણ કમલ, કૃષ્ણ સોબતી વિષે ઘણું જ રોચક લખે છે.
આત્મકથાના અંશોથી સભર આપુસ્તક એની શૈલીથી મને પણ એટલું જ પ્રભાવિત કરી ગયું છે , જેટલું અજય સિંહને ગમી ગયું છે.
એમના પ્રત્યેક પ્રકરણમાં મને હરિવંશરાયજીની આત્મકથા વાંચતા હોય એવો એહસાસ થયો છે! આ કોઈ તુલના નથી જ , એક અનુભૂતિ છે.
લાંબા સમય બાદ હૃદયના તારને ઝંકૃત કરી દે એવી કિતાબ વાંચવા મળી છે. માત્ર કથાનક ને કારણે જ નહીં , શૈલી અને કોલાજ પ્રકારને કારણે પણ આ પુસ્તક વધુ સ્પર્શી ગયું છે.
બીજી વાત, આ પુસ્તક લખાયા બાદ ૨૦૦૬માં કોઈ સવારે દીપક ફરવા નીકળી પડે છે અને આજ સુધી એ ઘરે પાછા નથી ફર્યા ! ૨૦૦૩ માં પુસ્તકનું પ્રકાશન અને ૨૦૦૬માં એમનું ક્યાંક ચાલ્યા જવું !
આ ઘટના પણ રહસ્યોના જાળામાં કેટલાક પ્રશ્નો છોડતી જાય છે! અને ત્રીજી ચોંકાવનારી બાબત તો એ છે કે એમના ગયા પછી એમના દીકરાએ લખ્યું છે કે “ વહ સૈર પર નીકલે ઔર કભી નહીં લૌટે. જબ હમ –મેરી મા, બહન ઔર મૈ-આશ્વસ્ત હો ગયે કી અબ વહ વાપસ નહીં આને વાલે હૈ , તો હમને એક સાથ રાહતકી સાંસ લી. કહના ચાહિયે કી લગભગ જશ્નકા માહોલ થા”
પુત્રના આ શબ્દો પણ ઘણા વેધક અને સૂચક છે.
આ પુસ્તકની ભૂમિકા બહુ ઓછા શબ્દોમાં લખાયેલી છે પણ એનો એક એક શબ્દ આપણને વિચારતા કરી મુકે છે. ‘યહાં કોઈ પુલ નહીં ‘નો ઉઘાડ જુઓ :” કલકતા.વર્ષ ૧૯૯૧ કા ગ્યારહવા મહિના . માયાવીની ને મેરે માથેમે કિલ ઠોક દી થી. મુજે બહુત દેર બાદ પત્તા ચલા. મેરી દુનિયા બહુ આયામી સે એક રંગી હો ગયી, બીમાર ઔર બદસુરત. મેરી નદી ખો ગયી. મેરા કહીં કોઈ પુલ ન થા”
સાત સાત વર્ષની કઠીન પરિસ્થિતિ ભોગવ્યા બાદ પણ કોઈ સાહિત્યકારની કલમ જે રીતે તેજતર્રાર ઉપડે છે , એ સ્વયમ એક ચમત્કૃતિ લાગે છે !