CATEGORIES

November 2024
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
Thursday, November 21   3:35:02

સ્વતંત્રતા દિવસ સાથે મહર્ષિ અરવિંદ નો જન્મ દિવસ પણ, વડોદરા માં એમની સમાધિ ની કહાની

તમે જાણો છો વડોદરા મા મહર્ષિ અરવિંદ ની સમાધિ છે?..
15 મી ઓગસ્ટ અતિ મનસ ચેતનાના સાધક સ્વતંત્રતા માટેની ક્રાંતિ ના દિશા દર્શક મહર્ષિ અરવિંદનો જન્મ દિવસ પણ છે.આઝાદી અને પરમ ચેતનાની યૌગિક ઉપાસનાનો કેવો સુભગ સમન્વય વિધાત્રી એ કર્યો!!!
મહર્ષિ અરવિંદે સ્વતંત્રતા માટે ક્રાંતિને વેગ આપ્યો અને અતિ મનસ ચેતનાની દિવ્ય અનુભૂતિનો સાધના માર્ગ બતાવ્યો.15મી ઓગસ્ટ એમનો પ્રાગટય દિવસ છે..દાંડિયા બજારના અરવિંદ આશ્રમમાં એમના દિવ્ય અવશેષોની પવિત્ર સમાધિ છે જ્યાં બેસીને ધ્યાન ધરવાથી ખૂબ શાંતિ મળે છે.એમણે કુબેર તીર્થ કરનાળીમાં સાધના કરી હતી આજે એ સ્થળને અરવિંદ ગુફા તરીકે ઓળખવા માં આવે છે.કુબેર મંદિરના પાછળના ભાગે મા રેવાના દર્શન માટેના જે પગથિયાં છે ત્યાં આ ગુફા આવેલી છે.
મહર્ષિ એ સયાજી શાસનના ઉચ્ચ અમલદાર તરીકે વડોદરામાં નિવાસ કર્યો હતો અને સયાજી મહારાજની મુક સંમતિ થી ક્રાંતિનું માર્ગદર્શન કર્યું. દિવ્ય અતિમનસ ચેતનાનો સાક્ષાત્કાર અરવિંદ નિવાસમાં જ કર્યો હતો.ત્યાં એમના જીવન પ્રસંગોનું સુંદર પ્રદર્શન છે અને એમને પ્રિય હીંચકો એક ખંડમાં રાખવામાં આવ્યો છે.
આવા ક્રાંત દ્રસ્ટા મહાપુરુષોએ ભારતની સ્વતંત્રતા ના જંગનું માર્ગદર્શન કર્યું. સન 2015 ના ઓગસ્ટમાં જ મારી દીકરીની પહેલ થી પુદ્દુચેરીમાં મહર્ષિ અને માતાજીની ચેતનામય સમાધિ ના દર્શનનો લાભ મળ્યો… ઓરોવિલે વિલેજમાં સાધનાની અનુભૂતિ કરી હતી.
વડોદરાવાસીઓ આ દિવસ રાષ્ટ્ર ધ્વજને સલામી આપે અને મહર્ષિની સમાધિના દર્શન કરે કારણ કે ૧૫ મી ઓગષ્ટ ,૧૯૪૭ ની સ્વતંત્રતા સવારની અનુભૂતિ એ મહાયોગી સાધકે આગોતરી કરી હતી.
આજે માં ભારતી સાથે એના યુગ પુરુષ સપૂતોને પ્રણામ…વંદન…
સહુને સ્વતંત્રતા પર્વના અભિનંદન..વંદે માતરમ્