પેરીસમાં ઓલિમ્પિક્સ ચાલી રહી છે ત્યારે ઓલિમ્પિક્સના ઈતિહાસમાં પેરીસ ખાતે રમાયેલી એક ક્રુર, અમાનવીય અને શરમજનક રમત અંગે પણ જાણવું જોઈએ.
સને ૧૯૦૦ ની સાલમાં ૧૪ મે થી ૨૮ ઓકટોબર દરમિયાન રમાયેલી ઓલિમ્પિક્સનું યજમાન પેરીસ હતું. આ રમતોત્સવમાં એક સ્પર્ધા એવી હતી કે જેમાં જીવતાં કબૂતરોને શુટીંગ કરી વીંધી નાખવાનાં હતાં. એમાં શરત એવી પણ હતી કે કોઈ સ્પર્ધક જો સતત બે વખત નિશાન ચૂકી જાય તો એ સ્પર્ધામાંથી બહાર થઈ જાય.
જીવંત કબૂતર શૂટિંગની આ ઈવેંટ બેલ્જિયમના લિયોન ડી લુંડેને 21 કબુતરોને મારીને જીતી હતી. રમતના અંત સુધીમાં મેદાનમાં કબૂતરોના 300 થી વધુ મૃતદેહો પડ્યા હતા.
જો કે ઓલિમ્પિક ઇતિહાસમાં એકમાત્ર એવો સમય હતો જ્યારે પ્રાણીઓને હેતુપૂર્વક મારવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આ સ્પર્ધાને ઓલિમ્પિક ગેમ્સમાંથી રદ કરવામાં આવી હતી.
More Stories
દુનિયાની પહેલી એવી એક ઘડિયાળ જેમાં 48 મિનિટનો કલાક અને 30 કલાકનો દિવસ છે:
સુનહરી યાદેં : અબ કે હમ બિછડે તો કભી તસ્વીરોમેં મિલે
એક પ્રયાસ જંગલને જૂનું કરવાનો..