CATEGORIES

October 2024
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
Thursday, October 31   7:26:31
cleavage

Tummy is the new cleavage by Dilip Kumar N Mehta

નક્કી તો એવું જ કરેલું કે આજે વિષયની બહાર એક ઇંચ પણ પગ મૂક્યા વિના ખૂબ ટૂંકમાં મારે મારી પોસ્ટ પૂરી કરી દેવી, પરંતુ કી બોર્ડ પર ફિંગર મૂકતાવેત મને મારી ટીનએજ ની હિરોઈન ડીમ્પલ યાદ આવી ગઈ , અને ખાસ તો એનું પેલું ‘પોલકા ડોટ્સ’ ! ‘બોબી’ પછી સાવ ભુલાઈ ગયેલું એ ડોટ્સ વાળું પોલકું ફરી એક વાર 1992માં જોવા મળ્યું. ફિલ્મ હતી ‘મૈંને પ્યાર કિયા” ભાગ્યશ્રી એ જરાક જુદી રીતે , પણ એને ધારણ કરેલું. હવે થોડો ઘણો તો ફેરફાર કરવો પડે ને ? બસ , આમ જ ફેશન અને ફિલ્મોની જુગલબંધી ચાલી આવે છે. સાધનાનું પેલું ચૂડીદાર કઈ ફિલ્મમાં પહેરેલું એ તો યાદ નથી , પણ , એ ચૂડીદાર બહુ ચાલ્યું.
ફેશન આઈકોન સાધના વિષે બહુ નથી લખવું પણ છેક 1966 માં એક ફિલ્મ આવેલી , જેનું નામ હતું ‘બદતમીઝ’. આ ફિલ્મમાં શમ્મી કપૂર એક ગીત ગાય છે ‘હસીન હો તુમ ખુદા નહીં હો’ . બસ , આ જ વખતે સાધનાએ લોવેસ્ટ પેન્ટ અને ક્રોપ ટોપ ધારણ કરેલું છે. અહી લિન્ક મૂકી જ છે , અને તસ્વીરો પણ. 38 વર્ષની ડોલ એશલી પણ આજે આ ક્રોપ ટોપ થી વધુ જાણીતી બની છે. 2020માં વેનિટી ફેરમાં આ સોનેરી રંગનું ક્રોપ ટોપ ધારણ કરીને એણે ભૂક્કા બોલાવી દીધેલાં !
Tummy is the new cleavage એ આજની યુવતીઓનો મંત્ર બની ગયો છે. ભૂલથી પણ સિક્સટીઝ ની કોઈ ફેશનેબલ મમ્મીએ સાધના ના જમાનાના એન્ટિક ક્રોપ ટોપ લોખંડની બેગમાં સંઘરી રાખેલા હોય તો અત્યારે એની દીકરીને કામ લાગે એવું છે !
તમને માન્યા ન આવે પણ , આ ક્રોપટોપ ના મૂળિયાં તો છેક 1893ના શિકાગો વર્લ્ડ ફેર સુધી પહોંચ્યા છે. જોકે પછી એ પ્રચલિત તો છેક 1930-40 માં થયું, લગભગ બીજા વિશ્વ યુધ્ધ વખતે. એ વખતે ફેબ્રીક નું રેશનિંગ હતું, વળી એ માત્ર સ્વિમિંગ વખતે જ પહેરવામાં આવતું. પણ , પછી સેક્સ્યુયલ ક્રાંતિ આવી , અને 1960 અને સિતેરના દાયકમાં તો એ દુનિયાભરમાં પ્રચલિત બની ગયું. અને 1990 થી તો હવે , બધા જાણે છે એમ retro fashion ની જ ફેશન ચાલે છે.
ફિલ્મો ફેશનથી પ્રેરિત છે કે પછી ફેશન ફિલ્મોથી ? વર્ષોથી આ ચર્ચા ચાલતી રહે છે. દર વર્ષે જૂની ફેશન થોડાક નવા ફોર્મ સાથે માર્કેટમાં આવતી જ રહે છે.
માધુરીએ બેકલેસ બ્લાઉઝ પહેર્યું એ પહેલા પણ જરૂર કોઇકે પહેર્યું જ હશે , અને ‘ચાંદની’માં શ્રીદેવીએ શિફોન સાડી પહેરી એ પહેલા પણ ‘શિફોન’ નો યુગ હતો જ ને ? શાન માં પરવીન બાબી એ ‘શિમરગાઉન’ પહેરેલો એ પહેલા પણ મૂંબઈમાં ઘણી સ્ત્રીઓ પહેરતી હતી. હા , પતિયાલા -ઝોલાં વિષે ખાસ કઈ ખબર નથી. ઊર્મિલાએ ‘રંગીલા’ માં જે ડેનિમ શર્ટ પહેરેલું એ આજે પણ ફેશનમાં ચાલે છે , પણ , જરાક ઓછું ! મહોબ્બતે માં શાહરુખે લગભગ પોલો ટીશર્ટ પહેરેલું , પણ , સાલ્લું, એ મને માફક જ ન આવ્યું ! ખેર , પસંદ અપની અપની ! બાય ધ વે , તમે ફેશન થી કેટલા પ્રેરિત છો ?