બારમા ધોરણમાં એલેમ્બિક સ્કૂલમાં અભ્યાસ સમયે વિજય કાપડીયા સાથે મારે દોસ્તી થઈ.તેઓ મૂળ અંકલેશ્વરના વતની .હું , રાજુ શાહ – નવાપુર વાળા અને વિજય,ત્રણેયમાં સામાન્ય બાબત એ હતી કે અમે મૂળ ગામડિયા,એટલે કે વતનના ગામથી શહેરમાં ભણવા આવેલા,એટલે અમારી દોસ્તી જામી પડી..
પછી msuની કોમર્સ કોલેજમાં ત્રણ વર્ષ સાથે ભણ્યા અને રવીન્દ્રનાથ ટાગોર હોલમાં સાથે રહેવાનું થયું.એટલે અંકલેશ્વર – દક્ષિણ ગુજરાતના સહ્રદયી મિત્રો ની ટોળી બની ગઈ.
દશેક દિવસ પહેલા એ પૈકી અમૂલ મહેતા અને બારડોલીના અમિત પરીખને મળવાનું થયું.અમૂલ સૌ થી ઉંમરમાં નાનો,હકીકતમાં એનો મોટો ભાઈ હાલ ન્યુઝીલેન્ડ રહેતા અતુલ મહેતા સાથેની ભાઈબંધી લંબાઈને અમૂલ સુધી પહોંચી. અમૂલે જીવનમાં ખૂબ પ્રગતિ કરી એ તાજેતરમાં મળ્યા ત્યારે જાણ્યું અને આત્મીય આનંદ થયો.આ બંને ભાઈઓના મામાનો દીકરો અમિત.અમને બંનેને જૂના ક્લાસિક મૂવી અને આર્ટ મૂવી ખૂબ પસંદ એટલે એની સાથે દોસ્તી જામી.
કોલેજનો અભ્યાસ પૂરો થયો પછી આ મિત્ર માળો લગભગ વિખરાય ગયો.
હવે ફરીથી સંપર્ક સ્થાપિત થઈ રહ્યો છે.આ પ્રયત્નોમાં દશેક દિવસ પહેલા બારડોલીના ખ્યાતનામ ધારાશાસ્ત્રી વકીલ પરિવારના નિકુંજ ઠાકોરભાઈ વકીલ કોરોનામાં અવસાન પામ્યા નું જાણ્યું ત્યારે અપાર દુઃખ થયું.એમના દીકરા કુંજ જેઓ પેઢી પરંપરા અનુસાર ધારાશાસ્ત્રી છે,એની સાથે સંવાદ એકબીજાને ક્યારેય પ્રત્યક્ષ જોયા કે મળ્યા વગર ખૂબ આત્મીય રહ્યો.
વિજયને લગભગ ચોવીસ વર્ષ પછી મળવાનું થયું.આમ ગણો તો ૧૯૮૩ પછી એકાદ બે વાર અલપ ઝલપ મળ્યા હતા.ગઈકાલે શાંતિથી એકાદ કલાક બેઠા અને જીવનની મીઠી યાદો વાગોળી.મિત્રતાની વાતો જ્યારે પણ નીકળે,મીઠી જ લાગે..
હકીકતમાં વિજય સાથે ફરીથી સંપર્ક સ્થાપિત કરી આપ્યો,મૂળ ભરૂચના વતની અને હાલ વડોદરાના મીડિયા દિગ્ગજ વશિષ્ઠ( એમને વિશિષ્ઠ ગણી શકાય અને વરિષ્ઠ પણ) શુક્લે.ગઈ સાલ હું કેનેડામાં હતો તે દરમિયાન વાયા વશિષ્ઠ હું વિજયને મોબાઈલ પર મળ્યો. એ હાલ શિકાગોમાં પરિવાર સાથે રહે છે.હાલમાં વતન આવ્યો હતો.ગઈકાલે અમેરિકા પરત જવા માટે અમદાવાદ જતાં,ખાસ આ મુલાકાત માટે ઘેર આવ્યો.આભાર વિજય..
અહીં એક મિત્ર જીતેન્દ્રસિંહ સોલંકીનો ઉલ્લેખ કરવો પડે. એ પણ મૂળ દક્ષિણ ગુજરાતના કિમ – ઉતરાણનો.એના પિતા ગંભીરસિંહજી સોલંકી ( હવે સ્વર્ગસ્થ) નસવાડીના સ્ટેશન માસ્તર હતા.અમે લગભગ ૧૯૭૨ – ૭૩માં જીવન સાધનામાં સાથે ભણ્યા.તે પછી ઈશ્વર કૃપાથી એની સાથે દોસ્તી અને સંપર્ક સતત જળવાઈ રહ્યો છે.
એક મિત્રની હજુ પણ તલાશ છે, એ છે રાજીવ રમેશચંદ્ર શાહ,મૂળે નવાપુર – મહારાષ્ટ્ર ના વતની અને પછી થી નવસારીમાં સ્થાયી થયા હતા.એમનું કોઈ સંપર્ક સૂત્ર મળે તો જૂની મિત્ર મંડળીનું આખું મિત્રતા ચક્ર પૂરું થશે.મારા fb મિત્રો પૈકી કોઈનો એમની સાથે સંપર્ક હોય તો જૂના મિત્રોને ભેગા કરવામાં મદદ કરે એવી વિનંતી…
શુભ યાત્રા વિજયભાઈ,તબિયત સાચવજો કારણ કે શરીર ખૂબ વધી ગયું છે…
એક વાત:
આ વિજય યુવાનીમાં અમિતાભના ચલચિત્રોનો ઘેલો હતો.નવું મૂવી પહેલા શો માં જોવાનો નિયમ. એ દિવસે કોલેજ bunk કરી વહેલી સવારથી ટૉકીઝ ની ટિકિટ બારી પર લાઈનમાં ઉભો રહી જાય અને ટિકિટ મળે એટલે લંકા જીત્યા જેવી મોજ એને આવે.ત્યારે શરીર સૌષ્ઠવ ખૂબ સરસ હતું..
મિત્રતાની યાદો અને વાતો રસપ્રદ હોય છે નહિ…!!
જુના મિત્રોની વાતો અને યાદો બધાને રસપ્રદ લાગે.. આ વાતો તમારા મિત્રોની છે. પણ તોય ખૂબ મજા થી મેં પણ વાંચી લીધી, કારણ કે મિત્રોને મળવાની મજા જ અલગ હોય છે..