CATEGORIES

November 2024
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
Friday, November 22   10:13:00

Dollar v/s Rupee:રૂપિયો કેમ ગગડયો?

04-01-2023, Wednesday

આર્થિકમંદી સમગ્ર વિશ્વને પ્રભાવિત કરી રહી છે, ત્યારે ભારતીય ચલણ પર એની ગંભીર અસર જોવા મળી છે,ફળસ્વરૂપ અમેરિકન ડોલર સામે રૂપિયાનું ૧૦% અવમુલ્યન થયું છે. એશિયાઈ ચલણમાં તો આપણો રૂપિયો બરાબરનો પછડાયો છે, એમ કહેવામાં કશું ખોટું નથી. ડોલર સામે ૮૩.૨ના ભાવ સાથે રૂપિયાએ નીચે પડવાનો રેકોર્ડ કર્યો છે!
એશિયાની બીજી કરન્સીની તુલનામાં રૂપિયાની આ સ્થિતિ ગંભીર છે. એશિયન દેશોની વાત કરીએ તો ચીનનો યાન, ફિલીપીન્સનો પેસો, ઇન્ડોનેશિયાનો રૂપિયો(Rupiah)૯% નીચે આવી ગયા. દક્ષિણ કોરિયા જીતી ગયું અને મલેશિયાનો રીન્ગીત(Ringgit)૭અને૬% નીચે ઉતર્યો.
ભારતીય રિઝર્વ બેન્કે જોકે ફોરેકસ માર્કેટમાં દરમ્યાનગીરી કરીને રૂપિયાને બચાવી લેવાની પૂરી કોશિશ તો કરી જ , તેમ છતાં રૂપિયો ૧૦% નીચે ગયો જ.
૨૦૨૨ના પ્રારંભમાં જ, દેશનું ફોરેન એક્સચેન્જ રીઝર્વ( FER)૭૦ બિલિયનડોલર જેટલું નીચું ગયેલું.
૨૩ ડિસેમ્બરે ૫૬૨.૮૧ બીલીયન પર એ ઉભેલું હતું.રીઝર્વમાં જે ધોવાણ જોવા મળ્યું એના બચાવમાં સેન્ટ્રલ બેંક હવે કટીબધ્ધ બનીને એનું રીઝર્વ વધારવા તૈયાર થઇ છે , અને આમ અનિશ્ચિતતાના આ માહોલમાં એ રીઝર્વ ‘બફર’ તરીકે કામ કરશે.
રૂપિયો કેમ નીચે ગયો ? તો એનું મુખ્ય કારણ તો એ જ કે ૨૦૨૨માં ૪૨૫ બેસીઝ પોઈન્ટ સાથે યુ એસ ફેડરેશને એનો વ્યાજનો દર ખુબ વધારી દીધો. ફુગાવા સામેની અમેરિકાની ફાઈટમાં આ શસ્ત્ર કામયાબ રહ્યું, અને એને કારણે ભારતીય વ્યાજ દર અને અમેરિકન વ્યાજ દરમાં મોટો તફાવત જોવા મળ્યો. પછી તો પૂછવાનું જ શું હોય ? દેશના તમામ લક્ષ્મી પૂજકો દેશની ડોમેસ્ટિક માર્કેટમાંથી પૈસા ઉપાડી ઉપાડીને યુ એસ માર્કેટમાં ઠાલવવા લાગ્યા! (બે પૈસા વધારે મળતા હોય તો દેશ જાય તેલ લેવા!)
૨૦૨૨માં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ( FPIs)માં દેશના ધનપતિઓએ રૂપિયા ૧.૩૪ લાખ કરોડ ઉપાડી લીધા અને અમેરિકામાં રોકાણ કરી નાખ્યું!
આપણા કુબેરોએ સ્ટોક માર્કેટ માંથી ૧.૨૧ લાખ કરોડ ખેંચી લીધા, રૂપિયા ૧૬.૬૮૨ કરોડ ડેબ્ટ માર્કેટ માંથી ખેંચ્યા અને આમ રૂપિયા પર દબાણ આવી ગયું! રશિયા –યુક્રેન ઘર્ષણથી પણ વૈશ્વિક મંદી વધી છે, એનાથી ‘ઇન્ફ્લો’ વધુ tough બની રહ્યો છે.
2023 નું ચિત્ર કેવું હશે ?
ફોરેકસના નિષ્ણાતો મુજબ તો રૂપિયાનું આઉટલૂક તો નજીકના ભવિષ્યમાં તો બહુ સુધરે એવું નથી લાગતું , તેમ છતાં દેશની ઈકોનોમી અત્યારે ખુબ જ ઝડપથી વધી રહી છે, એટલે રૂપિયાનું હવે વધારે અવમુલ્યન નહી થાય એવી આશા અસ્થાને નથી. અમેરિકન ફેડરેશનનો વ્યાજનો દર આવો ને આવો મજબુત રહેશે જ એવું નક્કીન કહી શકાય. અમેરિકન મોનેટરી પોલીસી બદલાય પણ ખરી. અને જો પોલીસી બદલાય તો મોજું આપણી તરફ આવી શકે.
અમેરિકાએ વિશ્વના ધનપતિઓને સલામત સ્વર્ગ ( SAFE HAVEN)માં નાણા રોકવાની જે અપીલ કરી એનું જ આ પરિણામ છે!
આપણે જીએસટીના રેવન્યુમાં ૧૫.૨% વધારો કર્યો. ડીસેમ્બરમાં રૂપિયા ૧.૫૦ લાખ Crore નો આંકડો આપ્યો , એ સારું છે. પરંતુ, આપણા ધનપતિઓએ વ્યાજની લાલચમાંથી મુક્ત થઈને એકાદ વર્ષ શાંતિ જાળવે તો હજુ આપણી લક્ષ્મી સ્થિર રહી શકે તેમ છે.
જે લોકો થાઈલેન્ડ જઈ આવ્યા છે, એમને ખબર જ છે કે થાઈ લોકોને એમના ‘બાથ’ નું બહુ અભિમાન છે, કારણકે એક બાથની કિંમત બે રૂપિયા બરાબર છે. એટલે રૂપિયા કરતા બેગણી છે.અમને ડગલે ‘ને પગલે આ અનુભવ થયો એટલે લખ્યું.
પ્રધાનમંત્રી ૨૦૨૩માં એક લાખ કરોડ રૂપિયાના મોબાઈલને EXPORT કરવાનું વિઝન આપી ચુક્યા છે. જો આવા બે ત્રણ વિઝન સાચા પડે તો જરૂર રૂપિયો બીજા એશિયન દેશો સાથે ૬ કે ૭ % એ પહોંચી જાય! આશા અમર છે.

લેખક: દિલીપ એન મહેતા