CATEGORIES

April 2025
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
Tuesday, April 1   9:09:06

વડોદરાથી કન્યાકુમારીની પદયાત્રા

27-12-2022, Tuesday

યોગ –આયુર્વેદ અને પર્યાવરણ જાગૃતિ માટે પ્રતિબધ્ધ વડોદરના જાણીતા કર્મશીલ અને શિક્ષક શ્રી યોગેન શાહે ૧૬ ઓક્ટોબરના રોજ વડોદરાથી કન્યા કુમારીની પદયાત્રાનો પ્રારંભ કરેલો અને ૭૮ દિવસની પ્રલંબ યાત્રા બાદ ગઈકાલે તેઓ વડોદરા આવી પહોંચ્યા.
યોગેશ શાહની આ દીર્ઘ અને મહત્વપૂર્ણ પદયાત્રામાં યુવાન હર્ષલ વોરાએ પણ ઉત્સાહ પૂર્વક ભાગ લઈને અમારા બાલાજી નગરનું અને પરિવારનું નામ રોશન કર્યું છે. હર્ષલ વોરા હાલ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સીટી (IGNOU)માંથી બેચલર ઓફ કોમ્પ્યુટર એન્જીનીયરીંગ (BCA)માં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે.
હર્ષલને ખુબ ખુબ અભિનંદન!
યોગેનભાઈએ આ અગાઉ વડોદરાથી રાજસ્થાન સુધીની ૧૫૦૦ કિલો મીટરની પદયાત્રા પણ કરેલ છે. અમેરિકા જવા માટે જો એને વિઝા મળશે તો ત્યાં પણ તેઓ પદ યાત્રા કરવા માંગે છે.
યોગેન શાહને એન્ક્લોઝીંગ સ્પોન્ડેલાઈટીસ નામની ગંભીર પ્રકારની આર્થરીટીસની બીમારી થયેલી અને એને લીધે ૨૦૦૭થી૨૦૧૨ દરમ્યાન તેઓ લગભગ પથારીવશ જ રહ્યા.
આ એક એવી બીમારી છે જેમાં દર્દીને લગભગ આજીવન પથારીવશ રહેવાનું બને છે, પરંતુ યોગેન ભાઈએ યોગ્ય ઉપચાર સાથે શક્ય હોય તેટલો કુદરતી અને પ્રોસેસ્ડ ન થયેલો હોય એવો જ આહાર લેવાનું અને કસરત કરવાનું ચાલુ રાખ્યું, જેના કારણે તેઓ ફરી ચાલતા થયા. હવે તો તેઓ નિયમિત ૧૦થી ૧૫ કિલોમીટર ચાલે છે.
તેઓ કહે છે કે “પદયાત્રા દરમ્યાન હું રોજ ૨૫થી૩૦કિ.મી. ચાલતો હતો”
નવ રાજ્યો માંથી પસાર થયેલી આ પદયાત્રા વિષે વાત કરતા તેમણે જણાવ્યું કે “ અમને બધી જ જગ્યાએ સુખદ્દ અનુભવો થયા. હું એટલું જ કહીશ કે ભારત જેવો સુરક્ષિત દેશ બીજો ભાગ્યે જ હોઈ શકે, કારણકે હું બીજા દેશોમાં પણ મુસાફરી કરી ચુક્યો છું. મને દરેક રાજ્યમાં મદદ મળી હતી. ધોરી માર્ગો, વીજળી, અને પાણી બાબતમાં આપણું ગુજરાત ઘણું આગળ છે”
હર્ષલે પદયાત્રાના અનુભવો શેર કરતા કહ્યું કે “ઠેર ઠેર અમારું ઉમળકા ભર્યું સ્વાગત થતું હતું. અજાણ્યા પ્રદેશોમાં સાવ અજાણ્યા લોકો દવારા આવી જે આત્મીયતા જોવા મળી, એ યાદગાર ક્ષણો હતી, જે જીવનભર યાદ રહેશે”
યોગેન ભાઈ અને હર્ષલને ખુબ ખુબ અભિનંદન !

લેખક દિલીપ મેહતા