CATEGORIES

November 2024
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
Friday, November 22   4:47:15

ASH BARTY, THE PERSON:

બાર્ટીએ દુનિયાને કહી દીધું કે ટેનિસના ક્ષેત્રમાં કે પછી કોઈપણ ક્ષેત્રમાં એક વ્યક્તિનું લક્ષ્ય (Goal)અન્ય વ્યક્તિના લક્ષ્ય કરતાં અલગ જ હોય છે.

Written by Dilip Mehta.

25 વર્ષનીએશલી બાર્ટી માટે સમગ્ર ટેનિસ વર્લ્ડ દીવાનું હતું. હજુ તો ટેનિસમાં એનો ભાગ્યોદય થયો હતો, અને એના ભાગ્યમાં હજુ ઘણા ગ્રાન્ડ સ્લેમ પ્રતિક્ષામાં હતા. મહિલા ટેનિસના યુગમાં હજુ એ પ્રભાવશાળી ટેનિસ પ્લેયર બની શકી હોત, પરંતુ બુધવારે બાર્ટી એ કરેલી નિવૃતિની જાહેરાતે સમસ્ત ટેનિસ વર્લ્ડને ચોંકાવી દીધું !
બાર્ટી એ સ્પષ્ટ જણાવ્યુ કે વધુ ઉચ્ચ સ્તરે ટેનિસ રમવાની એની કોઈ ‘ભૌતિક એષણા’ ( physical drive)કે ભાવનાત્મક ઈચ્છા( emotional want) નથી. બાર્ટી માત્ર નિવૃતિની જાહેરાત જ નહોતી કરી રહી , પરંતુ, ચમચમાતી ટ્રોફીઓ અને કરોડો રૂપિયાની કમાણીથી પણ ઉપર સામાન્ય જીવન દ્વારા વ્યક્તિગત કલ્યાણ અંગેના મહત્વના કદમની વાત કરી રહી હતી.
પોતાના વાદ્યો વડે જ પોતાની રીતે નૃત્ય કરવાની આ વાત છે. બાર્ટી જાણે એવું કહેવા માંગતી હતી કે દુનિયાદારીના કે ટેનિસ વર્લ્ડની સફળતાના માપદંડ કરતા અન્ય કોઈ નો સફળતાનો માપદંડ અલગ હોવાનો.
શ્રેષ્ઠબનવા માટેની પ્રબળ ઈચ્છાશક્તિ અને અથાગ પ્રયત્નો જ ખેલાડીને શ્રેષ્ઠતા બક્ષી શકે છે. રમતનું આ જ તો essence છે, અને એને લીધે જ આપણે કોઈ પણ શ્રેષ્ઠ રમત પ્રત્યે આકર્ષાઈએ છીએ. રોજર ફેડરર અને જોકોવીક જેવા વર્લ્ડ ક્લાસ ટેનિસ તારલાઓએ નડાલ જેવા શ્રેષ્ઠ ખેલાડી પાસેથી કઇંક મેળવ્યું. ફૂટબોલ વધુ સમૃદ્ધ છે
, કારણકે મેસ્સી અને રોનાલ્ડો જેવા ઉત્તમ ખેલાડીઓ એક જ યુગમાં મેદાનમાં જોવા મળે છે. મેક્સ વેર્સટેપનના રેકોર્ડ તોડવા માટે લ્યુઇસ હેમિલ્ટન સાત સાત વાર ફોર્મ્યુલા વનની ચેમ્પિયનશિપ મેળવે છે.
સાચું, પરંતુ , પોતાની શરતે નિવૃત થનારી આ નવ યૌવના બાર્ટી પોતાના અંતરનાદ ને સાંભળવા માટેનો જાણે કે જીવન મંત્ર દુનિયાને આપી રહી હતી. બાર્ટીનું કહેવું એમ હતું કે તમે એક જ તાંતણે બધાને ન બાંધી શકો.
છેલ્લા એકસો સપ્તાહથી બાર્ટી નંબર વન રેન્ક પર છે. પોતાના દેશને લાંબા સમય બાદ ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી ધરીને એણે ઓસ્ટ્રેલિયન પ્રજાના હ્રદયમાં એક અનોખુ આદર ભર્યું સ્થાન મેળવ્યું છે. આ સ્થાન પર પહોંચવા માટેના એના સંઘર્ષ વિષે ઘણું બધુ લખવું પડે તેમ છે.
આજે મને એક વાતનો આનંદ છે કે બાર્ટીને મે આખરી વાર મેદાનમાં ગ્રાન્ડ સ્લેમ ધારણ કરતી જોઈ. ટીવી પરની એ જીવંત ક્ષણો જીવન ભર યાદ રહેવાની , અને હવે તો મને એ સવિશેષ યાદ રહેશે.
આશ્ચર્યની વાત તો એ છે કે બાર્ટીએ 18 વર્ષે તો ટેનિસ છોડીને ક્રિકેટવર્લ્ડ માં ઝંપલાવેલું, અને તેમાં પણ સફળ ક્રિકેટર તરીકે એણે ઘણી મોટી લીગ મેચો માં ભાગ લીધો હતો. પછીથી એનું મન કદાચ ટેનિસ તરફ પાછું વળ્યું અને એણે ટેનિસ માં પુનરાગમન કર્યું ! સાત વર્ષમાં એણે મહાન ઉપલબ્ધિ હાંસલ કરી લીધેલી.
“ I think it’s important that I get to enjoy the next phase of my life as Ash Barty ,the person, not an athlete “ એક ખેલાડીને બદલે , બાર્ટી, એક વ્યકિત તરીકે જ હું મારી જીંદગીનો હવે પછીનો મારો આ તબક્કો પસાર કરું એ મહત્વ નું છે”
સહસ્ત્રસૂર્યોના પ્રકાશ અને તેજ જેવી તમારી ઝળહળતી કારકિર્દી હોય ત્યારે સન્યાસીની માફક બની રહેવું એ કઠિન છે. બાર્ટી એ અંતમાં એક સરસ વાત કરી કે “ EVEN IF SHE DOES NOT HOLD E RACQUET AGAIN , SHE WILL REMAIN AN INSPIRATION FOR THOSE WHO WANT TO FIND A WAY OFF THE TREADMILL , IN SPORTS AND LIFE.” વાહ વાહ ! જિંદાદિલીનું બીજું નામ એટ્લે બાર્ટી !
આજે બક્ષી સાહેબની પુણ્ય તિથી છે. એમના એક પુસ્તકનું નામ જ ‘ બસ, એક જ જિંદગી’ છે. આ એક જ જિંદગીમાં શું કરવું અને શું ન કરવું એ માણસ ના પોતાના હાથમાં જ છે. જીવનનો અર્થ શોધવામાં બહુ ઝાઝા વર્ષો ન વીતી જાય એ જોવું રહ્યું.