6 Jan. Vadodara: પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં હિન્દુ મંદિરમાં તોડફોડ કરી સળગાવવા મુદ્દે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે બે સપ્તાહમાં મંદિર ફરી બનાવો સરકારને તાકીદ કરી છે.
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં હિન્દુ મંદિરની તોડફોડ કરી સળગાવવાની ઘટના બાદ અનેકોની ધરપકડ અને 10 પોલીસવાળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં કટ્ટરવાદી ઉલેમા ઇસ્લામ પાર્ટી દ્વારા આ હુમલો કરાવવામાં આવ્યો હોવાની માહિતી છે.
આ મામલો હવે પાકિસ્તાન સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ ઘટનાથી પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે રોષ વ્યક્ત કરતા કહ્યું કે આ ઘટના ખૂબજ નિંદનીય છે,આનાથી વિશ્વસ્તરે પાકિસ્તાન ની છવિ ખૂબજ ખરાબ થઇ છે.સુપ્રીમ કોર્ટ ના જજ ગુલઝાર અહમદે ઇવેક્યું પ્રોપર્ટી ટ્રસ્ટ બોર્ડ ને આદેશ આપ્યો છે કે પાકિસ્તાન સરકાર બે સપ્તાહ માં મંદિર નું પુનઃ નિર્માણ કરે.અને સમગ્ર મામલાની માહિતી તુરંત કોર્ટ ને આપે.આ સાથે દેશના તમામ મંદિરો અને ગુરૂદ્વારા ની જાણકારી આપે.
More Stories
मोहाली में गिरी बहुमंजिला इमारत, 15 से ज्यादा लोगों के दबे होने की आशंका , बचाव कार्य जारी
43 साल बाद क्यों कुवैत दौरे पर गए प्रधानमंत्री मोदी?
दिल्ली चुनाव से पहले AAP को बड़ा झटका, LG ने केजरीवाल के साथ खेला खेल