CATEGORIES

November 2024
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
Friday, November 22   10:06:36

મ્યાનમારમાં સેનાએ કર્યો સત્તાપલટો

03 Feb. Vadodara: ભારતના પાડોશી દેશ મ્યાનમાર માં સેનાએ ૧ ફેબ્રુઆરીના રોજ બળવો કરીને સત્તાપલટો કર્યો છે,અને દેશ ના રાષ્ટ્રપતી સહિતના નેતાઓની ધરપકડ કરી છે.

ભારત ના પાડોશી દેશ મ્યાનમાર માં 50 વર્ષ સુધી લશ્કરી શાસન લાગુ રહ્યું, અને ૨૦૧૦માં અહીં લોકશાહીની સ્થાપના થઈ. પરંતુ ફક્ત દશ જ વર્ષમાં મ્યાનમારની સેના એ બળવો કરીને સત્તા પલટો કરી દેશ પર પોતાનું રાજ્ સ્થાપિત કર્યું છે. અમેરિકાએ મ્યાનમારના લશ્કરી અધિકારીઓ વિરુદ્ધ પ્રતિબંધ મૂકવાની વાત કહી છે .સત્તાપલટા ના બે દિવસ પછી પણ વિશ્વભરમાં મ્યાનમારની સેના ની ટીકા થઈ રહી છે. મ્યાનમાર ની સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ ચી ,અને અન્ય નેતાઓની ધરપકડ કરી,તેમને ક્યાં રાખવામાં આવ્યા છે, તેની હજુ સુધી કંઈ ખબર નથી પડી.

મ્યાનમારમાં સત્તા પલટા બાદ લોકોમાં ડર નો માહોલ છે .અહીં એ ઉલ્લેખનીય છે આંગ સાન સૂ ચી ની નેશનલ ફોર ડેમોક્રેટિક પાર્ટીએ વર્ષ 2015માં નિષ્પક્ષ સત્તા હાંસલ કરી હતી. આંગ સાન સૂ ચી ની સરકાર પર રોહિંગ્યા મુસ્લિમોની હત્યાનો આરોપ હતો, એના કારણે દેશમાં કટોકટી લાદી દેવાઈ હતી.

2016- 17 માં મ્યાનમારના લશ્કરી વડા હ્યાઈંગની રોહિંગ્યા મુસ્લિમો પર કરેલા અત્યાચાર માટે વિશ્વસ્તરે ખૂબ બદબોઈ થઈ હતી, અને અમેરિકાએ 2019 માં તેમના પર માનવ અધિકારના ઉલ્લંઘન માટે પ્રતિબંધો પણ મુક્યા હતા. મ્યાનમાર ની સેના પોતાને દેશનાં રાષ્ટ્રપિતા ગણાવે છે, અને તે સત્તા પર પોતાનો હક નો દાવો કરી રહેલ છે. આ સત્તાપલટા પછી મ્યાનમાર ફરી એક વખત વિશ્વ થી કદાચ નોખું પડી જશે.